24/11/2025
Mulnivasi it cell
क्या आप जय भीम वाले हो?
तो फॉलो जरूर करे।
जय ज्योति न्यूज 🗞️📰
24/11/2025
24/11/2025
बामसेफ एवं भारत मुक्ति मोर्चा की उत्तरप्रदेश पश्चिमांचल जोन स्तरीय मीटिंग की खबर प्रिंट मीडिया दैनिक भास्कर में प्रसारित..
24/11/2025
वर्ष 1935 भारत के सामाजिक इतिहास में बहुत कुछ कहता है, जिसकी सवर्ण इतिहासकारों तथा लेखकों ने उपेक्षा ही की है। लेकिन उसकी गूंज देश में ही नहीं बल्कि विदेश में भी हुई थी। डॉ. बाबासाहेब आंबेडकर को यह अहसास होने लगा था कि हिंदू मानसिकता युगानुरुप बदलने के लिए तैयार नहीं है। तब उन्होंने यह घोषित किया कि (1935) *"मेरा जन्म भले ही हिंदू धर्म में हुआ हो, तो भी मैं हिंदू के रूप में मरूंगा नहीं।"* धर्म परिवर्तन की यह घोषणा उन्होंने येवला (जिला अहमदनगर, महाराष्ट्र) में 13 अक्टूबर, 1935 में की।
बाबासाहेब डॉ. आंबेडकर के धर्मांतरण की घोषणा की गूंज चारों ओर फैल गई थी। इसी बीच 'जनता' पत्रिका का 'धर्मांतरण विशेषांक' प्रकाशित हुआ। जो गांव-कस्बों में रहनेवाले कार्यकर्ताओं के पास भेजा गया। पहले पन्ने पर बाबासाहेब का एक बड़ा-सा चित्र था। बगल में मोटे-मोटे अक्षरों में लिखा था- *"डॉ. बाबासाहेब आंबेडकर ने की धर्मांतरण की घोषणा... मैं जन्म के समय भले ही हिंदू था, किंतु मरते समय मैं हिंदू नहीं कहलाना चाहता।"*
इस तरह बाबासाहेब आंबेडकर द्वारा की गई धर्मांतरण की घोषणा का बंबई, नागपुर, नासिक, पुणे, सोलापुर आदि महाराष्ट्र के शहरों के अलावा दिल्ली, मेरठ, कानपुर, लखनऊ आदि में भी समर्थन किया गया।
इन सभाओं की सूचनाएं 'जनता' पत्रिका में भी प्रकाशित की जाती थीं। 31 मई, 1936 के दिन बंबई में अखिल महार परिषद का आयोजन किया गया। इसी परिषद में डॉ. बाबासाहेब आंबेडकर ने 'धर्मांतरण क्यों?' विषय पर अत्यंत मौलिक, तर्कयुक्त और ऐतिहासिक भाषण दिया। बाद में यह भाषण, 'मुक्ति कौन पथे' (मुक्ति का मार्ग) नामक पुस्तिका के रूप में प्रकाशित हुआ। बाद के दौर में 'जनता' पत्रिका में भी बाबासाहेब के भाषणों की मालिका प्रकाशित होती थी, जिन्हें लोग गलियों, बस्तियों, चौपाल में बैठकर एक-दूसरे को सुनाया करते थे। निश्चित ही यह मुक्ति का घोषणा पत्र था।
*इतिहास के आईने में दलित आंदोलन* पुस्तक खरीदें कि लिंक 👇
https://wa.me/p/8864366953582450/919016895615
24/11/2025
वित्तमंत्री निर्मला सीतारमण के पति ने किया खुलासा। खोल दी चुनाव आयोग की पोल, दागे तीखे सवाल!!
24/11/2025
‘રાજકીય કે ધાર્મિક વ્યક્તિના બ્રાન્ડિંગથી મને અઢળક પૈસા મળે પણ કોઈને રોજગારી ન મળે !’
ગુજરાતમાં પરિચિત/ મહેમાનો ઘેર આવે એવું અમેરિકામાં નથી. એવું નથી કે અમેરિકામાં ગુજરાતીઓ નથી. પરંતુ અહીં મોટાભાગના ગુજરાતીઓ જોબ કરતા હોય છે. એટલે તેમને સમય ન મળે. 21 નવેમ્બર 2025ના રોજ બપોરે કંદર્પ પટેલ મળવા આવ્યો, સાથે લંચ લીધું અને ઘણી વાતો કરી.
કંદર્પ કહે : “મારું કામ Content Writing/ Graphics Designing/ Translation (40+ languages)/ Branding/Web-App Developmentનું છે. હું બિઝનેસ ટુર માટે એક મહિનાથી અમેરિકામાં છું. મારા ક્લાયન્ટ અહીં છે. આજે સાંજે અમદાવાદ પરત જવા રવાના થઈશ. સામાન્ય રીતે Branding Web Developmentના કામ ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય વ્યક્તિઓ તરફથી સારા પૈસા મળે પરંતુ એ કામ હું કરતો નથી. કેમકે તેમાં ક્યારેક ખોટું કરવું પડે. જ્યારે કોઈ ઉદ્યોગનું બ્રાન્ડિંગ કરું તો એ ઉદ્યોગને પ્રોત્સાહન મળે સાથે તેમાં અનેકને નોકરી મળે, રોજગાર મળે. રાજકીય કે ધાર્મિક વ્યક્તિના બ્રાન્ડિંગથી મને અઢળક પૈસા મળે પણ કોઈને રોજગારી ન મળે !”
કંદર્પનો આ મુદ્દો સ્પર્શી ગયો. આવું વિચારનાર વિરલા જ હોય !
કંદર્પને હું પહેલી વખત અમદાવાદ ‘નવજીવન’માં મળ્યો હતો, તે સમયે તે નવજીવનમાં વેબ-ડિઝાઇનિંગનું કામ કરતો હતો. પોલીસ વિભાગ માટે જાગૃતિ પ્રેરક પુસ્તિકાઓ મેં તેમની પાસે બનાવડાવી હતી. પછી તેણે ફેબ્રુઆરી 2019માં નવજીવન છોડી સ્વતંત્ર સાહસ શરું કર્યું.
કંદર્પ કહે છે : “બિઝનેસ ટૂર યાત્રા બની જાય તો મજા પડે. યાત્રા એટલા માટે કારણ કે સાવ કોરું નીકળી પડવું અને રસ્તામાં અર્થો સમજવાનો પ્રયત્ન કરવો એ યાત્રા જ તો છે! એક પેઢીએ ભણાવ્યા, ઉછેર્યા, આગળ વધાર્યા અને વધતાં જોઈને તેમને ખુશી અનુભવતા પણ જોયાં. તેની સાથે સાથે તેમનામાં એક ડર પણ દેખાય. તેનું સૌથી મોટું કારણ દોડવાની ગતિ છે. તેમને ડર છે, રસ્તામાં આવતાં સ્પીડબ્રેકરોનો ! છતાં, બંને પેઢીઓ રેલવેના ટ્રેકની જેમ પરેલલ એકબીજાનું ધ્યાન રાખતાં રાખતાં આગળ વધે. બીજી પેઢી એક્સપ્લોરર બને. ઘરની બહાર નીકળે, શહેરની બહાર નીકળે અને મોકો મળે ત્યારે દેશની બહાર નીકળે. પચ્ચીસથી પચાસ સુધીનો બીજો તબક્કો આર્થિક જરૂરિયાત પૂરી કરવાનો હોય. તેમાં પણ ઘરમાં મોટા ભાઈ તરીકે જવાબદારી સ્વીકારવાની હોતી નથી, બાય ડીફોલ્ટ આવી જાય. દરેક ઘરમાં આ જવાબદારી ખૂબ ભિન્ન ભિન્ન રહેતી જ હશે. અન્ય દેશનું ઇન્ફ્રા જોઈને વિઝન ખૂલે, માણસો જોઈને કલ્ચર શીખાય, વ્યવસ્થા જોઈને સમયસૂચકતા મળે, નિયમો જોઈને સ્વયંશિસ્ત મળે. એમાં પણ સૌથી અગત્યનું મને જે લાગ્યું છે તે- અજનબી વ્યક્તિને પોતાની સર્વિસ / પ્રોડક્ટ પિચ કરવી. એમની જોડે મિટિંગ ફિક્સ કરતા શીખવું, અચકાવું નહીં, રિલેશન બનાવવાનો પ્રયત્ન કરવો, તેના મનમાં આપણું નામ કોઈન કરવું, ભાષાની સીમાઓ ઓળંગીને વાત કરવી, શબ્દને બદલે ઇમોશન પકડવા અને આવતી ટૂરમાં ફરી મળવા માટે તે સામે ચાલીને તૈયાર થાય તેવી છાપ છોડવી. આ બધું જ પેટની ભૂખ, ખુલ્લી આંખે રાત્રે ઘુવડની જેમ જોયેલા સ્વપ્ન, કામ કરવાની તીવ્રતા અને સાથે જોડાયેલ તમામનું ભલું થાય તેવી મહેચ્છા હોય તો જ થાય છે.”
કંદર્પ ‘સહજ સીંગતેલ બ્રાન્ડ’ વિશે કહે છે : “વ્યક્તિ જ્યારે પોતે બ્રાન્ડ બનાવવાનું સપનું જુએ, પોતે જ પોતાની બ્રાન્ડનો હીરો બને અને ટિપિકલ બિઝનેસને બદલે ટેકનોલોજી સેન્ટ્રીક બિઝનેસ ઊભો કરે ત્યારે તેમની માત્ર ખૂટતી કડીઓ જ મેળવવાની હોય. ત્રણેક મહિના પહેલા મનીષભાઈ સાથે મળવાનું થયું. આમ તો લગભગ સૌ કોઈએ પોતાના ફેસબુક / ઈન્સ્ટાગ્રામ પર તેમને કોઈને કોઈ એડ્સ થકી જોયા જ હશે. સીંગતેલના ડોમેનમાં ચાર વર્ષ પહેલાં જ કામ શરૂ કર્યું. 'સારી વસ્તુને વેચવા માટે તો ખરેખર વધારે માર્કેટિંગની જરૂર છે'- આ ગોલના આધારે પોતે જ સૌરાષ્ટ્રના પહેરવેશમાં આવી ગયા. ઑફિસ, મિટિંગ, ઘરે, ગામડે, શહેર - દરેક જગ્યાએ આ ફેંટાવાળા ભાભા તરીકે દેખાવા માંડ્યા. દેશી લહેક, માટીની મહેક અને સચ્ચાઈની ચહેક -આ તેમની સ્ટાઈલ બની ગઈ. ટેકનોલોજીની દ્વષ્ટિએ પણ પોતે એડવાન્સ. કોઈ ડીલર કે દુકાન વિના ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચવાનો રસ્તો બનાવ્યો. મેટાની આંટીઘૂંટી શીખ્યા. તેમને માત્ર સાચી લાઈનદોરી જ આપવાની હોય. વ્યક્તિ તરીકે પણ એટલા મજાના, એકદમ ગામડિયા અને વિઝનરી. ગુજરાતના ગામડાઓમાં તેમની જોડે શૂટિંગની પણ મજા પડે. જે તેમના માટે નવું હોય તે એકદમ બાળકની જેમ શીખે. સહજ માટે કામ કરવાનો મોકો મળ્યો એ મારા અને મારી ટીમ માટે પણ ગર્વની વાત છે. એમની વાતથી અમારી ઑફિસમાં ઘણાં છોકરાઓએ બપોરે ગલ્લેથી પડીકાં ખાવાનું બંધ કરી દીધું. આ એમનો પ્રભાવ. એમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ એક વખત ઓપન થઈ જાય તો એક પછી એક રીલ પર સ્ક્રોલ થતું જ જાય.”
કંદર્પે મિકેનિકલ એન્જિનિયરિંગની ડીગ્રી લઈ જુદો જ રસ્તો પકડ્યો. 2015માં 7 હજારથી જોબ કરનાર કંદર્પ 2025માં કરોડો રુપિયાની ટર્નઓવર કરતી ‘Granth - A Creative Branding Agency’ કંપનીનો માલિક છે. 2016માં તેમને ‘રિડર્સ કોન્ટ્રિબ્યુટ ઈન લોંગેસ્ટ સ્ટોરી’માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. આજે તેઓ 40 ભાષાઓમાં ‘કન્ટેન્ટ’ લખે છે, જેમાં ભારતની 28 ભાષાઓનો સમાવેશ થાય છે. આ બધું તેણે 25 વર્ષની ઉંમરે હાંસલ કરી લીધું !
કંદર્પ મળીને ગયો. પરંતુ તેના આ શબ્દો મારા મનમાં સ્થાયી થઈ ગયા : ‘રાજકીય કે ધાર્મિક વ્યક્તિના બ્રાન્ડિંગથી મને અઢળક પૈસા મળે પણ કોઈને રોજગારી ન મળે !’rs
24/11/2025
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Gujrat
Ahmedabad
380002
