Shri H K Commerce College Ahmedabad

Shri H K Commerce College Ahmedabad

Share

Bachelor and Master of Commerce Educational institution

Photos from Shri H K Commerce College Ahmedabad's post 11/04/2026

Annual Day 2026

Photos from Shri H K Commerce College Ahmedabad's post 08/04/2026

તા: ૦૭/૦૪/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કોલેજના વડા ડૉ.સંધ્યાબહેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કોલેજના "૫૭માં વાર્ષિકોત્સવની" ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.કાર્યકમના અધ્યક્ષ પદે ગુજરાત વિદ્યાસભા બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના મુખ્ય વહીવટી અધિકારીશ્રી ધીરેન અવાશિયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ.જયરાજ કે પંડ્યા જેઓ શ્રેયાર્થ યુનિવર્સિટી ના ડાયરેક્ટર પદે નિયુક્ત છે તેમની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી એચ કે આર્ટસ કૉલેજ ના આચાર્ય ડૉ. જયવંતસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે NCC HEAD QUARTER 1 BN LT.સીતારામ હાજર રહ્યા.આ પ્રસંગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓ જેવી કે NSS, Sports અને NCC માં થયેલી સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમની પ્રતિભાને મંચ મળ્યો. શિક્ષકોના માર્ગદર્શન અને સંસ્થાના મૂલ્યોને આધારે વિદ્યાર્થીઓ સતત પ્રગતિના નવા શિખરો સર કરે છે. આ વાર્ષિકોત્સવ માત્ર ઉજવણી નહીં પરંતુ પ્રેરણા, સંકલ્પ અને ભવિષ્યના સફળતાના માર્ગે આગળ વધવાની નવી શરૂવાતનો કાર્યક્રમ રહ્યો. સમગ્ર વાર્ષિકોઉત્સવ સમારંભનું સંચાલન વિદ્યાર્થી માર્ગદર્શક અધ્યાપક ડૉ દિનેશ પટેલ દ્ધારા કરવામાં આવ્યું.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 28/03/2026

શ્રી એચ .કે.કોમર્સ કોલેજ કોલેજના વડા ડૉ.સંધ્યાબહેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ INNOVATION CLUB ના કન્વીનર ડૉ.એસ .એ.ચિંતામન તથા અન્ય કમિટીના સભ્યો પ્રો. પ્રફુલ્લા સરૈયા ડૉ. નેહા ગઢવી , ડૉ. રૂચી જોષી, ડૉ કેવલ શાહ , ડૉ.દક્ષા વ્યાસ તથા ડૉ.યોગેશ પરમાર દ્વારા સારથી અંતર્ગત આઇડિયા ટુ ઇમ્પેક્ટ થીમ પર ૩૦ કલાકના કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા: ૧૨/૦૩/૨૦૨૬ ના રોજ "IDEA TO BUSINESS BLUEPRINT" વિષય પર વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.કર્મજીતસિંહ બીહોલા જેઓ INNODESK DESIGNOVATION SERVICES ના સંસ્થાપક છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ, ડિઝાઇન થિંકિંગ, પ્રોટોટાઈપ, વેબસાઇટ ડેવલપમેન્ટ અને આઇડિયા ટુ બિઝનેસ બ્લુપ્રિન્ટ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ સ્માર્ટ હેલ્થકેર બોક્સ, વોટર રિસાયકલિંગ પ્રોજેક્ટ, સ્માર્ટ ટેબલ રેસ્ટોરન્ટ જેવા વિવિધ પ્રોજેક્ટના પ્રપોઝલ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.કેવલ શાહ અને આભારવિધિ ડૉ.યોગેશ પરમાર દ્વારા કરવામાં આવી.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 27/03/2026

તા 10.03.2026 ના રોજ શ્રી એચ. કે. કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. સંધ્યાબેન પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગનાં પ્રોગ્રામ ઓફિસર પ્રો. શૈલેષભાઇ ગઢવી અને સહ પ્રોગ્રામ ઓફિસર ડૉ. મૌલિકભાઈ પટેલ અને કમિટી સભ્યો પ્રો.જયશ્રીબેન પટેલ, ડૉ. નેહાબેન ગઢવી, ડૉ. કેવલ શાહ, ડૉ. અનુજાબેન પટેલ, ડૉ. મોરલીબેન દવે અને ડૉ. અર્ચનાબેન ભૂત દ્વારા "NSS DAY" ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત T.Y.BCOM ના NSSની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય વિદ્યાર્થીઓને શિલ્ડ તથા S.Y.B.COM અને F.Y.B.COMના સક્રિય વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેમાં રાસ, નાટક, અને ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. અનુજા પટેલ, પ્રાર્થના ડૉ.મોરલીબેન દવે દ્વારા તથા આભારવિધિ પ્રો. શૈલેશ ગઢવી દ્વારા કરવામાં આવી.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 09/03/2026

તા:૨૮/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કૉલેજ ની CWDC દ્ધારા "નારી ગૌરવ નીતિ" અંતર્ગતના વિવિધ કાર્યક્રમોમાં પાંચમા દિવસે "Yog: Path to Physical and Mental Balance "વિષય ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે યોગ નિષ્ણાંત અને પ્રશિક્ષક હેમલત્તાબેન પટેલની ઉપસ્થિત રહી.કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને દૈનિક જીવનમાં યોગના મહત્વ વિશે સમજણ વિકસાવવાનો હતો. નિષ્ણાત માર્ગદર્શક દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રયોગાત્મક રજૂઆત કરવામાં આવી. ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને યોગ દ્વારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે સુધરી શકે તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.અનુજા પટેલ દ્ધારા અને આભાર વિધિ ડૉ. દક્ષા વ્યાસ દ્ધારા કરવામાં આવી. કાર્યક્રમમાં કુલ 29 વિદ્યાર્થીઓએ ઉત્સાભેર ભાગ લીધો.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 09/03/2026

તા:૨૭/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કૉલેજ ની CWDC દ્ધારા "નારી ગૌરવ નીતિ" અંતર્ગતના વિવિધ કાર્યક્રમોમાં ચોથા દિવસે "Women's Safety: Prevention, Protection and Preparedness "વિષય ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વક્તા એડવોકેટ જલદીપ મુંધવા સાથે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર નવનીત પરમાર દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા માટેની પ્રાથમિક અને અસરકારક તકનીકોનું પ્રદર્શન કરાવવામાં આવ્યું તેમજ તાત્કાલિક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. લીગલ એડવાઈઝ સત્રમાં કાનૂની નિષ્ણાત એડવોકેટ હેમાંગી સેજપાલ દ્ધારા મહિલાઓને ઉપલબ્ધ કાનૂની હક્કો, સુરક્ષા કાયદા અને સહાય માટેની પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી. મહિલાઓ માટે કાર્યરત "SHE TEAM" ના અધિકારી ASI વિભાબેન જોશી દ્ધારા મહિલા સુરક્ષા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં, હેલ્પલાઇન નંબર અને સુરક્ષા એપ્લિકેશન વિશે માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારતો સાબિત થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.દક્ષા વ્યાસ દ્ધારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કુલ 41 વિદ્યાર્થીનીઓએ ઉત્સાભેર ભાગ લીધો.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 09/03/2026

તા:૨૬/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કૉલેજ ની CWDC દ્ધારા "નારી ગૌરવ નીતિ" અંતર્ગતના વિવિધ કાર્યક્રમોમાં તૃતીય દિવસે "Women's Health and Wellness Awareness Program" વિષય પર વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના વક્તા તરીકે Red Cross Society સાથે સંકળાયેલ સામાજિક કાર્યકર શ્રી કવિતાબેન ચાવડાની ઉપસ્થિતિ રહી.
કાર્યક્રમ દરમિયાન સ્ત્રીઓના આરોગ્ય સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.માસિક ચક્રની સમસ્યાઓ, હોર્મોનલ અસંતુલન,પોષણ અને નિયમિત ચેકઅપ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ઉપસ્થિત બહેનો અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના પ્રશ્નો પૂછ્યા, જેના સંતોષકારક જવાબો નિષ્ણાત દ્વારા આપવામાં આવ્યા. કાર્યક્રમથી સ્ત્રીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા તેમજ સ્વ-કાળજી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા મહત્વપૂર્ણ યોગદાન મળ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.નેહા ગઢવી અને આભારવિધિ ડૉ. અર્ચના ભૂત દ્ધારા કરવામાં આવી. કાર્યક્રમમાં કુલ 37 વિદ્યાર્થીનીઓએ ઉત્સાભેર ભાગ લીધો.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 07/03/2026

તા:૨૫/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કૉલેજ ની CWDC દ્ધારા "નારી ગૌરવ નીતિ" અંતર્ગતના વિવિધ કાર્યક્રમોમાં દ્વિતીય દિવસે "સોશિયલ મીડિયામાંથી ઉભરતી સ્ત્રીની છબી: રીલ્સ વર્સીસ રિયાલિટી" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના વક્તા તરીકે ડૉ.ફાલ્ગુનીબેન પુરોહિત જેઓ શ્રી એચ કે આર્ટસ કૉલેજ ઇતિહાસ વિભાગ ના અધ્યક્ષ છે તેમની ઉપસ્થિતિ રહી.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા દ્વારા રજૂ થતી સ્ત્રીની કલ્પિત છબી અને વાસ્તવિક જીવન વચ્ચેના અંતરને સમજાવવાનો હતો. મુખ્ય વક્તાશ્રીએ આજના ડિજિટલ યુગમાં મહિલાઓ પર પડતા માનસિક, સામાજિક અને ભાવનાત્મક પ્રભાવ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. વક્તાશ્રીએ ઉદાહરણો અને પ્રસ્તુતિ દ્વારા સમજાવ્યું કે રીલ્સ અને ફિલ્ટરથી સર્જાતી પરિપૂર્ણતા હંમેશા વાસ્તવિકતા દર્શાવતી નથી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રુચિ જોશી અને આભારવિધિ પ્રો. પ્રફુલ્લા સરૈયા દ્ધારા કરવામાં આવી.કાર્યકમમાં કુલ 95 વિદ્યાર્થીઓએ ઉત્સાભેર ભાગ લીધો.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 07/03/2026

તા :૨૪/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કૉલેજ ની CWDC દ્ધારા આચાર્ય સંધ્યાબેન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ CWDC ના કન્વીનર પ્રો.જયશ્રીબેન પટેલ તથા અન્ય કમિટીના સભ્યો પ્રો. પ્રફુલ્લા સરૈયા ડૉ. નેહા ગઢવી , ડૉ. રૂચી જોષી ,પ્રો. અનુજા પટેલ, ડૉ.દક્ષા વ્યાસ , ડૉ.મોરલી દવે તથા ડૉ.અર્ચના ભૂત દ્વારા "નારી ગૌરવ નીતિ" અંતર્ગતના વિવિધ કાર્યક્રમોના પ્રથમ દિવસે "She Heals, She Feels: A women's Mental Health Awareness" વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના વક્તા તરીકે ડૉ. રૂપાંગી શાહ જેઓ "Aarambh Mental Wellness"ના સંસ્થાપક અને Clinical Psychologist છે તેમની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમમાં મુખ્યત્વે વિદ્યાર્થીનીઓ અને સ્ત્રીઓમાં જોવા મળતા માનસિક તણાવોના કારણો અને તેના માટેના સમાધાનોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ડૉ. રૂપાંગી શાહ દ્ધારા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની ખુબ સરળ પણ અસરકારક નીવડે તેવી પ્રવૃત્તિ વિશે જાણકારી આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મોરલી દવે અને આભારવિધિ પ્રો. અનુજા પટેલ દ્ધારા કરવામાં આવી.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 07/03/2026

તા: ૧૪/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કૉલેજ ની રમત ગમત સમિતિ ના સભ્યો પ્રો. જયશ્રી પટેલ, ડો. એસ. એ. ચિંતામન,પ્રો. શૈલેષ ગઢવી, ડૉ. કેવલ શાહ ,પ્રો. અનુજા પટેલ, ડો. દક્ષા વ્યાસ, ડો. યોગેશ પરમાર દ્વારા વાર્ષિક રમતોઉત્સવ-૨૦૨૬ નું આયોજન સિન્થેટિક ટ્રેક ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, હેલ્થ સેન્ટર પાસે, નવરંગપુરા-અમદાવાદ ખાતે કરવામાં આવ્યું.
રમતોઉત્સવના સમગ્ર આયોજનમાં શ્રી એચ કે આર્ટસ કૉલેજના ફિઝિકલ એજ્યુકેશન ડિરેક્ટર ડૉ. અનંત ઠાકોર અને મીનલબા વાઘેલાનું વિશેષ યોગદાન રહ્યું. કાર્યકમમાં અઘ્યક્ષ સ્થાને બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ ના મુખ્ય વહીવટદાર શ્રી ધીરેન અવાસીયાએ હાજર રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો.
કાર્યકમના મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદ્રમૌલી એચ. પનારા જેઓ પી. આઈ એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ (એટીએસ)ગુજરાત રાજ્ય માં ફરજ બજાવે છે તેમની ઉપસ્થિત રહી.રમતોઉત્સવમાં અતિથિ વિશેષ તરીકે ડો-જયવંતસિંહ એ. સરવૈયા પ્રમુખ, ગુજરાત રાજ્ય કોલેજ આચાર્ય અને ડો. કપિલ કુમાર
I/C ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, ગુજરાત યુનિવર્સિટી હાજર રહ્યા. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ આયોજિત વિવિધ રમતો જેવી કે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, મિક્સ રિલે રેસ, લાંબી કૂદ, ગોલા ફેંક, દોરડા કૂદ, ચક્ર ફેંક, પ્લેન્ક માં ભાગ લીધો. વિવિધ રમતોના પ્રથમ ત્રણ વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.અંતે સમૂહ ભોજન કર્યા બાદ કાર્યકમ પૂર્ણ કરવામાં આવ્યો.

Photos from Shri H K Commerce College Ahmedabad's post 07/02/2026

તા: ૦૬/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી એચ કે કૉમેર્સ કૉલેજની Society for Creation of opportunities through proficiency in English (SCOPE) કન્વીનર ડૉ.
રૂચી જોષી તથા અન્ય કમિટીના સભ્ય ડૉ.મૌલિક પટેલ, ડૉ. રાજેશ ગણાત્રા અને ડૉ. અર્ચના ભૂત દ્વારા "Awareness Seminar on the SCOPE – Employability & English Training Program (EETP)" નું આયોજન કરવામાં આવ્યું. સેમિનારના મુખ્ય વક્તા તરીકે શ્રી ફેની ત્રિલોકચંદાની ઉપસ્થિત રહ્યા. સેમીનારમાં SCOPE દ્ધારા સંચાલિત "English Excellence Training Program" પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
સેમિનારમાં કુલ 49 વિદ્યાર્થીઓએ ભાગ લોધો.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Opp. Handloom House, Ashram Road
Ahmedabad
380009

Opening Hours

Monday 11:30am - 4:30pm
Tuesday 11:30am - 4:30pm
Wednesday 11:30am - 4:30pm
Thursday 11:30am - 4:30pm
Friday 11:30am - 4:30pm
Saturday 11:30am - 4:30pm