23/08/2023
જય માતાજી 🙏
સમાજ સેવા માં હંમેશા અગ્રેસર એવી ગુજરાત માં રાજપૂત સમાજ ની પડખે ઊભી રેહનાર મહાકાલ સેના ગુજરાત કે જેની કાર્યશૈલી થી સૌ કોઈ પરિચિત છે. આ કાર્યશૈલી ને પ્રેરિત થઇને મહાકાલ સેના મહીસાગર જિલ્લામાંથી મહાકાલ સેના ના કાર્યકરો દ્વારા એક શિક્ષણ માટે ટેવી મુહિમ ઉપાડી છે જેમાં ધોરણ ૧૨ આર્ટસ માં અભ્યાસ કરતી રાજપૂત પરિવાર ની દીકરીબા જેમના પિતા અવસાન પામેલ છે અને આવક નો કોઈ સ્ત્રોત નથી પણ એમને ઉચ્ચ કક્ષા નો અભ્યાસ કરી ને પોતાના પિતા તથા માતા ના સપનાઓ પૂરા કરવા છે તો આ દીકરી બા ને ભણવું હોય ત્યાં સુંધી ની અભ્યાસ ની સંપૂર્ણ જવાબદારી #મહાકાલ_સેના_મહીસાગર ના ૪ ભાઇઓએ લીધેલી છે.
દીકરીબા અને કાર્યકર્તા ની ઓળખ ગુપનીયતા છે કારણ કે તે તમામ શૈક્ષણિક મદદ વિશે છે તેથી ગૌરવ જાળવવા માં આવશે.
નોંધ:- સમાજ ના દરેક વડીલ , યુવા કે માતાઓ ને નમ્ર અપીલ કે આપની આસપાસ આવું કોઈ પરિવાર હોય તો આવી રીતે મદદ કરીને કોઈ પણ પરિવાર ના દીકરા કે દીકરી નું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માં અહમ રોલ ભજવીને સેવા ના કાર્ય માં જોડાશો 🙏🏻
શિક્ષણ એ સમાજનો આત્મા છે કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં જાય છે
આવા કાર્ય માં જોડાવા માટે સંપર્ક કરો:-
૧) ૯૪૨૯૨૯૩૨૫૪
૨) ૭૯૯૦૨૨૩૩૧૪
jay mataji ⛳️ jay shree mahakal
Vijaysinh Chavda મહાકાલ સેના મહીસાગર
17/03/2023
સમાજવ્યવસ્થા ને જાળવી રાખવા અને અણસમજણ , અપરિપક્વતા અને ઉતાવો ના કારણે કેટલીય દિકરીઓ લવમેરેજ ના હાલના કાયદા નો ભોગ બની છે , અસામાજીક તત્વો સ્પેશિયલ સારા ધર ની દિકરીઓ ને ટાર્ગેટ કરતા હોય છે , જેનું ખુદ નુ ઠેકાણું ના હોય એવા લોકો દીકરીઓ ને ટુંક સમયમાં દિકરીઓ ને હથેળી માં ચાંદ બતાવી ભગાડી જાય છે , અને છેલ્લે ભોગવવવાનુ આવે ત્યારે આ દિકરીઓ સાથે કોઈ નથી હોતું અને પોતાના સિવાય કોઈ રસ્તો નથી હોતો
વિધાનસભા માં આ મુ્દ્દો ઉઠાવનાર ભાજપ ના કાલોલ ના ધારસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ તથા તેમને સમર્થન આપનાર વાવ ના કોંગ્રેસ ના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર નો હુ મહાકાલ સેના વતી આભાર માનુ છુ , તથા જલ્દી માં જલ્દી આ કાયદા માં યોગ્ય સુધારા થાય અને આપણી સમાજ વ્યવસ્થા જળવાઈ રહે તે દિશા માં યોગ્ય કદમ લેવાય તેવી રાજય સરકાર તરફથી લવમેરેજ માટે સક્ષમ કાયદાની અપેક્ષા રાખું છુ
jay mataji ⛳️ jay shree mahakal
21/01/2023
મહાકાલ સેના આવનાર સમય માં યુવાનો ના શિક્ષણ અને રોજગાર માટે ના કાર્યો કરવા જઈ રહી છે , તે માટે રોજગારલક્ષી પરિક્ષા ની તૈયારી માં યુવાનો માટે જેણે ખુબ કામ કરેલુ છે તેવા સમાજ ના યુવા નેતા શ્રી યુવરાજસિંહ જાડેજા નુ માર્ગદર્શન મેળવ્યું
મુલાકાત દરમ્યાન રોજગારલક્ષી પરિક્ષા ની તૈયારી માટે યુવરાજસિંહ દ્વારા ધણા નવા વિકલ્પો મળ્યા તથા આ કાર્ય માં તેમણે સંપુર્ણ સહકાર આપવા જણાવ્યું જે બદલ તેમનો ખુબ ખુબ આભાર
jay mataji ⛳️ jay shree mahakal
.
19/01/2023
अविजीत, आजीवन स्वतंत्र, ...🚩
वीर शिरोमणि श्री महाराणा प्रताप जी की पुण्यतिथि पर शत शत नमन: 🙏🏻
जय मेवाड़ ⛳️ जय राजपूताना
03/11/2022
ભલે અત્યારે રાજાશાહી નથી પરંતુ પોતાની પ્રજા પ્રત્યે ની ફરજ હજી પણ રાજવી ચુક્યા નથી , રજવાડા કઈ ભાવના થી સમર્પિત કર્યા હતા એ આ સમગ્ર ઘટના દર્શાવી જાય છે
પોતાના વિસ્તાર માં બનેલી ઘટના માં ભોગ બનનાર દરેક વ્ય્કિત ને ૧,૦૦,૦૦૦ લાખ રુપિયા આપી તેમના દુખ માં ભાગીદાર બનવાનો રાજમાતા નો આ પ્રયાસ ખુબજ વંદનીય છે
ક્ષત્રિય સમાજ હંમેશા દરેક લોકો ના દુખ માં ભાગીદાર થાય છે જેનુ આ શ્રેષ્ઠ ઉદાહરણ છે
24/10/2022
હર્ષોલ્લાસ અને પ્રકાશોત્સવના પાવન પર્વ "દિવાળી"ની આપને અને આપના પરિવારજનોને મહાકાલ સેના ગુજરાત તરફથી હ્રદયપુર્વકની શુભકામનાઓ.
આ "પ્રકાશ પર્વ" આપના જીવનમાં સુખ, શાંતિ, સ્નેહ અને સમૃદ્ધિનો પ્રસાર કરે તેવી પ્રાર્થના.
18/10/2022
મહાકાલદાદા ના આશિર્વાદ થી ઉજ્જૈન ની પુણ્ય ઘરા પર ભાઈ શ્રી સિઘ્ઘરાજસિંહ પદમસિંહ રહેવર (મોરડુંગરા) ને સમાજ ની સેવી માટે સાબરકાંઠા જીલ્લા અઘ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવેલ છે
રાજપુત સમાજ માં જન્મતા ની સાથે જ આપણ ને માન સન્માન અને ગૌરવ મળ્યું છે તો આ સમાજ નુ રુણ ચુકવવુ પણ આપણી ફરજ માં આવે છે અને સમાજ ની સેવા થકી આપણે રુણ અદા કરી શકીએ છીએ
મહાકાલ સેના એ સમાજ ની સાચી સેવા માટે નુ સંગઠન છે માટે આ સેવાકીય યજ્ઞ માં જોડાવવા માંગતા સાબરકાંઠા મા રાજપુત ભાઈઓ ભાઈ શ્રી Siddharajsinh Rahevar નો સંપર્ક કરશો
ખુબ ટુંક સમય માં સાબરકાંઠા રાજપુત સમાજ ના ભાઈઓ ને સાથે લઈ બઘા આગેવાનો ની સહમતી થી ભાઈ શ્રી સિઘ્ઘરાજસિંહ રહેવર ની અઘ્યક્ષતા માં સાબરકાંઠા જીલ્લા તથા તાલુકાની ટીમ ની રચના કરવામાં આવશે
જય માતાજી ⛳️ જય શ્રી મહાકાલ