પ્રિય મતદારો.... શું તમે જાણો છો કે આપણાં દેશની ઈલેક્શન પદ્ધતિ શું કહે છે...? જાતી, ધર્મ, ભાષા, લોભ, લાલચ, ભય કે કોઈપણ પ્રકારનાં પક્ષપાત વગર વોટ આપવો જોઈએ.. તો શું આપણે આ વાત માનીએ છીએ....? આ વાતનો જવાબ વ્હાલા મતદાર તમે ઈમાનદારી થી આપશો પ્લીઝ...?
1.
નેતાઓ જાતી - ધર્મ નો ઉપયોગ કરીને લાગણીઓ ભડકાવે છે.. તેથી વોટ આપનારા જાતી કે ધર્મ નાં નામે વોટ આપે, અને તેથી તે નેતા જીતી જાય છે..
2.
નેતાઓ ચૂંટણી જીતવા માટે કેટલીયે વસ્તુ ફ્રી માં આપવાની વાત કરે છે તો આને લોભ કે લાલચ ના કહેવાય, લાલચ આપીને નેતા જીતી ને પાંચ વર્ષ રાજ કરે છે
3.
જો ફલાણા -ફલાણા નેતા કે પક્ષ જીતશે તો આવું - આવું થશે અથવા તો જો આ હારી જશે તો આવું આવું થશે...આને જ ભય કે પક્ષપાત કહેવાય..
મિત્રો...તમારા દિલ પર હાથ રાખીને જવાબ આપજો કે શું તમારી સાથે પણ આવું જ બને છે...?
આના માટે આપણે શું કરવું જોઈએ...?
અમારી લોગ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયશંકર પાંડે સાહેબ IAS હતા, અને ભારત સરકાર મા સચિવ રહેલા, એમનું માનવું છે કે જાતી, ધર્મ, ભાષા, લોભ, લાલચ, ભય કે પક્ષપાત વગર વોટ પડશે ત્યારે સાચા અર્થમાં લોકતંત્ર મજબૂત થયેલું કહેવાય...
હું અનિલકુમાર મુન્દ્રા -એડવોકેટ છું, અમારી લોગ પાર્ટી એ ઈમાનદાર રાજનીતિ ની એક પહેલ શરૂ કરી છે અને તમને પણ અમારી પાર્ટી સાથે જોડાવવા આમંત્રણ આપુ છું...તેનાં માટે - 05 - સાબરકાંઠા લોકસભા નો હું અનિલકુમાર મુન્દ્રા, લોગ પાર્ટી નો ઉમેદવાર છું, અમારે જાતી, ધર્મ, ભાષા ને નામે વોટ નથી લેવો, કોઈપણ પ્રકારની લોભ કે લાલચ તમને નહિ બતાવું, ભય કે પક્ષપાત વગર અમને વોટ આપો..હું દેશની દિશા અને દશા બદલવાનું વચન આપું છું.. આભાર..
તમારો કિમતી વોટ મને આપી અપાવીને વિજયી બનાવો..
Log Party Gujarat
लोग पार्टी, ईमानदार राजनीति की अनूठी पहल.आओ हम मिलकर बदलाव लायें । एक समृद्ध व बेहतर भारत बनायें.
પ્રિય મતદારો.... હું તમને મુખ્ય મુદ્દાની વાત કરીશ, જે આપણા જીવનને સીધા સ્પર્શે છે, શિક્ષણ, રોજગાર અને આરોગ્ય આ ત્રણ મુદ્દા એવા છે કે કમાતાં રહો અને ચૂકવતા રહો અને છેલ્લે બચે છે શૂન્ય...આવું કેમ બને છે...? પરદેશની સરકારો આના માટે શું કરે છે...?
1.
બાળક કેજીમાં બેસે ત્યારથી લઈને અભ્યાસ પૂરો કરે ત્યાં સુધી લાખો રૂપિયા ખર્ચ કરે છે, જેમાં ફીસ, ચોપડીઓ અને યુનિફોર્મ ના ખર્ચો ઘણો મોટો હોય છે... આપણા નેતાઓ એ હજુ સુધી ચોક્કસ સ્ટ્રેટેજી નથી બનાવી કે આ અભ્યાસ આપણી લાઈફમાં કેટલો ઉપયોગી બને છે.,?
2.
રોજગાર નો મતલબ એવો નથી કે દરેકને સરકારી નોકરી જ મળે.. હમણાં એક સર્વે આવ્યો કે ડિગ્રી લઈને બહાર આવતાં યુવકોમાં સ્કેલ ની કમી છે તો આનાં માટે જવાબદાર આપણી ભૂતકાળની સરકારો છે કે નહિ...?
3.
આરોગ્ય એ સૌથી મહત્વનો મુદ્દો છે છતાં પણ આપણે ત્યાં ઈલાજ અતિશય મોંઘો છે, જયારે વિદેશમાંથી ઘણા દેશોમાં ફ્રી માં છે તો શું આપણે ના કરી શકીએ...?
હવે આપણે શું કરવું જોઈએ...?
અમારી લોગ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયશંકર પાંડે સાહેબ IAS હતા, અને ભારત સરકાર મા સચિવ રહેલા, એમનું માનવું છે કે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય ના ક્ષેત્રે જે નથી થઈ શક્યું એ હવે કરવું જોઈએ, આમાં ક્રાંતિકારી ફેરફારો ની જરૂર છે...
હું અનિલકુમાર મુન્દ્રા -એડવોકેટ છું, અમારી લોગ પાર્ટી એ અને તમને પણ અમારી પાર્ટી સાથે જોડાવવા આમંત્રણ આપુ છું.. તેમજ શિક્ષણ, રોજગાર અને આરોગ્ય ના ક્ષેત્રે ઘણું બધું કામ કરવા માંગું છું તેનાં મારી પાસે રોડમેપ છે તો તેનાં માટે - 05 - સાબરકાંઠા લોકસભા નો હું અનિલકુમાર મુન્દ્રા, લોગ પાર્ટી નો ઉમેદવાર છું, મારું નિશાન બોક્ષ છે..તમારો કિમતી વોટ મને આપી અપાવીને વિજયી બનાવો..
આવો સૌ સાથે મળીને આપણે ઈમાનદાર રાજનીતિ શરૂ કરીએ..
પ્રિય મતદારો... દરેક ઈલેક્શન સમયે મોટા ભાગના નેતાઓ ને મોંએ સાંભળવા મળે છે મળે છે અને મળે જ છે એ છે બેઈમાની, ભષ્ટ્રાચાર, અને લાંચ પણ આઝાદી નાં આટલા વર્ષો પછી પણ શું આ મુદ્દાઓ નું સમાધાન થયું છે...?
1.
ભારતનાં દરેકે દરેક નાગરિકે જોયું હશે કે જેની પાસે પાશેર મીઠું ખરીદવાનાં પૈસા ના હોય તે એકવાર ઈલેક્શન જીત્યા પછી કરોડો ની માલ - મિલ્કત ને કરોડની પ્રોપર્ટી કયાંથી આવી જાય છે...? આ બેઈમાની નથી તો શું છે...?
2.
ભષ્ટ્રાચાર શરૂઆત થી જ ઈલેક્શન નો મુદ્દો છે, કરોડો રૂપિયા મોટા ઓફિસરો અને નેતાઓ પાસેથી પકડાય છે, છતાં પણ આજે ભષ્ટ્રાચાર એટલો ને એટલો જ છે...
3.
લાંચ - રૂશ્વત પટાવાળા થી પ્રધાન સુધી બધે જ લાંચ ચાલે છે, તો આનો અંત કયારે આવશે...?
હવે આપણે શું કરવું જોઈએ...?
અમારી લોગ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયશંકર પાંડે સાહેબ IAS હતા, અને ભારત સરકાર મા સચિવ રહેલા, એમનું માનવું છે કે બેઈમાની, ભષ્ટ્રાચાર, અને લાંચ માંથી જયારે આપણો દેશ બહાર આવશે ત્યારે જ આપણો દેશ સાચા અર્થમાં આગળ વધશે...! એટલે જ અમારો મંત્ર છે, આવો સૌ સાથે મળીને આપણે ઈમાનદાર રાજનીતિ શરૂ કરીએ..
હું અનિલકુમાર મુન્દ્રા -એડવોકેટ છું, અમારી લોગ પાર્ટી તમને પણ અમારી પાર્ટી સાથે જોડાવવા આમંત્રણ આપીએ છીએ.. આવો સૌ સાથે મળીને બેઈમાની, ભષ્ટ્રાચાર, અને લાંચ ની ચુંગાલમાંથી દેશને બચાવીએ...તો તેનાં માટે - 05 - સાબરકાંઠા લોકસભા નો હું અનિલકુમાર મુન્દ્રા, લોગ પાર્ટી નો ઉમેદવાર છું, નંબર - ૪ - મારું નિશાન બોક્ષ છે..તમારો કિમતી વોટ મને આપી અપાવીને વિજયી બનાવો..
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ahmedabad
