New Ranip Pustak Parab

New Ranip Pustak Parab

Share

વિનામૂલ્યે સાહિત્યના પુસ્તકો મેળવો
દર મહિનાના પહેલા રવિવારે
સવારે 7:30 થી 10

વિનામૂલ્યે મેળવો શિષ્ટ સાહિત્યના પુસ્તકો
દર મહિનાના પહેલા રવિવારે
સવારે 7ઃ30 થી 10ઃ00
શાંતિ જુનિયર્સ પ્રિ-સ્કૂલની બહાર,
ગણેશકુંજ સોસાયટી,
આનંદ પાર્ટી પ્લોટ રોડ,
ન્યૂ રાણીપ,
અમદાવાદ 382470

21/02/2024

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની શુભેચ્છાઓ!

હવે થોડોક ઊભરો!

- અંગ્રેજી કે અન્ય ભાષાની લીટી નાની કરવાથી ગુજરાતીનો ઉદ્ધાર નહીં થાય. એ ભાષાઓ પણ ઘણા લોકોની માતૃભાષા છે જ અને 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' નિમિત્તે તમામ લોકોની માતૃભાષાનું સન્માન થવું જોઈએ. મારી મા સન્માનનીય અને તારી નહીં, એવું કોઈ મૂર્ખ જ કહી શકે. આપણે બધાની માનું સન્માન કરવાનું છે!

- 'ગુજરાતી દરવાજો છે અને અંગ્રેજી બારી છે' જેવી વાતો મિથ્યાભિમાન છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની ચલણી નોટો પર પંદર ભાષા છાપવી પડે છે એટલે બધાને જોડતી એક સામાન્ય ભાષા હોવી જરૂરી જ નહીં, અનિવાર્ય છે. ઉપરાંત, આ 'ડિજિટલ' અને 'ટેક-સાવી' યુગમાં જ્યારે સમગ્ર વિશ્વ એક 'ગ્લોબલ વિલેજ' બની ગયું છે, ત્યારે સમગ્ર વિશ્વને જોડતી ભાષા તરીકે અંગ્રજીને સ્વીકારવી જ રહી. કૂકડો બોલે તો જ સૂર્ય ઉદિત થાય એવું નથી હોતું, એ વિરોધીઓએ ખાસ યાદ રાખવું.

- ગુજરાતી બોલીને તો આ પેઢીમાં જરા પણ વાંધો આવવાનો નથી કારણ કે અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતી પરિવારના બાળકો ઘરે તો કડકડાટ ગુજરાતી બોલે જ છે. એવા બાળકોના માતા-પિતા અંગત રીતે સમય કાઢીને પોતાના બાળકોને ગુજરાતી વાંચતા અને લખતા શીખવે, તો જ ગુજરાતી ભાષાનો ઉદ્ધાર થશે. જોકે સરકાર શ્રીના ગુજરાતમાં ચાલતા તમામ બોર્ડમાં ગુજરાતી વિષયને ફરજિયાત કરવાના નિર્ણય પછી આ પરિસ્થિતીમાં ફેર પડ્યો છે ખરો અને ગુજરાતમાં વસતા બિનગુજરાતી પરિવારના બાળકો પણ પાયાનું ગુજરાતી તો શીખવા માંડ્યા જ છે, એ જોયું છે.

- હમણાં ગુજરાતી ગીત 'ગોતી લો...'એ આખા ભારતને કેવું ઘેલું લગાડ્યું હતું, એ જોયું ને! નવી પેઢીને અને સમગ્ર વિશ્વને સ્પર્શવા માટે આપણે પરંપરાગત બીબાઓની બહાર નીકળીને નવું, આધુનિકતાના સ્પર્શવાળું કંઇક આપવું પડશે. (જેમ પંજાબી ગીતોએ ત્રણેક દસક પહેલાં કર્યું હતું.) આપણે ગિજુભાઈ બધેકા અને જીવરામ જોષીથી જ સંતોષ માની લઈએ છીએ પરંતુ નવી પેઢીને એમની રુચિ અનુસાર બાળ/કિશોર સાહિત્ય પીરસવું પડશે. ગુજરાતીમાં કોઈ જે. કે. રોલિંગ પાકશે અને તે બાળકોને 'હેરી પોટર'ના પુસ્તકોની જેમ ગુજરાતીમાં વાંચવાનો ચસકો લગાડશે તો એ પેઢી પૂરતી ગુજરાતી ભાષા તરી જશે.

- અને માત્ર પુસ્તકોથી કામ નહીં ચાલે. આપણે સ્પેનિશ 'મની હાઇસ્ટ' અને કોરીયન 'સ્ક્વીડ ગેમ' માણી છે અને અંગ્રેજી કન્ટેન્ટ તો લગભગ દૈનિક ધોરણે માણતા રહીએ છીએ. નવી પેઢી તો એ બધા માટે ઘેલી છે. આપણે પણ એવી ગુજરાતી ફિલ્મો/સીરિયલો/વેબ સીરિઝો બનાવવી પડશે જે વિશ્વની તમામ ભાષામાં જોવા લાયક હોય. માત્ર ગુજરાતી હોવાના મિથ્યાભિમાનને પોરસાવીને તમે દર્શકોને કોઈ ફિલ્મ જોવા ખેંચીને નહીં લાવી શકો એ દરેક ગુજરાતી ફિલ્મ વખતે સાબિત થતો પ્રમેય છે.

- અંગ્રેજી (અને તમામ યુરોપીયન ભાષાઓ)ને સુધારણા માટે ટેક્નોલોજીનો સહારો મળી રહે છે એટલે એ ભાષાના પ્રિન્ટ મીડિયામાં જોડણી અને ગ્રામરની ભૂલો એકદમ ઓછી જોવા મળતી હોય છે. ગુજરાતી ભાષાને હજુ એવો સપોર્ટ મળ્યો નથી એટલે આપણને પ્રિન્ટ મીડિયામાં, હોર્ડિંગો અને દુકાનો પર, વાહનો પાછળ અને લગભગ બધે જ લેખિત ગુજરાતીમાં હારાકિરી કક્ષાનું આત્મઘાતી ગુજરાતી જોવા મળે છે. કોઈકે તો ગુજરાતી જોડણી અને વ્યાકરણ ચકાસતું સોફ્ટવેર બનાવવું પડશે અને લોકો સુધી પહોંચાડવું પણ પડશે. એક સમયે ગુજરાતીલેક્ષિકોન.કોમ થકી એ કામનો આરંભ થયો હતો, પણ પછી એ ક્યાં અટકી કે ભટકી ગયું એ ખ્યાલમાં નથી. અને એ ન થાય, ત્યાં સુધી સક્ષમ પ્રૂફરીડરોને પૂજનીય માનીને એમની ઠેર ઠેર સ્થાપના થવી જોઇએ.

- અને હા, મેઘાણીદાદા વર્ષોથી જે કહેતા હતા, તે લિપિ સુધારણાની દિશામાં પણ વિચારણા થવી જોઈએ કારણ કે તેનો ઘણો અવકાશ છે.

- બાકી એકની આલોચનાથી બીજાનો ઉદ્ધાર થતો નથી, એ પ્રાકૃતિક નિયમ છે. અન્ય ભાષાઓને વખોડવાથી ગુજરાતીનો ઉદ્ધાર નથી થવાનો એ તો નક્કી જ છે!

તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની 18/04/2023

Tamil Movie '96' - A silent, unexpressed, intense lovestory: A Must Watch for the 90s Generation | Chirag Thakkar Jay | તમિળ ફિલ્મ '96' એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી

તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પ....

‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક- 27/08/2022

'સાહિત્યત્વ' સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન | અભિન્ન | ચિરાગ ઠક્કર 'જય'

‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક- ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્ય...

અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર 16/06/2022

'અનુવાદઃ ભાષાની આનંદક્રીડા' વિષય પર રમણીક સોમેશ્વરનું ઉદાહરણોથી ભરપૂર વક્તવ્ય | ચિરાગ ઠક્કર 'જય' | અભિન્ન | Chirag Thakkar 'Jay' | Abhinn

અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર ‘અનુવાદઃ ભાષાની આનંદક્રીડા’ વિષય પર રમણીક સોમેશ્વરનું ઉદાહરણોથી ભરપૂર વક્તવ્ય | ચિરાગ ઠક્કર ‘જય’ | અભિન્ન | Chirag Thakkar ....

સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા 07/06/2022

સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો - દર્શના ધોળકિયા | ચિરાગ ઠક્કર ‘જય’ | અભિન્ન | Creative Translation Problems - Darshana Dholakia | Chirag Thakkar 'Jay' | Abhinna

સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા | ચિરાગ ઠક્કર ‘જય’ | અભિન્ન | Creative Translation Problems – Darshana Dholakia | Chirag Thakkar ‘Jay’ | Abhinna...

31/05/2022

Resuming soon!

બુકર પ્રાઇઝ 2022 – અનુવાદની શક્તિ અને અનિવાર્યતાનું પ્રતીક : ‘ગીતાંજલિ’થી ‘રેત સમાધિ’ સુધી વિસ્ત 28/05/2022

નોબલ પ્રાઈઝથી બુકર પ્રાઇઝ સુધી, 'ગીતાંજલિ'થી 'રેત સમાધિ' સુધી વિસ્તરેલી અને અવગણાયેલી અનુવાદકોની અસ્મિતા |અનુવાદની શક્તિ અને અનિવાર્યતાનું પ્રતીક બની રહેલું 2022નું બુકર પ્રાઇઝ | ચિરાગ ઠક્કર 'જય' | અભિન્ન

બુકર પ્રાઇઝ 2022 – અનુવાદની શક્તિ અને અનિવાર્યતાનું પ્રતીક : ‘ગીતાંજલિ’થી ‘રેત સમાધિ’ સુધી વિસ્ત નોબલ પ્રાઈઝથી બુકર પ્રાઇઝ સુધી, ‘ગીતાંજલિ’થી ‘રેત સમાધિ’ સુધી વિસ્તરેલી અને અવગણાયેલી અનુવાદકોની અસ્મિતા |અનુવ.....

નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’? 23/05/2021

(કોરોનાકાળમાં સરકારની કામગીરી અને વ્યવસ્થાપન વિષે કશું જ કહેવા જેવું નથી. એને આપણે બધાએ સામૂહિકપણે વખોડવા જ રહ્યા અને હવે પછીની ચૂંટણીમાં આપણે યથામતિ આ કામનો હિસાબ પણ માંગીશું અને સરકાર પણ બદલીશું. એટલે આ વાતને સરકારનો પક્ષ લેવાના કે વિરોધ કરવાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ સરકાર ચૂંટનારાના નાગરિકોના દ્રષ્ટિકોણથી વાંચવી.) જ્યારે રાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ જે કરે કે કહે એ નિયમ અને પ્રજાએ તેમનું કહ્યું કરવું પડતું....

નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’? લોકશાહીમાં કોણ વધારે જવાબદાર છેઃ નાગરિક કે પ્રશાસન? | ચિરાગ ઠક્કર ‘જય’ | અભિન્ન…

મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો 16/05/2021

વર્તમાનપત્રો કે સોશિયલ મીડિયામાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિની તસવીરો મૂકતા પહેલા ચેતી જવા જેવો કિસ્સો | ચિરાગ ઠક્કર 'જય'




#રાગચિરાગ

મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો વર્તમાનપત્રો કે સોશિયલ મીડિયામાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિની તસવીરો મૂકતા પહેલા ચેતી જવા જેવો ....

ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા 09/05/2021

ધ્રુવ ભટ્ટની ગુજરાતી નવલકથા 'કર્ણલોક' કઈ રીતે આ મર્ત્યલોક કર્ણલોક હોવાનું સૂચવી જાય છે? | ચિરાગ ઠક્કર 'જય' | અભિન્ન







#રાગચિરાગ

ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા ધ્રુવ ભટ્ટની ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ કઈ રીતે આ મર્ત્યલોક કર્ણલોક હોવાનું સૂચવી જાય છે? | ચિરાગ ઠક્કર ‘જય’ | અભિન્.....

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ 25/04/2021

'ઓપિનિયન' સામાયિકની રજત જયંતિના ઉજવણી પ્રસંગે | ચિરાગ ઠક્કર 'જય' | અભિન્ન







#રાગચિરાગ #ઓપિનિયન #સામાયિક #રજતજયંતી #૨૫વર્ષ

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ ‘ઓપિનિયન’ સામાયિકની રજત જયંતિના ઉજવણી પ્રસંગે | ચિરાગ ઠક્કર ‘જય’ | અભિન્ન…

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Ganesh Kunj Society, Aanand Party Plot Road, New Ranip
Ahmedabad
382470

Opening Hours

7:30am - 10am