03/06/2026
સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક શ્રી શિવપ્રકાશજી તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રદેશ આયોજન બેઠક' યોજાઈ.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય અને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
03/06/2026
2014માં માત્ર 2.8 ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતા ધરાવતો આપણો દેશ આજે 2026માં 155 ગીગાવોટ પર પહોંચી ગયો છે!
આ ઐતિહાસિક પ્રગતિ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વનું પ્રમાણ છે.
02/06/2026
માંજલપુર (વડોદરા)ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે અને પરિવારજનો તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ... 🙏
02/06/2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત “સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન”ના શુભારંભ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રી Rushikesh Patel જી, મેયર શ્રી હિતેશભાઈ બારોટ, તેમજ અન્ય આગેવાનો સાથે ઉપસ્થિત રહી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.
આ અવસરે રાજ્ય સરકારના મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.