07/05/2024
District_Election_Office_Dang
Official Account of DEO Dang, Conducting Election Of Gujarat Assembly Under The Control Of CEO Of Gujarat & ECI.
07/05/2024
07/05/2024
Polls & Pixels
Proud Family Voting
"મતદાન કા પર્વ દેશ કા ગર્વ "
06/05/2024
૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર વિભાગમા રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરથી ચૂંટણી સામગ્રી લઇ ચૂંટણી સ્ટાફ બુથ ઉપર જવા રવાના
દુનિયાની સૌથી મોટી લોકશાહીના જતન, સર્વધનમાં પોતાના પ્રસ્વેદનું સિંચન કરતા, લોકશાહીના ઘડવૈયા એવા સરકારી કર્મચારીઓ, લોકશાહીના મહા તહેવાર માટે, દેશના અવસરને દીપાવવા માટે નીકળી ચૂક્યા છે.
૨૬ વલસાડ (S.T) સંસદિય મતવિસ્તારમાં સમાવિસ્ટ, ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળના ચૂંટણી તંત્ર દ્વારા, જિલ્લાના ૩૨૯ જેટલા મતદાન મથકો ઉપર ૩૬૩ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૩૬૩ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો, ૧૧૭ પોલિંગ ઓફિસરો, ૬૨૯ જેટલા પોલિંગ ઓફિસરો, અને ૩૬૩ સેવકો મળી કુલ ૧૮૩૫ જેટલા કર્મચારીઓને, ચૂંટણી કામે રવાના કરી દેવામાં આવેલ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલની નિગરાની હેઠળ, આ પોલિંગ પાર્ટી ઉપરાંત ૭૦ જેટલા ઝોનલ/સેક્ટર ઓફિસરો, ૨૫ નોડલ ઓફિસરો સહિત ૪૦૯ જેટલા ચુનંદા પોલીસ અફસરો, ૪૩૪ હોમગાર્ડ્સ અને ૫૦૦ જેટલા જીઆરડી જવાનો, તથા પેરામિલ્ટ્રી ફ્રોર્સના જવાનોએ પણ પોતાની ભૂમિકા સુનિશ્ચિત કરી દીધી છે.
Chief Electoral Officer, Gujarat
ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી ડાંગની દીકરી એવી દોડવીર કુ.સરિતા ગાયકવાડે, લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં સ્વંય મતદાન કરી, સૌ મતદાતાઓને મતદાન માટેની અપીલ કરી છે.
‘ચુનાવ કા પર્વ- દેશ કા ગર્વ’ એમ કહેતા આ સર્વોપરીએ, પોતાની ફરજના સ્થળે PB વોટિંગ કરીને સૌને આગામી તા.૭ મી મેના રોજ, ગુજરાતમાં ઉજવાઈ રહેલા ‘દેશ કા મહાત્યોહાર’ માં સહભાગી થવાની અપીલ કરી છે.
Chief Electoral Officer, Gujarat Golden Girl Sarita Gayakwad.
05/05/2024
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪, જિલ્લો ડાંગ
-
ડાંગ જિલ્લાના ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓએ આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન :
-
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો :
-
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન ડાંગ જિલ્લામાં ચૂંટણી ફરજની વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી, કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળના આહવા ખાતે ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે છેલ્લા ચાર દિવસથી પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.
જેમાં ભાગ લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે , પોસ્ટલ બેલેટથી પોતાનો કિંમતી મત આપી, લોકશાહીની પ્રણાલી નિભાવી હતી.
જેમની સાથે મેન પાવર મેનેજમેન્ટના નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, આદર્શ આચાર સંહિતા માટેના નોડલ ઓફિસર અને D.R.D.A ડાયરેક્ટર શ્રી એસ.ડી.તબિયાર, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટ માટેના નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
Chief Electoral Officer, Gujarat
05/05/2024
'ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ' જિલ્લો ડાંગ
-
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે 'રન ફોર વોટ' કાર્યક્રમ યોજાયો :
-
જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલે 'રન ફોર વોટ' ને લીંલીં ઝંડી આપી :
-
સ્વાસ્થ્યની તંદુરસ્તી અને મજબૂત લોકતંત્ર માટે અવશ્ય મતદાનના સંદેશ સાથે દોડનું આયોજન કરાયું :
-
લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.
તારીખ ૭ મે ના રોજ મંગળવારે મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે, ઈન્ટેન્સીવ કેમ્પેઈન હેઠળ ડાંગ જિલ્લામાં સંપુર્ણ મતદાન થાય તે માટે તારીખ ૫ મે ના રોજ, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને, સ્વાસ્થ્યની તંદુરસ્તી અને મજબૂત લોકતંત્ર માટે અવશ્ય મતદાનના સંદેશ સાથે 'રન ફોર વોટ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી મહેશ પટેલની સાથે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટ માટેના નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના અધિકારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે થી 'રન ફોર વોટ' દોડને લીંલીં ઝંડી આપી હતી.
જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થયેલ 'રન ફોર વોટ' દોડ જે ફુવારા સર્કલ પાસે પુર્ણ કરવામાં આવી હતી. આ દોડમાં જિલ્લા કલેક્ટર કચેરીનો સ્ટાફ, શિક્ષકો, વનકર્મીઓ તેમજ પોલીસકર્મીઓ સહિત ૨૦૦ થી વધુ અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃતિઓ કરીને, નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪માં વધુ મતદાન થાય તે હેતુસર જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન અંતિમ તબક્કામાં વેગવતું બન્યું છે.
Chief Electoral Officer, Gujarat
04/05/2024
Are you ready to vote? 🙌✨
⏱️ 3 days to go
🗓️ Phase 3 : 7 May, 2024
For more information related to the General Elections 2024, Kindly visit our website : https://elections24.eci.gov.in/"
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
AHWA
Ahwa
394710
