29/03/2025
“હું તો અવશ્ય જઈશ”
તમે પણ આવો છો ને…????
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય 🪷કમલમ્🪷નાં શુભ ખાતમુહૂર્ત અવસરે આપ સૌને ભાવભર્યુ આમંત્રણ છે🙏
ભારતીય જનતા પાર્ટી ડાંગ
29/03/2025
“હું તો અવશ્ય જઈશ”
તમે પણ આવો છો ને…????
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય 🪷કમલમ્🪷નાં શુભ ખાતમુહૂર્ત અવસરે આપ સૌને ભાવભર્યુ આમંત્રણ છે🙏
06/03/2025
BJP Dang Jilla ના બીજી ટર્મ માટે #અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી Kishorbhai Ganvit જી ને ખુબ ખુબ #અભિનંદન સહ #શુભકામના
BJP Gujarat
C R Paatil
05/01/2025
BJP Calendar for the Inspiring Year of 2025
05/01/2025
07/12/2024
ખેલ મહાકુંભ 3.0
રમશે ગુજરાત... જીતશે ગુજરાત...
રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2024 સુધી...
🇮🇳 🤝🏻 🇵🇱
પોલેન્ડના ફેડરલ ચેન્સેલરી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું.
07/08/2024
🇮🇳 “હર ઘર તિરંગા” તેમજ “વિભાજન વિભિષીકા સ્મૃતિ દિવસ” કાર્યક્રમના આગોતરા આયોજનના ભાગરુપે આજરોજ ડાંગ ભાજપા ની બેઠક આહવા ખાતે યોજવામાં આવી.
26/07/2024
26/07/2024
🪷 આદિજાતી મોરચો, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ ની તા. ૨૪-૨૫ જુલાઈ-૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લાના ગીરિમથક સાપુતારા ખાતે યોજાનારી “ પ્રદેશ કારોબારી બેઠક “ ની આગોતરા આયોજનના ભાગરુપે આજરોજ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મા. શ્રી અર્જુનભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સાપુતારા ખાતે પ્રદેશ મોરચાના પદાધિકારીશ્રીઓ, ડાંગ-ભાજપના હોદ્દેદારશ્રીઓ તથા વિવિધ જવાબદારી સંભાળનાર મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક - સ્થળ નિરીક્ષણ કરી આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
26/07/2024
👉 ગુજરાત સરકારશ્રીની “જાહેર સાહસ “કમિટીની ડાંગ જિલ્લાની મુલાકાત દરમ્યાન વઘઈ તાલુકાના ભેંસકાતરી ખાતે ફોરેસ્ટ સરકીટ હાઉસમાં સ્વાગત 👉 “કારગીલ વિજય દિવસ” સંદર્ભે ગિરીમથક સાપુતારા સ્થિત ઋુતુભંરા વિશ્વ વિધાલય મુકામે સ્વાતંત્ર સેનાની,”ડાંગની દીદી”ના હુલામણા નામથી ઓળખાતા આદિવાસી કન્યાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરનાર ‘પદમ્ વિભૂષણ’ પૂર્ણિમાબેન પકવાસા ને પુષ્પાજંલિ કાર્યક્રમ તથા 👉 ડાંગ,ભાજપ યુવા મોરચા, દ્વારા યોજિત તિરંગા યાત્રા માં હાજરી,તેમજ
🪷 આદિજાતી મોરચો, ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ ની તા. ૨૪-૨૫ જુલાઈ-૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા ખાતે યોજાયેલ “ પ્રદેશ કારોબારી બેઠક આજરોજ આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મા. શ્રી અર્જુનભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સાપુતારા ખાતે મળી હતી.
આગેવાનો દ્વારા આદિવાસીઓમાં સિકલ સેલ એનિમિયાના રોગ અંગેની જાગૃતિ, કેન્દ્ર/ રાજય સરકારની યોજનાઓ/ સિધ્ધિઓ, આદિવાસી સમાજનો સાંસ્કૃતિક વારસો- સંવર્ધન, સંગઠનાત્મક/ ચૂંટણીલક્ષી ચર્ચા ,આદિવાસી સમાજના પડકારો-સાંપ્રત પરિસ્થિતિ જેવા વિષયો પર વિસ્તૃત છણાવત કરી હતી.
બેઠકમાં આદિજાતિ મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ મા.શ્રી સમીર ઓરાવજી( ઝારખંડ),પ્રદેશ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ ચૌધરી,મંત્રીશ્રી કુંવરજી હળપતિ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી,વિજયભાઈ પટેલ,સાંસદશ્રી પરભુભાઈ વસાવા, સુમુલ ડેરી ના ચેરમેન મા.શ્રી માનસિંગભાઈ પટેલ ,પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્ય સર્વશ્રી ,ગણપતભાઈ વસાવા, નિમિષાબેન સુથાર,નરેશભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ અને મોરચાના પ્રભારી શ્રી જનકભાઈ બગદાણા, ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ,ડાંગ જિ.પં. અધ્યક્ષા શ્રીમતિ નિર્મળબેન ગાઈન,પ્રદેશ મોરચાના હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તથા ડાંગ જિલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ,યુવા મોરચાના સૌ આગેવાન કાર્યકર્તાઓ,અપેક્ષિત ૩૦૦ જેટલા આગેવાનો ( ડેલીગેટ) ના સથવારે ઉપસ્થિત રહેવાની તક સાંપડી.
09/07/2024
🪷ગુજરાત પ્રદેશની બૃહદ કારોબારી બેઠક તા.૪-૫,જુલાઈ ૨૦૨૪ નારોજ સાળંગપુર BAPS સ્વામિનારાયણ
મંદિર ખાતે યોજવામાં આવી હતી.
🪷કારોબારી બેઠક માં પ્રદેશ અધ્યક્ષ, પેજ સમિતિના પ્રણેતા તેમજ કેન્દ્રીયમંત્રી મા.શ્રી સી.આર. પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીયમંત્રીશ્રી પીયુષ ગોયલજી, રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કુશળ સંગઠક,પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી ની પ્રેરક ઉપસ્થિતિમાં મળી હતી.
🪷સૌ મહાનુભાવોએ પક્ષનું સબળ નેતૃત્વ, કાર્યપધ્ધતિ,કેન્દ્ર અને રાજય સરકારશ્રી ની પ્રજાભિમુખ,વિકાસલક્ષી યોજનાઓ, ચૂંટણીમાં કાર્યકર્તાનું યોગદાન, સક્રીયતા,પરિણામલક્ષી કાર્યની ઝંખના,સંગઠનાત્મક સંરચના તેમજ લોકસભામાં ગરિમાપૂર્ણ સંસદગૃહમાં પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્ર મોદી, ભાજપા, હિન્દુત્વ, ગુજરાતની ચૂંટણી અંગે બિનપાયાદાર, વાહિયાત, હાંસીને પાત્ર, “બાળબુધ્ધિ”ની માનસિકતા ધરાવતા નેતાની ઝાટકણી કાઢી કાર્યકર્તાઓનો હોંસલો વધારી, બળ પુરુ પાળી, પક્ષની અનેકવિધ વાતો કરવામાં આવી હતી. જે બેઠકમાં મને એક કાર્યકર્તા તરીકે ઉપસ્થિત રહેવાની અને માર્ગદર્શન પ્રાપ્ત કરવાની તક મળી હતી🙏
Dhaval Patel
BJP Dang
Bhupendra Patel
Vijaybhai Patel
MLA Mangalbhai Gavit
Bhupendrasinh Chudasama
29/06/2024
🪷 ગુજરાતના મૃદુ, મક્કમ અને વિકાસની વણથંભી યાત્રાને વેગ આપનાર મા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં તેમજ ગુજરાત સરકારશ્રીના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી મા. વિજયભાઈ પટેલ, જિ.પં પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, વહિવટી અધિકારીશ્રીઓ, જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો, સારસ્વત મિત્રો, ગ્રામજનો ની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નો રાજયવ્યાપી પ્રારંભ આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાના બીલીઆંબા ગામ ખાતેથી ૧૨૭ બાળકોનું શાળા નામાંકન દ્વારા કરવામાં આવ્યો.
🪷જે શુભ અવસરે મને ઉપસ્થિત રહેવાની તેમજ નિવૃત શિક્ષક તરીકે જુના સંસ્મરણોને વાગોળવાની તક મળી.
🪷મા. મુખ્યમંત્રીશ્રીએ પણ એક વાલી તરીકે, લાગણીસભર ભાવ સાથે, આદિવાસી વિધાર્થીઓ સાથે ઓતપ્રોત થઈ નવા પ્રવેશાર્થીઓને શાળાપ્રવેશ ની સાથો- સાથ તેઓની સાથે વિચાર ગોષ્ઠી, રમૂજ કરી, ઝીણવટભરી માહિતી જાણવાનો પ્રયાસ કર્યો,અને સૌ વિધાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા પાઠવી એટલું જ નહીં વાલીઓ સાથે સંવાદ કરી તેઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો, પર્યાવરણના જતન- સંવર્ધન માટે શીખ આપી વૃક્ષારોપણ નું મહત્વ સમજાવ્યું અને વૃક્ષ રોપી સૌને પ્રેરણા આપી.
🪷શિક્ષણના વિકાસમાં કયારે કશું ખૂટે નહીં એ દ્રઢ સંકલ્પ સાથે ડાંગના સર્વાગી વિકાસની ખાત્રી આપી.
🪷સબિર તાલુકા માં સૌ પ્રથમવાર મા. મુખ્યમંત્રીશ્રીના આગમન ને સૌએ ગૌરવભેર આવકાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.
Vijaybhai Patel
MLA Mangalbhai Gavit
Bhupendra Patel
PAul Gamit
BJP Dang