20/10/2021
GKTS FAMILY THARAD
સેવા પરમો ધર્મ :
20/10/2021
GKTS FAMILY THARAD
26/09/2021
ગુજરાતમાં 3 વર્ષમાં 629 કરોડના સાઈબર ફ્રોડ
21/09/2021
Must Share...
Entry અલ્પેશજી ઠાકોર સાહેબ : દર્શન યાત્રા અંબાજી
19/09/2021
લોટરી ના નામે થતી છેતરપિંડી થી થઈ જાઓ સાવધાન...
18/09/2021
ઓનલાઇન સાઈટ પરથી સસ્તી ગાડી / ચીજ વસ્તુઓ ખરીદતા પહેલાં એલર્ટ રહેજો,
આપ સાઈબર ક્રાઈમ નો ભોગ બની શકો છો.
સાયબર ક્રાઇમ લગત "ફાઇનાન્શિયલ ફ્રોડ (નાણાંકીય છેતરપિંડી)" ના બનાવો માટે તાત્કાલિક જાણ કરી દેવી.
(૧) પોલીસ કંટ્રોલ રૂમ, પાલનપુર ટે.નં.૦૨૭૪૨ ૨૫૨૬૦૦ અથવા ૧૦૦
(ર) સાયબર ક્રાઇમ સેલ, ગુજરાત ટોલ ફ્રી નં. ૧૫૫૨૬૦
ઉપર જણાવેલ નંબરો ઉપર તાત્કાલિક જાણ કરીને કમ્પ્લેઇન કરી દેવા જણાવવામાં આવે છે.
સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાલનપુર તરફથી જનહિતમાં જારી...
ઓનલાઇન ડેટા એન્ટ્રી ના નામે થતી છેતરપિંડી
11/09/2021
100 વિદ્યાર્થીઓના એક હોસ્ટેલના કેન્ટીનમાં રોજરોજ દાળભાતનુ ખાઈ ખાઈ ને કંટાળેલા 80 વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગૃહપતિને ફરીયાદ કરી કે અમારે રોજરોજ દાળભાત જ ખાવાના ? કાંઈક નવું તો આપો.
આ 100 લોકોમાથી 20 લોકો એવા હતા જેને દાળભાત બહું જ ભાવે. એ લોકો એમ ઈચ્છતા હતા કે દાળભાત તો રોજ જોઈએ. જ્યારે બાકીના 80 લોકો અલગ શાકની માંગણી કરી રહ્યા હતા.
ગૃહપતિ એ વિચારીને નકકી કર્યુ કે આપણે વોટીંગ કરીએ. જે સબ્જી ને સહુથી વધારે વોટ મળે તે આપણે બનાવડાવીશુ.
ચુંટણી થઈ....
જેમને દાળભાત પસંદ હતાં એ 20 લોકોએ દાળભાત માટે મત આપ્યો.
બાકીના 80 લોકોએ અંદરો અંદર કોઈ વાતચિત ના કરી અને પોતપોતાની પસંદ, ટેસ્ટ અને વિવેક પ્રમાણે મત આપ્યો.
હવે આમાં થી
14 લોકોએ રીંગણ ને મત આપ્યો.
16 લોકોએ બટાકા ડુંગળી ને મત આપ્યો.
18 લોકોએ કોબી ફલાવર ને પસંદ કરી મત આપ્યો.
12 લોકોએ સરગવાને મત આપ્યો.
10 લોકોએ મીક્ષ સબ્જી પુરી ને મત આપ્યો.
10 લોકોએ વળી પોતાની રીતે અલગ અલગ સબ્જી ને મત આપ્યો.
હવે વિચારો...
શું થયું હશે...???
એ કેન્ટીનમાં આજે પણ એ 80 લોકો રોજે રોજ દાળભાત ખાઈ રહ્યા છે
મતલબ....
કાંઈ સમજમાં આવે છે...????
જયાં સુધી 80% લોકો અંદરો અંદર જાત પાત, પંથ, પ્રદેશ, અને વિચારધારા ના લીધે બે ભાગમાં વહેંચાતા રહેશે ત્યાં સુધી 20% લોકો તમારા ઉપર રાજ કરતા રહેશે.
લેખક: અજ્ઞાત
02/09/2021
જ્યારે ટાઈટેનીક ડૂબ્યું ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં...
એકનું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું...
આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં...
બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય...
આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે અનુકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું'
અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ ૫૮ માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે... જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.
આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના ૭૦૫ મુસાફરોને બચાવ્યા...
સારાંશ : જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનિયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે...
આપણે બધા જીવનમાં 'કાર્પેથીઅન' બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહીં... જેથી આ દુનિયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને.
31/08/2021
જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે,
સાક્ષી ની જરુર નથી પડતી.!!
29/08/2021
ઘરઘાટી ની નોંધણી :
ચિંતા મુક્ત વાતાવરણમાં કામની સરળતા તથા ઘરની સુરક્ષામાં વધારો...
App Link HERE -: https://play.google.com/store/apps/details?id=com.tcs.digigov.mobility.dhs.citizen.gj