Info Junagadh GoG

Website

Info Junagadh GoG page of District Information Office, Junagadh, Government of Gujarat

07/10/2026

પ્રવાસીઓ- સહેલાણીઓ માટે મહત્ત્વનો નિર્ણય...

રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક આગામી તા. 9 ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લા મૂકાશે...

07/10/2026
07/10/2026
07/10/2026

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ...

🔸 આજથી 25 વર્ષ પહેલા તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું; તેમના નેતૃત્વમાં માર્ગ નિર્માણ, વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને ઉદ્યોગ સુધીના ક્ષેત્રોમાં વિકાસને એક સર્વગ્રાહી દિશા આપવામાં આવી, જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિના પંચામૃત દર્શન પર આધારિત તેમનું શાસનનું નવું મોડેલ ગુજરાતના વિકાસનો આધાર બની ગયું...

🔸 વર્ષ 2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો, ગુજરાતમાં શરૂ થયેલી જનકેન્દ્રિત પહેલોનો પ્રભાવ રાષ્ટ્રીય યોજનાઓમાં પણ જોવા મળ્યો; સેવા, સુશાસન, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણની સતત સાધના સાથે માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભરતાની દિશામાં કરી રહ્યો છે આગેકૂચ...

🔸 ગુજરાતમાં શરૂ થયેલી વિકાસની ગતિને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે ગુજરાત માત્ર વિકાસનું ભાગીદાર ન રહે, પરંતુ ભારતની વ્યાપક વિકાસગાથાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહે...

07/10/2026

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: હાઈકોર્ટના ચુકાદાઓ માટે નવી ટાઇમ-બાઉન્ડ SOP જાહેર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન અંગે વહીવટી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું ભરતા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે Standard Operating Procedure (SOP) નક્કી કરી છે, જેના હેઠળ અદાલતનો નિર્ણય મળ્યા બાદ વિભાગોએ નિયત પ્રક્રિયા અને સમયમર્યાદા મુજબ કાર્યવાહી કરવાની રહેશે...

🔶 ન્યાયિક વિલંબ અને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની સ્થિતિ અટકાવવા કડક માર્ગદર્શિકા

🔶 ચુકાદો સ્વીકારવો કે અપીલ કરવી; સમયસર નિર્ણય લેવો અનિવાર્ય

🔶 દસ્તાવેજો માટે 'ઈ-સરકાર' સિસ્ટમનો ઉપયોગ અને વિલંબ કરનાર સામે જવાબદારી નક્કી

🔶 વિશેષ કિસ્સામાં કોર્ટ પાસે સમયવધારા માટે નિયત સમય મર્યાદામાં જ અરજી કરવાની રહેશે

Address

Sardar Bag Nr. Bahumali Bhavan, India
Junagadh

Alerts

Be the first to know and let us send you an email when Info Junagadh GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share