10/10/2026
એકતાનગરનો અવિસ્મરણીય અનુભવ આ વર્ષે પણ બનશે અત્યંત ખાસ!✨🪔
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ તેમજ દીપોત્સવીના પાવન અવસરે વૈશ્વિક પ્રવાસન ધામ એકતાનગર રોશનીના અજવાળે ઝળહળી ઊઠશે; ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે ત્રણ મહિના સુધી એટલે કે 17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી, 2027 સુધી ‘એકતા પ્રકાશ પર્વ’ની ભવ્ય ઉજવણી કરાશે...
સાત કિલોમીટરના માર્ગ પર આકર્ષક લાઈટિંગ અને સરદાર સરોવર ડેમનો ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો બનશે વિશેષ આકર્ષણ; એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રોશનીનો અનોખો નજારો, થીમ આધારિત લાઈટિંગથી સર્જાશે ઉત્સવમય માહોલ...