10/06/2026
એક કદમ સ્વચ્છતા કી ઓર... 🧹
‘સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત’ ના સંકલ્પ સાથે આજે ભાજપ સુરત પૂર્વ વિધાનસભા ધ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અંતર્ગત દયાળજી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની ગરિમાપૂર્ણ સફાઈ તથા આસપાસના મુખ્ય માર્ગો અને રોડ-રસ્તાઓની સફાઈ કરી શ્રમદાન કર્યું.
આ પ્રસંગે શહેર મહામંત્રી શ્રી viralb ગિલિટવાળા, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા. શ્રમદાન બાદ, સૌ સાથીઓ સાથે ગરમાગરમ ‘ચાય પે ચર્ચા’ ની સંગાથે સંગઠનલક્ષી વાતો અને સુખદ સંવાદની પળો માણી.
04/06/2026
ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૩ ના નગરસેવકો અને કાર્યકર્તાઓએ મળી મહાનગરપાલિકા ના સ્વચ્છતા પખવાડિયા અભિયાન માં સહભાગી બની શ્રમદાન કર્યું અને બધા ને વર્ષ માં એક વાર આ સામુહિક અભિયાન માં મહાનગરપાલિકા સાથે જોડાવા આગ્રહ કર્યો.
28/04/2026
“સુરતની જનતાનો મિજાજ સ્પષ્ટ છે - ફરી એકવાર વિકાસની જીત!
સુરત મહાનગરપાલિકા ચૂંટણી-૨૦૨૬ માં વોર્ડ નં. ૧૩ - (વાડી ફળીયા - નવાપુરા - બેગમપુરા - સલાબતપુરા) ના ભાજપના વિજેતા ઉમેદવારશ્રીઓને ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આપના માધ્યમથી વોર્ડમાં વિકાસની ગતિ વધુ તેજ બને તેવી અપેક્ષા અને શુભેચ્છાઓ.
ીલ્યું_વિકાસ_જીત્યું
23/04/2026
ગત રોજ સૌ પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટીના ઉમ્મેદવારો ની મતદારો સુધી પહોંચવાની એક અનોખી પહેલ એટલે કે રાત્રી સભા યોજવા માં આવી જેમાં પૂર્વ અને લોક લાડીલા સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, સુરત શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજિયાવાલા અને મોટી સંખ્યા માં મતદારો હાજર રહ્યા.
ી_બાર_120
ીલશે_વિકાસ_જીતશે