Bhupendra Patel Fan

  • Home
  • Bhupendra Patel Fan

Bhupendra Patel Fan જય જય ગરવી ગુજરાત

માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ પર ભાવાંજલિ. હૃદયમાં ક્રા...
27/02/2026

માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ પર ભાવાંજલિ.

હૃદયમાં ક્રાંતિની અગન જ્વાળા પ્રગટાવીને "આઝાદ હી રહે હૈં, આઝાદ હી રહેંગે" ના મક્કમ નિર્ધાર સાથે અંગ્રેજ હકૂમત સામે લડનાર આઝાદજીનું જીવન શૌર્ય અને બલિદાનની અમર ગાથા છે.

ભારતમાતા પ્રત્યે સમર્પિત તેમનું જીવન આપણને સૌને દેશહિત માટે જીવી જવાની પ્રેરણા આપતું રહેશે.

આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ જ ઉદ્દેશ્ય સાથે નર્મદા જિલ્લામાં રે...
24/02/2026

આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ જ ઉદ્દેશ્ય સાથે નર્મદા જિલ્લામાં રેંગણ-રામપુરા ઘાટ અને શહેરાવ-તિલકવાડા ઘાટને જોડતા બે બ્રિજના નિર્માણ માટે રૂ. 302.40 કરોડના કામોને મંજૂરી આપી છે.

આના લીધે 11 ગામોના 18,000 થી વધુ નાગરિકો અને વિદ્યાર્થીઓને જિલ્લા-તાલુકા મથશે પહોંચવામાં સુગમતા થશે. સાથે જ, આ બ્રિજના લીધે ઉત્તરવાહિની પરિક્રમાનો ફેરાવો અંદાજે 17 કિલોમીટર જેટલો ઘટશે. જેના લીધે લાખો પરિક્રમાવાસીઓને સમય અને ઈંધણની બચત થશે.

Delighted to welcome the high-level delegation led by Mayor Richard Parker of the West Midlands Combined Authority on th...
23/02/2026

Delighted to welcome the high-level delegation led by Mayor Richard Parker of the West Midlands Combined Authority on their first visit to Gujarat after the historic India–UK Trade Deal.

Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi, India has emerged as a trusted global partner, and Gujarat continues to lead as a global investment and innovation hub.

The delegation expressed strong interest in collaboration across higher education, green economy & EVs, AI, advanced manufacturing, skill development, and sports infrastructure, including support for the Commonwealth Games ecosystem.

A Gujarat–West Midlands Joint Working Group will be formed, with iNDEXTb as the nodal agency, to deepen coordination and accelerate partnerships.

Invited the delegation to participate in the upcoming Vibrant Gujarat Summit to further strengthen our shared vision for innovation-led growth and global collaboration.

ગુજરાત તેના "પોલિસી ડ્રીવન" ઔદ્યોગિક વિકાસના લીધે મૂડીરોકાણકારો માટે મોસ્ટ  ફેવર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. ર...
18/02/2026

ગુજરાત તેના "પોલિસી ડ્રીવન" ઔદ્યોગિક વિકાસના લીધે મૂડીરોકાણકારો માટે મોસ્ટ ફેવર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે.

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પણ ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન મળે તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે.

દેશની માલસામાન નિકાસમાં 26% થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્‍સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત પણ આ બજેટમાં કરવામાં આવી છે.


ેતૃત્વ_અવિરત_વિકાસ

વિકસિત ભારત - વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવામાં વિદ્યાર્થીઓની બહુ મોટી ભૂમિકા રહેવાની છે. વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રાપ્તિ...
18/02/2026

વિકસિત ભારત - વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવામાં વિદ્યાર્થીઓની બહુ મોટી ભૂમિકા રહેવાની છે.

વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રાપ્તિના શ્રેષ્ઠ અવસરો મળે તે દિશામાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

આ વર્ષના બજેટ અંતર્ગત, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ લાઈબ્રેરીમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

ેતૃત્વ_અવિરત_વિકાસ

PMJAY - MA યોજના ગુજરાતના નાગરિકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. જે હેઠળ, 2.72 કરોડથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ...
18/02/2026

PMJAY - MA યોજના ગુજરાતના નાગરિકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. જે હેઠળ, 2.72 કરોડથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે.

બજેટમાં આ યોજના હેઠળ રૂ. 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત, ગરીબ અને મધ્યમવર્ગના દંપતીઓ માટે IVF ની સારવારનો વ્યાપ વધે તે માટે સુરત, ભાવનગર અને જામનગર ખાતે પણ સુવિધા શરૂ કરવામાં આવશે.

સર્વે ભવન્તુ સુખિન: ની ભાવના રાજ્ય સરકારની દરેક આરોગ્યલક્ષી પહેલના મૂળમાં રહેલી છે.


ેતૃત્વ_અવિરત_વિકાસ

રાજ્યમાં નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્...
18/02/2026

રાજ્યમાં નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે.

જેનાથી પ્રેરિત થઈને, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નવી
“નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” વર્ષ 2026-27 ના બજેટમાં જાહેર કરવામાં આવી છે.

આ માટે ₹ 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દીકરીઓના કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણની દિશામાં આ યોજના પણ ખૂબ મહત્ત્વની સાબિત થશે.

ેતૃત્વ_અવિરત_વિકાસ

કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન ગુજરાતમાં થવાનું છે, જેના લીધે રાજ્યની વૈશ્વિક ઓળખ તો વધી જ છે, સાથે જ, રમતગમત, પ્રવાસન, ...
18/02/2026

કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન ગુજરાતમાં થવાનું છે, જેના લીધે રાજ્યની વૈશ્વિક ઓળખ તો વધી જ છે, સાથે જ, રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સર્વિસ સેક્ટરમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાવાની છે.

કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે.

જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે.

આ માટે બજેટમાં કુલ ₹ 1278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.



ેતૃત્વ_અવિરત_વિકાસ

ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટનું કદ રૂ. 4,08,053 કરોડ છે. ગયા વર્ષ કરતાં 10.2 % નો વધારો બજેટ સાઈઝમાં થયો છે. સામાજ...
18/02/2026

ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટનું કદ રૂ. 4,08,053 કરોડ છે. ગયા વર્ષ કરતાં 10.2 % નો વધારો બજેટ સાઈઝમાં થયો છે.

સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ, ગ્રીન ગ્રોથ જેવા પાંચ સ્તંભ પર જનકલ્યાણની ભાવનાને હૃદયે રાખીને તૈયાર કરવામાં આવેલું આ બજેટ છે.

ેતૃત્વ_અવિરત_વિકાસ

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Bhupendra Patel Fan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share