27/09/2023
આજ રોજ અમદાવાદ મ્યુ કોર્પોરેશન માં પોષણ માસ નિમિત્તે સ્થાનિક રીતે ઉપલબ્ધ બાજરી પર આધારિત રસોઈ દાદીમાનું રસોડું થીમ પર ઉજવણી કરવામાં આવી.
જેમાં બાજરી આધારિત ખોરાકને સ્થાનિક તહેવારો સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો...
20/09/2023
આજ રોજ પોષણ માસ તેમજ ત્રીજા મંગળદીન ની ઉજવણી ના ભાગ રૂપે અમદાવાદ અર્બન ઘટક ના આંગણવાડી કેન્દ્રો માં અન્ન પ્રાશન ,બાળ દિવસ અને લાઈવ રસોઈ શો કરીને ઉજવણી કરવામાં આવેલ.
*"પોષણ માસ ઉજવણી"*
Babariya Mla WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
15/09/2023
અ.મ્યુ.કોમાં દરેક ઘટક માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો એ શિક્ષક નો રોલ ભજવ્યો હતો. અને વર્કર બહેનો દ્વારા બાળકો ના જીવન માં શિક્ષક નું આગવું મહત્વ છે એ વિશે સમજાવ્યું હતું અને શિક્ષક દિન ની ઉજવણી આંગણવાડી માં કરવામાં આવી હતી.
14/09/2023
અ.મ્યુ.કોના તમામ વોર્ડ માં પોષણ માસ અંતર્ગત સ્વદેશી રમકડાં નો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં વોર્ડના તમામ સ્વદેશી રમકડાં ને પ્રોત્સાહન મળે તે હેતુ થી સ્વદેશી રમકડાં મેળા નું આયોજન કરવામાં આવેલ .જેમાં બાળકો અને લાભાર્થી તથા કાર્યકર બહેનો દ્વારા માટી માંથી વિવિધ રમકડાં બનાવેલ હતા. આ કાર્યક્રમ દ્વારા વિસ્તાર માં સ્વદેશી રમકડાં બનાવવા જાગૃતતા લાવવામાં આવી.
11/09/2023
અ.મ્યુ.કોમાં આજરોજ પોષણ સૂત્રોચાર રેલી કાઢવામાં આવી જેમાં બાળકો અને કિશોરી તથા અન્ય લાભાર્થી હાજર રહેલ પોષણ પ્રોત્સાહન મળે તે હેતુ થી પ્રતિજ્ઞા લેવડાવી.
04/09/2023
આજરોજ અ.મ્યુ. કોમાં પોષણ માસ ની ઉજવણી નિમિતે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ દ્વારાના જોધપુર વોર્ડ ની આંગણવાડી ના કુપોષિત અને અતિકુપોષિત બાળકો ને બાળકો ને પ્રોટીન પાવડર , ચીકી તેમજ અમૂલ દૂધ નું વિતરણ કરવામાં આવેલ . સાથે જોધપુર અર્બન હેલ્થ સેન્ટર ના મેડીકલ ઓફિસર શ્રી, rbsk ડોક્ટર અને અન્ય સ્ટાફ દ્વારા તેમનું ચેક અપ કરવામાં આવેલ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. જેમાં વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, પૂર્વ મેયર શ્રી મિનાક્ષીબેન તથા જોધપુર વોર્ડ ના કોર્પોરેટર શ્રી અરવિંદભાઈ તથા શ્રી પ્રવિણા બેન તથા લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ના ચેરમેન શ્રી તેમજ અન્ય લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના મેમ્બર શ્રી ખાસ હાજરી આપેલ છે.
02/09/2023
🎊સહી પોષણ - દેશ રોશન 🎊
અ.મ્યુ.કોના ICDS ડિપાર્ટમેન્ટ દ્વારા પોષણ માસ ની ઉજવણી કરવા માં આવી રહી છે.ICDS તરફથી આંગણવાડી દ્વારા કુપોષિત કે ઓછા વજન વાળા બાળકોને આયર્ન અને ફોલિક એસિડ સીરપ, બાળકો માટે બાળશક્તિ, કિશોરીઓ ને પૂર્ણાંશક્તિ, સગર્ભા અને ધાત્રી બહેનો ને માતૃશક્તિ ના પેકેટ (જેમાંથી જુદી જુદી વાનગી બને છે )દર મહિને વિના મુલ્યે આપવા માં આવે છે.
પોષણ માહ
19/04/2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ઝોન) ના ઓઢવ અને વિરાટનગર વિસ્તારના સગર્ભા મહિલાઓ માટે તારીખ ૧૮/૦૪/૨૦૨૩ ના રોજ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રથમવખત પ્રાયોગિક પ્રશિક્ષણ નું આયોજન થયેલ...જેમાં માનનીય મહિલા બાળ વિકાસ કમિટી ના ચેરમેન શ્રી પ્રતિભાબેન જૈન, પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી સતીશ પટેલ સર, રીક્રિએશન કલ્ચર હેરિટેજ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ દવે ,ઓઢવ તથા વિરાટનગર વોર્ડના તમામ કાઉન્સિલરશ્રી ઉપસ્થિત રહ્યા હતા...જેમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી તપોવન ના HOD ડૉ.ભૈરવી દિક્ષિત તથા તેમની સાથે આવેલ તજજ્ઞો દ્વારા સગર્ભા માતાઓને ગર્ભ સંસ્કારના ભાગ રૂપે સંગીતને લગતી પ્રવૃત્તિ , ગર્ભમાં રહેલ બાળક સાથે ગર્ભસંવાદ, ગર્ભાવસ્થા દરમિયાન કરી શકાય તેવા વિવિધ આસનો તથા સગર્ભાવસ્થા દરમિયાન લેવામાં આવતી કાળજી જેવા વિષયો પર ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું...
17/04/2023
આજ રોજ અ.મ્યુ.કો ના આંગણવાડી વંચિત વિસ્તારમાં મોબાઈલ આંગણવાડી દ્વારા બાળકો અને સગર્ભા ધાત્રી લાભાર્થીઓને પૂરક આહાર આપવામાં આવ્યો.
12/04/2023
અ.મ્યુ.કો.ના મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરપર્સંનશ્રી પ્રતિમાબેન જૈન અને મહિલા અને બાળ વિકાસ કમિટીના સભ્યો તથા અ.મ્યુ.કો ના અધિક આરોગ્ય અધિકારીશ્રી અને આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી અને બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસના માનનીય મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની મુલાકાત લીધી તેમજ યોજનાકીય ચર્ચા કરવામાં આવી.