01/04/2026
"સેવા સાથે સંકળાયેલ દરેક સફર” 🚍💨
અમદાવાદના શહેરી જીવનરેખા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) આજે માત્ર એક પરિવહન સેવા નથી, પરંતુ લાખો નાગરિકોની રોજિંદી જીવનયાત્રાનો વિશ્વસનીય સાથી બની ગઈ છે.
🚍 સ્થાપના દિવસના આ અવસરે, AMTS ની અવિરત સેવા, પ્રતિબદ્ધતા અને નવીનતાને વંદન.
🚌 વર્ષ 1947થી શરૂ થયેલી આ સફર આજે આધુનિકતાની દિશામાં આગળ વધતી, ઈલેક્ટ્રિક બસો અને સ્માર્ટ સુવિધાઓ સાથે નવો માઇલસ્ટોન સ્થાપી રહી છે.
🔹 સુરક્ષિત, સુવિધાસભર અને સમયબદ્ધ સેવા
🔹 ટેકનોલોજી સાથે સંકળાયેલી નવી પહેલ
🔹 “જનસેવા એ જ પ્રાથમિકતા”નો અવિચળ સંકલ્પ
🚎 આ અવસર પર, AMTS સાથે જોડાયેલા દરેક ડ્રાઈવરશ્રી, કંડક્ટરશ્રી અને કર્મચારી મિત્રોનું સમર્પણ પ્રશંસનીય છે. તેમજ, આ સેવા પર વિશ્વાસ દર્શાવનાર દરેક મુસાફરનો પણ દિલથી આભાર...
ચાલો, મળીને વધુ સુગમ, સ્વચ્છ અને સશક્ત અમદાવાદના નિર્માણ માટે આગળ વધીએ.
ElectricBus SmartCity Gujarat Development
31/03/2026
"સેવા, સંસ્કાર અને સુરક્ષા સાથે – AMTS તમારી સાથે"
જય જિનેન્દ્ર🙏
ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના પાવન અવસરે ભગવાન મહાવીરને વંદન અને સર્વે નાગરિકોને હાર્દિક શુભકામનાઓ.
અહિંસા, સત્ય અને કરુણાના તેમના શાશ્વત સંદેશથી પ્રેરાઈ, પરિવાર પ્રતિબદ્ધ છે કે શહેરના દરેક નાગરિકને સુરક્ષિત, સુલભ અને સુવ્યવસ્થિત જાહેર પરિવહન સેવા પૂરી પાડી શકાય.
આ પવિત્ર દિવસે ચાલો, સહઅસ્તિત્વ અને શિસ્તના મૂલ્યોને અપનાવી, જાહેર સંપત્તિની સંભાળ રાખીને એક સ્વચ્છ, સજ્જ અને સંસ્કારી શહેરના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.
26/03/2026
राम राम रामेति रमे रामे मनोरमे।
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने॥
ભારતભૂમિના પ્રાણપુરુષ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પાવન પ્રાગટ્ય પર્વ રામનવમીના શુભ અવસરે સૌને હાર્દિક શુભકામનાઓ.
પ્રભુ શ્રી રામની કૃપા સૌના જીવનમાં સદાય પ્રસન્નતા, ધર્મનિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને સફળતાનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના.
જય શ્રી રામ 🙏🏻
15/02/2026
મહાશિવરાત્રીની સૌ અમદાવાદીઓને મંગલમય શુભેચ્છાઓ.
દેવાધિદેવ મહાદેવ અને માઁ પાર્વતીના આશીર્વાદથી સૌના જીવનમાં શાંતિ, સુરક્ષા અને સુખમય સફર પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
હર હર મહાદેવ!
13/02/2026
“AMTS – આધુનિક ટેકનોલોજી સાથે સુરક્ષિત અને હરિત મુસાફરીનો વિશ્વાસ.”
🚍 માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે માન. મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, AMTS ના ચેરમેન શ્રી ધરમશીભાઈ દેસાઈ અને સ્થાનિક હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના ગૌરવશાળી કાફલામાં આજે 28 નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક એસી બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અમદાવાદ શહેરના નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર મુસાફરીનો અનુભવ કરાવશે.
🚎 આ નવી ઇલેક્ટ્રિક બસોમાં મુસાફરોની સુરક્ષા માટે સાયબર સિક્યુરિટી અને સેફટી ઓડિટ સાથે Fire Detection and Suppression System જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે જાહેર પરિવહનમાં સુરક્ષાનું નવું ધોરણ નિર્ધારિત કરે છે.
🚌 AMTS સતત આધુનિક ટેકનોલોજી અપનાવી શહેરને પ્રદૂષણમુક્ત, હરિત અને સ્માર્ટ પરિવહન તરફ આગળ લઈ જવા પ્રતિબદ્ધ છે. નાગરિકોને સુવિધાજનક, વિશ્વસનીય અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
PublicTransport GreenMobility Ahmedabad
12/02/2026
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ બસોના લોકાર્પણ કાર્યક્રમ
📆 ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬, શુક્રવાર
🕔 સાંજે ૦૪.૪૫ વાગે
📍ગેટ નં-૩, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, જમાલપુર, અમદાવાદ
04/02/2026
AMTS : સ્માર્ટ શહેરની સ્માર્ટ ગતિ
🔹 1492 નવી બસો માર્ગ પર ઉતારાશે (GCC Model)
🔹 225 AC ઇલેક્ટ્રિક બસો દ્વારા હરિત પરિવહનને વેગ
🔹 AMTS ડીપો–ટર્મિનસ વિકાસ માટે ₹100 કરોડ
🔹 સોલાર પેનલ સાથેના ચાર્જિંગ સ્ટેશન માટે ₹120 કરોડ
🔹 મલ્ટીલેવલ બસ ડીપો – ₹300 કરોડ
🔹 આઉટર સાઈડ રીંગ રોડ પર બસ પોર્ટ – ₹1600 કરોડ
🔹 ગ્રીન બસ શેલ્ટર (PPP ધોરણે)
🔹 AMTS માટે ITMS પ્રોજેક્ટ – ₹497 કરોડ
🔹 ડ્રાઈવર–કંડક્ટર તાલીમ કેન્દ્ર
🔹 મોબાઈલ તાલીમ વાહનો (PPP ધોરણે)
નાગરિકોની દૈનિક મુસાફરી વધુ સુવિધાજનક, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી બને તે હેતુથી AMTS દ્વારા બજેટ વર્ષ 2026–27 માટે એક સુવ્યવસ્થિત અને ભવિષ્યમુખી રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો છે.
26/01/2026
રાષ્ટ્રીય પર્વ ૭૭ માંપ્રજાસત્તાક દિવસના અવસરે સૌ અમદાવાદીઓને "ગણતંત્ર દિવસ" ની હાર્દિક શુભકામનાઓ.
આવો, ભારતીય તરીકે આપણી અસ્મિતા બુલંદ કરીએ અને સૌ સાથે મળીને 'વિકસિત અમદાવાદ' ના નિર્માણ માટે શ્રેષ્ઠ યોગદાન આપીએ...
14/01/2026
મકરસંક્રાંતિનો ઉગતો સૂર્ય આપ સૌનાં જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ, નવો ઉમંગ લઇને આવે તેમજ આપ સૌ સફળતા અને સુખાકારીની નવી ઉંચાઇઓને સ્પર્શો, આભ જેવી વિશાળતાને પામો એવી ઉત્તરાયણનાં પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ!
13/12/2025
AMTS Digital i-Pass™ i-Pass
સ્માર્ટ ટ્રાવેલ, સ્માર્ટ સિટી...
6 ડિસેમ્બરનાં લોન્ચ પછી અત્યાર સુધી 10,383 લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી.
હાલ જ સ્માર્ટ ટ્રાવેલર્સની ટીમમાં જોડાઓ...
13/12/2025
AMTS Digital i-Pass™
Smart Travel. Smarter City.
Download & Save Time...
30/11/2025
🚍 પ્રામાણિક કાર્ય માટે AMTS ની પ્રશંસક પહેલ...
dharamshi