Amwa's Success Stories

Amwa's  Success  Stories

Share

Amwa is a trust working for upliftment of poor women since 1991 founded by Dr. Maherunnisa Desai

Photos from Amwa's  Success  Stories 's post 04/01/2026

એક લબ્ધપ્રતિષ્ઠીત સામાજિક કાર્યકર (એડવોકેટ મોઇન ખોખર )ના શબ્દો માં અમવા ની કામગીરી….

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ’અમવા' દ્વારા મહિલા સશકિતકરણના કાર્યક્રમનું આજરોજ આયોજન કરાયેલ જેમાં માઇક્રોફાઇનન્સની નિયમિત કામગીરી કરતી બહેનોને 6.43 લાખની વગર વ્યાજની લોનનું વિતરણ કરવામાં આવેલ જેમાં મુખ્ય મેહમાન પ્રોફેસર ડૉ. મહેબૂબ દેસાઈ સાહેબને લાઇવ સાંભળવાનો મોકો મળ્યો સાથે સાથે અમવા સંસ્થાની બહેનો ના કામ અને ખિદમત જોઈ વધુ એક યાદગાર દિવસને આપની સમક્ષ શેયર કરવા જઈ રહ્યો છું ભારતના સૌથી મોટા મુસ્લિમ વિસ્તારમાં આવેલ સંસ્થા 'અમવા' મહિલા ઉસ્થાન માટે સશક્તિકરણના અઢળક કાર્ય કરી સમાજમાં નામના સાથે એક અલગથી સિધ્ધિ ખ્યાતિ મેળવેલ છે. સંસ્થામાં કોમ્યુટર તાલીમ વર્ગો,સિલાઈ કામ, સ્ત્રી રોજગારી કે તેઓના લાભાર્થે દરેક વિષય પર વાંરવાર સેમિનારો તેમજ મેહર ક્રેડિટ સોસાયટી થકી વિના વ્યાજની લોન આપવા કેમ્પ વિગેરે આયોજન કરતા રહે છે. આજે પ્રોગ્રામનું આમંત્રણ મળેલ ત્યારે પ્રોગ્રામમાં હાજર રહીને જાણેલ કે અમવા સંસ્થા થકી સમાજની જરૂરિયાત વાળી બહેનોને પગભર થવાનો મૌકો મળ્યો છે. એવી બહેનો જે આજે પોતાના પૂરા ઘરની જવાબદારી આ સંસ્થા ના કોઈ રીતના સપોર્ટ થકી નિભાવે છે.એવી મહિલાઓની વાતો સાંભળવાનો મૌકો મળ્યો જે મહિલાઓ મેહર ક્રેડિટ સોસાયટીની લોન દ્વારા તેઓને રોજગારીની તક મળી છે ને સમાજમાં નાનો પણ સ્વમાનનો પોતાનો રોજગાર ધંધો ચલાવી રહી છે, આવી દરેક બહેનોને દિલ થી સેલ્યુટ છે. એવી બહેનોની પોઝિટીવ સ્ટોરી સાંભળવાનો મૌકો મળ્યો છે જેઓએ સમાજને લીધા કરતા વધુ પરત આપેલ છે. નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ વળવા માટે ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી હોય તો શું કરવું? ગમે તેટલા ઉપાયો કરવા છતાં પણ હવા બહાર નીકળે નહીં. પણ જો બોટલને પાણીથી ભરી દેવામાં આવે તો હવા આપોઆપ બહાર નીકળી જાય. તેવી જ રીતે જે-જે બાબતમાં નેગેટિવિટી ઊભી થતી હોય તે દરેક બાબતમાં પોઝિટિવ ગોઠવતાં જઈએ તો નેગેટિવિટી આપોઆપ નીકળી જશે. છેવટે કોઈ પણ બાબતમાં આપણાં મન કે બુદ્ધિ નેગેટિવ કરે જ નહીં તેવી જાગૃતિમાં આવવું જોઈએ. આવો સાથે મળી આવી સંસ્થાઓ આવી બહેનો અને સમાજને આપનાર આવા પ્રોફેસરોનો લાભ સમાજને સુધી પહોંચતો કરીએ.

મુસ્લિમ મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સંસ્થા 'અમવા', 34 વર્ષની સફળ સફર જાણીએ 29/12/2024

મુસ્લિમ મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સંસ્થા 'અમવા', 34 વર્ષની સફળ સફર જાણીએ

મુસ્લિમ મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સંસ્થા 'અમવા', 34 વર્ષની સફળ સફર જાણીએ મહિલાઓની સમસ્યાઓ અને શિક્ષણના અભાવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન, અમવા સંગઠન (AMWA)ની સ્થાપના ક.....

15/11/2024

Juhapura Express dated 15th November, 2024
Thanks for good coverage

03/05/2024

આફરીન અને અમરીનની Success Story
શકુબેને અમવા ના બનતા મકાન નાં ભોંયરામાં 2002નાં તોફાનો માં આશરો લીધો,ત્યાં સાફસફાઈ વગેરે કામ કરી આગળ વધ્યાં. દરમિયાન બે જોડકી દિકરીઓ નો જન્મ થયો. અમવા ની છત્ર છાયામાં માતાએ સંઘર્ષ કરી ગરીબી મા જોડિયા દિકરીઓ ને ભણાવી,દિકરીઓ ભણી ને હજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહી છે સાથે પોલીસ ખાતામાં P.S.I અને પોલીસ તરીકે ફરજ પણ બજાવી રહી છે....

29/03/2024

ફાતિમા બેન ...
અકસ્માત માં પતિ પથારીવશ થયા. કમાનાર કોઈ નહિં...!
60-61 ની બુઝુર્ગ વયે સિલાઈ શીખ્યા ,અમવાની મદદથી પગભર થયા.સાંભળીએ તેમના જ અવાજમા...

Photos from Amwa's  Success  Stories 's post 18/11/2022

અમવા બની સહારો............
(2)અંસારી શબાનાબાનું શમસુદીન

હાશ...ચિન્તાના વાદળો દૂર થઈ ગયા હોય એમ લાગે છે.દીકરી ગ્રેજ્યુએટ થઈ ને શિક્ષિકા ‌તરીકે કામ કરી રહી છે. તેનું સારા ઘર માં સગપણ પણ થઈ ગયું છે. દીકરો પણ‌ ભણી રહ્યો છે ને સાથે મને નાનું મોટુ કામ કરી મદદ પણ કરી રહ્યો છે.
અલ્લાહ ની મહેરબાની ઉપરાંત ' અમવા' ની સહાય અને બચત યોજના નોં આ હાશકારામા મોટો ફાળો છે.
વરસો પહેલા ' અમવા' ની મુલાકાત લીધેલી. મારો પતિ દારૂ પીને મારઝૂડ કરતો ને ઘર મા પૈસા નહોતો આપતો. અમવા સલાહ કેન્દ્વ મા કેસ નોંધાયો... સાયમાબેને સમજાવટ કરી, થોડો સમય બરોબર ચાલ્યું ને પછી ફરીથી એનું એ...આખરે અમો છુટા પડ્યા. મોટો દીકરો પતિ એ રાખી લીધો ને મારી પાસે નાના દીકરા- દીકરી બેની જવાબદારી ! મારી મા ' અમવા' કેન્દ્વ ની સહાય દ્વારા કપડા ની ફેરી કરીને ઘર ચલાવતી હતી. મારી બાળકો સાથેની જવાબદારી ઉઠાવવી અઘરી બાબત હતી.પણ મારી ' માં 'ની હિંમત અને 'અમવા' ના સહારા થી હું આગળ વધી. શરૂઆત ની ૫૦૦૦ રૂ. ની સહાય થી થોડો માલ લાવી, તેમાંથી જાતે કાપી ને ચડ્ડીઓ સીવીને વેચવા લાગી.સારું એવું વળતર રહ્યું. પછી તો બચત ગ્રૂપ મા જોડાઈ .. વગર વ્યાજની લોન મળી.........આ ચક્ર ચાલતુ રહ્યું. ધંધો‌ વધતો‌ ગયો.. બંને‌‌‌ છોકરાઓને ભણાવતી ‌ગઈ‌. આજે ‌સંતોષ‌ સાથે ‌ખુદ્દારી થી જીવી રહી છું.
શુ કહ્યું ???? 'અમવા' નોં ફાળો......??? શરૂઆત ની અમવાની ૫૦૦૦ રૂ. ની રોકડ સહાય થી તો ધંધો‌ શરૂ થયો છે! બાકી અહીં ચાલતા રિવાજ પ્રમાણે તો ૧૦% લેખે કાપીને પેહલા ૪૦૦૦ રૂ. આપેને પછી દર મહિને ૧૦૦૦ રૂ.જેટલુ વ્યાજ લે....... આ પઠાણી વ્યાજ પછી શું કમાઇએ ને શું બચાઈએ?
આજે તો જુદા જુદા ઓઙૅર‌‌ પ્રમાણે માલ સીવી ને પહોચાડું છું .શર્ટ, માસ્ક લેંધી ,થેલાઓ વગેરે વગેરે શીવું છું, વેચું પણ છું ને સંતોષ‌ સાથે જીવી રહી છું .
અલ્લાહ ની મહેરબાની ની સાથે અમવા સંસ્થા નો, સંસ્થા ના પ્રમુખ મહેરૂબેનનો, સાયમા બેન નો અને સમગ્ર અમવા ટીમનો ખૂબ ખૂબ આભાર .અલ્લાહ થી દુઆ છે કે તેઓ ને તંદુરસ્તી સાથે નું જીવન અને બધી ખુશી ઓ આપે.......આમીન

18/11/2022

🌹અમવા બની સહારો🌹
(1)પઠાણ આજોબીબી સિકંદર ખાન ની સંઘર્ષ ગાથા

8 વર્ષ ની દિકરી અને 9 વર્ષ નાં દિકરા સાથે અમારુ લગ્નજીવન સુખમય કહી શકાય તેમ ચાલી રહ્યું હતું. એકાએક તેમનું વર્તન બદલાયુ. ઘરખર્ચ ના પૈસા ન આપે,ઝગડા કરે....ને પછી તો મારઝૂડ. 😢 સમય જતા
ખબર પડી કે તેમનું કોઈ લફરુ છે.મેં તેમને રંગેહાથ ઝડપ્યા..
મારામારી અને ઝગડા રોજના થયા.નફ્ફટાઈ થી ખુલ્લેઆમ સંબંધ રાખવા માંડ્યા ને એક દિવસ બાળકો અને અમોને નોધારા મૂકીને ચાલ્યા ગયા.સગાંસંબંધીઓ એ દયા ખાધી ,થોડી મદદ પણ કરી ...ઘીરે ધીરે સૌ દૂર થઇ ગયા. મેં શરમ મૂકીને લોકોના ઘર કામ કરવા લાગી.
કચરા-પોતા,વાસણ, કપડા વગેરે. ક્યારેક સ્વમાન ઘવાતું, નાણાભીડ રહેતી,મહેણાં-ટોણા...
એવામા જાણે કુદરતી મદદ મળી. જાણવા મળ્યુ કે અમવા સંસ્થા ગરીબ બહેનો ને પગભર કરવા મદદ કરે છે. હું અમવા આયોજીત એક શિબિર માં જઈ પહોંચી,અંકલ(મરહૂમ જનાબ મહંમદભાઈ દેસાઈ) અને મહેરૂન્નીસાબેન દેસાઇએ આત્મનિર્ભર બનવા અને મહિલા સશક્તિકરણ ની સરસ વાતો સમજાવી. સાયમાબેને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યુ .અમવા એ રોકડ સહાય આપી.મેં ઘરમાંજ શાકભાજી વેચવા નું શરુ કર્યુ. અમવા બચત ગૃપ મા જોડાઈ. વગર વ્યાજ ની લોન મળી ને ઘીરે ઘીરે બધુ ગોઠવાતું ગયું. છોકરાઓ મોટા થયા ને ભણતર ની સાથે મને મદદરૂપ થવા લાગ્યા.
શાકભાજી નો ધંધો જામી ગયો . અમવા સંસ્થાની મદદથી લારી વસાવી ને આજે સંતોષ સાથે સ્વમાનભેર મારુ જીવન ચાલી રહ્યું છે.
મારી જીવન નાવને તોફાનો થી બચાવી કિનારે લાવવામા મદદ કરનાર અમવા સંસ્થા નો હ્રદય થી આભાર વ્યક્ત કરવા ની સાથે આદરણીય મહેરૂન્નીસાબેન, સાયમાબેન અને અમવા સંસ્થા ની સમગ્ર ટીમ માટે અલ્લાહ થી દુઆઓ કરુ છું.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Ahmedabad