ઓફીસ - પ્રસંગો અને 200ml પાણી ની બોટલો ...
સ્વાસ્થ્ય - પાણી - પર્યાવરણ નો કચ્ચરઘાણ અને પૈસા નો વેડફાટ
હાલ લગ્નો ની સિઝન પૂર બહારમાં છે અને હવે જરાક આર્થિક બરાબર ઘર હોય તો દરેક જગ્યાએ પ્રસંગોમાં 200ml પાણીની બોટલો અપાય છે જૈનાચાર્ય બુધ્ધિસાગરજી અને કચ્છના મેકણડાડા ની " પડીકે પાણી વહેંચાશે " એ સંદર્ભ ની વાત તો અઢી દાયકા પહેલાથી જ સાચી પડી છે પણ 200ml પાણીની આ બોટલો તો હવે હદ કરી છે એક અંદાજ મુજબ ગુજરાતમાં એક જાણીતી બ્રાન્ડ રોજની 30 લાખ બોટલનું વેંચાણ કરે છે બધુ ગણોતો આંકડો કરોડે પહોંચતો હશે રોજની એક કરોડ પેટ બોટલ વર્ષ 365 કરોડ પેટ બોટલ માત્ર ગુજરાતમાં ધરાબાય છે અને પાછી નોન રિસાયબલ છે ( ફરીથી વાપરી *ના* શકાય તેવી ) લગ્નની કંકોત્રીઓ " સેવ એન્વાયરમેન્ટ " નો મેસેજ મૂકી ને ડિઝીટલ મુકે અને એજ લગ્નમાં 500 માણસ ગણો તો એક ની પાંચ ગણો તોય 2500 બોટલનો કડદો એક દિવસમાં ધરતી પર ઠાલવે છે.
સ્વાસ્થ્યની રીતે જોઇએ તો પ્લાસ્ટીકએ પ્યોર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે જો તેના પર સૂર્યનો સિધ્ધો પ્રકાશ પડે અને પછી બોટલમાંથી કેમીકલ છુટે અને તે પાણી પીઇએ તો અનેક બીમારી થાય અને આ બોટલ સ્ટોરેજથી લઈ ટ્રાન્સપોર્ટમાં સિધ્ધા સુર્ય પ્રકાશ હેઠળ આવે છે અને બીમારીઓનું ઘર બને છે
અને આપણે પવિત્ર વેદોના મંત્રોથી નવદંપતીને આશિર્વાદ આપનાર ગોર મારાજ પાસે ભાવતાલ કરાવીએ છીએ અને આ એક પ્રસંગમાં આ પાણી ના 10,000/- થી 25,000/- ચુકવીએ છીએ
એવુ જ ઓફીસમાં જઈએ તો બહુ સહજતાથી ગ્લાસ આપવો શક્ય હોય ત્યાં પણ મોર્ડનવેડા માટે બોટલ અપાય છે એ બોટલો કચરા સ્વરૂપે મ્યુનિસિપાલટી ની ગટરો ચોમાસામાં જામ કરે અને પહેલા વરસાદે બધા શહેરમાં ગટરો ચોકઅપ પાણી પાણી થઇ જાય અને એવરેજ માણસ 70% પાણી પીવે છે એટલે બોટલ નુ ઘણુ પાણી વેસ્ટજ જાય
જરા પણ સમજણ હોય અને થોડુઘણુ આપણુ ચાલે તેમ હોય તેવા પ્રસંગ હોય કે ઓફીસમાં આ દુષણ *ના* આવે તેવો શક્ય હોય તેટલો સહુએ પ્રયાસ કરવો જોઈએ.
આ પ્રદુષણ કોઈ પશુ પંખી કે જાનવર કરતા નથી માટે હવે કોઈને એમ કહેવું નહીં કે *માણસ જેવો થા* પણ પ્રદુષણના સંદર્ભે હવે કોઈને એમ કહેવું કે *જાનવર જેવો થા* 🙏🏻
OmRom Foundation
The waves of happiness...
We want to develop the way of thinking called 'Imaginative Sympathy' which is the ability to appreciate and understand other's life situation, other's mental condition and other's point of view...
08/01/2024
31/05/2022
24/05/2022
નમસ્કાર,
એક સર્વે એવું કહે છે કે આપણા ભારત દેશમાં માત્ર 20% સ્ત્રીઓ માસિકના સમય માં સેનિટરી પેડ નો ઉપયોગ કરે છે,
ક્યાંક સમજણના અભાવે અને ક્યાંક આર્થિક પરિસ્થિતિના અભાવે 80% સ્ત્રીઓ સેનિટરી પેડ વાપરી નથી શકતાં,,
ચાલો આપણે સાથે મળીને એક પહેલ કરીએ,
99₹ નો એક PIZZA કે 99₹ ની એક FRANKIE આખા મહિનામાં ઓછી ખાઈશું અને એ 99₹ માં એક સ્ત્રી ને સેનિટરી પેડનું એક બોક્સ ગિફ્ટમાં આપીશું,,
જન્મદિવસની કેક નહીં કાપીને એ 500₹ માં 5 જરૂરિયાતમંદ સ્ત્રીઓની મદદ કરીશું,,
મહિનામાં 2 વાર હોટલ માં જમવા જતા હોઈએ તો એક વાર નહીં જઈને તે બચેલા 500₹માં 5 જરૂરિયાતમંદ દીકરીઓને મદદ કરીશું..
તમારા ધ્યાનમાં ભાડાના મકાનમાં રહેતા હોય એવા જરૂરિયાતમંદ વિધવા સ્ત્રીઓ કે પિતાની હાજરી ન હોય એવી દીકરીઓ હોય તો તેમનો અમને સંપર્ક કરાવી શકો..
(જો તમે પણ 99₹ આપી કોઈ એક જરૂરિયાતમંદ સ્ત્રીની મદદે આવવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો..)
★ સ્વમાન સાથે જીવવાની ઈચ્છા રાખતી સ્ત્રીઓને અમે આર્થિક પગભર થવાનો અવસર પણ આપીએ છીએ..
જો તમારે મદદ ની જરૂર હોય તો NEED HELP લખીને અથવા જો તમે મદદ કરવા માંગતા હોય તો WANT TO HELP લખીને +919725467336 નંબર પર વોટ્સએપ કરી શકો.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Ahmedabad
382350

01/06/2022