03/03/2026
Demonstration in Ahmedabad Gujarat by SUCI(C) in protest of US-Israel attack on Iran. અમદાવાદમાં SUCI(C) દ્વારા ઈરાન પરના અમેરિકા-ઈઝરાયેલના હુમલાના વિરોધમાં દેખાવો
This is the page of Gujarat State Unit of Socialist Unity Center of India (Communist) (S.U.C.I.(C)),
03/03/2026
Demonstration in Ahmedabad Gujarat by SUCI(C) in protest of US-Israel attack on Iran. અમદાવાદમાં SUCI(C) દ્વારા ઈરાન પરના અમેરિકા-ઈઝરાયેલના હુમલાના વિરોધમાં દેખાવો
28/02/2026
04/01/2026
01/01/2026
SUCI(C)ની માંગ
ST માં ભાડાંવધારો પાછો ખેંચો,
ST તંત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો
સરકારી મેળાવડાઓમાં ઉપયોગમાં લેવાતી ST બસોનું બાકી ભાડું ચૂકતે કરો
ગુજરાત રાજ્યના ST નિગમ દ્વારા આજે નવાં વર્ષની શરૂઆત સાથે ST બસના ભાડામાં 3 ટકાનો વધારો લાગું કર્યો છે. જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. તાજેતરમાં રેલ્વેમાં પણ અસહ્ય ભાડાંવધારો થયો છે ત્યારે રાજ્યના સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે STની મુસાફરી એકમાત્ર આધાર હોય છે. એક બાજુ અસહ્ય મોંઘવારીને કારણે લોકો અનેક હાડમારીઓ સહન કરી રહ્યા છે ત્યારે તેને રાહત આપવાને બદલે ભાડામાં વધારો કરવો એ તદ્નન અન્યાયી છે.
સરકાર દ્વારા દલીલ કરવામાં આવે છે કે રાજ્યનું ST નિગમ ભયંકર ખોટમાં ચાલી રહ્યું છે. વાત સાચી છે પણ તેનું કારણ છે, તેમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર. અને સરકારી મેળાવડાઓમાં ઉપયોગમાં લેવામાં આવતી ST બસોનું લાખો રૂપિયા ભાડું સરકાર દ્વારા છેલ્લા 10-12 વર્ષથી ચૂકવાયું નથી. તો, અમે પૂછીએ છીએ કે શું સરકારી મેળાવડાઓનો ખર્ચ કાઢવા માટે લોકોની માથે આ ભાડાંવધારો ઝીંકવામાં આવ્યો છે?
અમે, સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ) (SUCI(C)) તરફથી સરકારને માંગણી કરીએ છીએ કે, ST માં ભાડાંવધારો પાછો ખેંચો, ST તંત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો, અને સરકારી મેળાવડાઓમાં ઉપયોગમાં લેવાતી ST બસોનું બાકી ભાડું તાત્કાલિક ચૂકતે કરો. સાથે-સાથે રાજ્યના લોકોને અપીલ કરીએ છીએ કે રાજ્ય સરકારના આ અન્યાયી પગલાં વિરુદ્ધ લોકઆંદોલન સંગઠિત કરવા આગળ આવે.
આપની વિશ્વાસુ,
મીનાક્ષી જોષી
સેક્રેટરી,
ગુજરાત રાજ્ય સાંગઠનિક કમિટી,
SUCI(C)
Mo. 94273 08520
24/12/2025
SUCI (C) vehemently opposes Opening of Aravalli for mining and wholeheartedly supports the agitation to save Aravalli from Corporate tycoons.
16/12/2025
SUCI (Communist) strongly protests creation of a single entity to regulate education
13/12/2025
SUCI(C) vehemently opposes BJP government’s decision to allow 100% FDI in Insurance
29/09/2025
સુરત રેલ્વે સ્ટેશન પર વરિષ્ઠ નાગરિકો અને તમામ પેસેન્જર્સ ને પડતી તકલીફો અંગે એસ.યુ.સી.આઇ.(સી) તરફથી સુરત જિલ્લા સાંગઠનિક કમિટી સેક્રેટરી સત્યેન્દ્ર સિંહ ના નેતૃત્વમાં સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ ને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યુ. પ્રતિનિધિ મંડળ માં રામભારત મૌર્ય, રામ મુર્તિ મૌર્ય, વગેરે આગેવાનો શામેલ હતા