19/04/2026
શ્રી હાટકેશ્વર મહાદેવની પાવન ઉજાણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ 🙏
૭૦૦થી વધુ જ્ઞાતિજનોની ઉલ્લાસભરી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આનંદ અને ભક્તિથી છલકાયો. સૌએ મળીને સુંદર ક્ષણો નિભાવ્યા અને કાર્યક્રમ બાદ સૌએ પ્રસાદરૂપે રાત્રિભોજનનો આનંદ લીધો.
આ પ્રસંગની વિશેષ વાત એ રહી કે આપણી કમિટી સમર્પિત સભ્યોની ટીમના ફોટોગ્રાફ્સ સ્થાનિક અખબારમાં પણ પ્રસિદ્ધ થયા — જે દરેક માટે ગૌરવની વાત છે.
સમિતિના તમામ સભ્યોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો અને સહયોગ બદલ હાર્દિક અભિનંદન અને આભાર 🙏
12/03/2026
🕉️ *ઉજાણી કાર્યક્રમ જાહેરાત*🕉️
તા: ૧૨/૪/૨૦૨૬
શ્રેયસ સમાજ દ્વારા આયોજિત
(*દાતા*: સ્વ. શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલ પરીખ તથા સ્વ. શ્રી હસમુખલાલ ચંદુલાલ પરીખ)
*“શ્રી હાટકેશ્વર મહાદેવ ઉજાણી”*
નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
📅 *તારીખ:* ૧૨ એપ્રિલ ૨૦૨૬
📍 *સ્થળ*: ભૂદરપુરા પાર્ટી પ્લોટ, ભુદરપુરા રોડ, આંબાવાડી
🎟️ *પાસ ની કિંમત*– ₹૧૦૦
⏳ *પાસ વિતરણ:* તા. ૧૬/૩ થી ૫/૪ સુધી
- શ્રેયસ સમાજ ઉજાણી કમિટી
15/02/2026
🕉️ મહાશિવરાત્રિના પાવન અવસર પર શ્રેયસ સમાજ તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ.
ભગવાન શિવ સૌના જીવનમાં શાંતિ, શક્તિ અને સુખ સમૃદ્ધિ વરસાવે અને સકારાત્મકતા તથા સદ્વિચારોથી આપણું જીવન ઉજ્જવળ બને તેવી પ્રાર્થના.
મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ!
11/01/2026
“Togetherness served with tradition! 🌸
A joyful Undhiyu Party organised by the Ladies Wing Committee — full of flavour, fun, and friendship.”
29/12/2025
🎼 સંગીતની સુગંધથી ભરેલી એક યાદગાર સાંજ 🎼
ગુજરાત રાજ્ય સંગીત કલા અકાદમીના સહયોગથી
શ્રેયસ સમાજ દ્વારા તા. 28/12/2015 ના રોજ
એચ. કે. કોમર્સ હોલ ખાતે સુર્મયી સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સુપ્રસિદ્ધ ગાયિકા વર્ષા કુલકર્ણી તથા તેમની ટીમ દ્વારા રજૂ થયેલ સુરીલા સ્વરોને શ્રોતાઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો.
આ સાથે શ્રેયસ સમાજના ગાયકોએ પણ પોતાની ગાયકી પ્રતિભા રજૂ કરી અને કાર્યક્રમને વિશેષ બનાવ્યો.
આ સફળ આયોજન માટે પહેલ કરનાર અને માર્ગદર્શન આપનાર
શ્રી હરેન્દ્રભાઈ કોઠારી તથા પ્રશાંતભાઈ ગાંધીનો આભાર વ્યક્ત કરીએ છીએ 🙏
29/12/2025
🎶 સુર્મયી સંગીત કાર્યક્રમ 🎶
ગુજરાત રાજ્ય સંગીત કલા અકાદમી તથા શ્રેયસ સમાજના સંયુક્ત ઉપક્રમે
તા. 28/12/2015 ના રોજ એચ. કે. કોમર્સ હોલ ખાતે સુર્મયી સંગીત કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
પ્રસિદ્ધ ગાયિકા વર્ષા કુલકર્ણી અને તેમની ઓર્કેસ્ટ્રા ટીમ દ્વારા મનમોહક સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી. સાથે સાથે શ્રેયસ સમાજના પ્રતિભાશાળી 15 જેટલા ગાયકોએ પોતાની ગાયકી કળા રજૂ કરવાની સુંદર તક મેળવી.
આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા બદલ
શ્રી હરેન્દ્રભાઈ કોઠારી અને પ્રશાંતભાઈ ગાંધીનો હૃદયપૂર્વક આભાર 🙏
25/12/2025
🌸*મહાકાલેશ્વર 🌸 ઓમકારેશ્વર 🌸જ્યોતિર્લિંગ દર્શન*
👉🏼*બુકિંગ શરૂ:* ૨૪/૧૨/૨૫ થી ૪/૧/૨૬ સુધીજ વહેલા તે પહેલા ધોરણ ફક્ત ૭૫/૮૦ જ્ઞાતિજનો માટે.
🗓️ *પ્રસ્તાવિત પ્રવાસ આયોજન: ૪ રાત / ૪ દિવસ* ( મુસાફરી સાથે)
*દિવસ ૧ – 16/02*
• અમદાવાદથી રાત્રે ૧૧:૦૦ વાગ્યે ટ્રેનમાં રવાના
*દિવસ ૨ – 17/02*
• બપોર પછી મહાકાળેશ્વર મહાદેવના દર્શન તથા નજીકના મંદિરો
*દિવસ ૩ – 18/02*
• ઓમકારેશ્વર દર્શન તથા ત્યાં રાત્રિ નિવાસ
*દિવસ ૪ – 19/02*
• મહેશ્વર મંદિર દર્શન તથા ઇન્દોર શહેર મુલાકાત
• ઇન્દોરથી રાત્રે ૧૧:૦૦ વાગ્યે ટ્રેનમાં પરત.
🏨 *હોટેલ વ્યવસ્થા:*
• તમામ સ્થળોએ સુપર ડિલક્સ કેટેગરી હોટેલમાં રહેવાની વ્યવસ્થા રહેશે.
🛑 *મહત્ત્વપૂર્વ નોંધ લેવી:*🛑
૧. *ટ્રેનનું બુકિંગ* શરૂ થઈ ગયું હોવાથી સૌ પ્રથમ ટ્રેનનું બુકિંગ કરવું આવશ્યક છે.
૨. ટ્રેનનું બુકિંગ આપ જાતે પણ કરી શકો છો અથવા એજન્સી (કેશ પેમેન્ટથી) ટ્રેનની ટિકિટ કરી આપશે.
૩. *લાભાર્થીઓએ શ્રેયસ સમાજના / લેડીઝ વિંગ મેમ્બર હોવા જરૂરી છે*.
૪. લાભ લેવા મેમ્બર બની શકો છો.
🪻*વડીલ વિહાર પ્રવાસ ટીમ* 🌼
- કિરણભાઈ શાહ
- પરેશભાઈ શાહ
- દીપકભાઈ શેઠ
- હર્ષાબેન ગાંધી
- ભારતીબેન મહેતા
- જીગ્નેશભાઈ શાહ
- પ્રેમલભાઈ દેસાઈ
- સંજયભાઈ ગાંધી
- ચિરાગ પરીખ
18/09/2025
🔶*શરોદોતસવ ગરબા કાર્યક્રમ*🔶
*તારિખ:* ૪/૧૦/૨૫, શનિવાર
*સ્થળ*: શીવ શકતી પાટી પ્લોટ, અંજલી ચાર રસ્તા પાસે, ભટ્ટા, પાલડી.
*પાસ વિતરણ*: તા.૧૮/૯ થી ૨૮/ ૯
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
🔶*દિવાળી સ્નેહ સંમેલન સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ, વયોવૃદ્ધ, વરિષ્ઠ નાગરિક અને સુવર્ણ લગ્ન જયંતી સન્માન કાર્યક્રમ*🔶
*તારીખ*: ૯/૧૧/૨૦૨૫, રવિવાર
*સ્થળ*: પામ ગ્રીન ક્લબ, ગોબલજ
*પાસ વિતરણ:* ૧૮/૯ થી ૨/૧૧
*પાસ વિતરણ સ્થળ:*
પરીખ સેલ્સ & સર્વિસ, મણિનગર તથા
છાત્રાલય, આંબાવાડી.
લી.
શરદોત્સવ કમિટી