Kirit D Patel

Kirit D Patel

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kirit D Patel, Social service, Patel Society, Jai Ambe Nagar, Ahmedabad.

સ્વૈચ્છિક રીતે લોકચાહના થકી લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ એવા શ્રી કિરીટભાઇ પટેલ સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે સમાજનિર્માણથી જ રાષ્ટ્રનિર્માણ શક્ય છે, આ માટે મહિલાઓ સહિત દરેક સમાજમાં શિક્ષિત, દીક્ષિત, સુવિકસિત, સ્વચ્છ, આરોગ્યપ્રદ વિકાસ હોવો અત્યંત આવશ્યક છે.આ માટે સમાજના દરેક લોકોને રોજગારી મળી રહે, સારૂં શિક્ષણ મળી રહે, સમાજ નિર્વ્યસની બની રહે, દરેકનું

06/05/2026

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ તથા સંસ્કૃત પ્રથમાની પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો અને તેમના ગૌરવપૂર્ણ વાલીઓને હાર્દિક અભિનંદન. 🎉

આ સફળતા માત્ર પરિણામ નહીં, પરંતુ તમારી મહેનત, સંકલ્પશક્તિ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિ તમારા ભવિષ્યના ઉજ્જવળ માર્ગ માટે મજબૂત પાયો સાબિત થશે.

પ્રિય વિદ્યાર્થીઓને હાર્દિક આશીર્વાદ સાથે શુભેચ્છાઓ કે તેઓ જીવનના દરેક પડકારમાં સફળતા હાંસલ કરે, નવા શિખરો સર કરે અને પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે. 🌟

તમારા ગૌરવશાળી અને ઉજ્જવળ કારકિર્દી માટે દિલથી શુભકામનાઓ!

01/05/2026

જય જય ગરવી ગુજરાત! 💛❤️

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે તમામ ગુજરાતી ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ.

૧ મે, માત્ર એક તારીખ નથી; તે ગુજરાતની ગૌરવગાથા, અસ્મિતા, સંસ્કૃતિ, સાહસ અને અદમ્ય સંકલ્પનું પ્રતીક છે. મહાત્મા ગાંધીજીની અહિંસા, સરદાર વલ્લભભાઈ પટેલની અડગતા, નરસિંહ મહેતાની ભક્તિ અને ઝવેરચંદ મેઘાણીના શબ્દોથી સમૃદ્ધ ગુજરાતે હંમેશા દેશને નવી દિશા આપી છે.

ઉદ્યોગ, વેપાર, કૃષિ, શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ગુજરાતે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું આપણું ગુજરાત આજે સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક ઝળહળી રહ્યું છે.

આ સ્થાપના દિવસે, ચાલો આપણે સૌ મળીને સમૃદ્ધ, શક્તિશાળી, સ્વાવલંબી અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ.

મા અંબા અને મા બહુચરના આશીર્વાદથી આપણું ગુજરાત સતત પ્રગતિના નવા શિખરો સર કરતું રહે તેવી પ્રાર્થના.

જય જય ગરવી ગુજરાત!
જય હિંદ! 🇮🇳

#ગુજરાતસ્થાપનાદિવસ #જયજયગરવીગુજરાત #ગુજરાત #જયહિંદ

30/04/2026

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬માં બેચરાજી તાલુકાની જનતાએ વિકાસ, વિશ્વાસ અને સુશાસન પર અખંડ મોહર મૂકી છે. બેચરાજી તાલુકા પંચાયતની ૧૩ બેઠકો, જિલ્લા પંચાયતની ૩ બેઠકો તેમજ બેચરાજી નગરપાલિકાની ૨૨ બેઠકો પર મળેલ આ ઐતિહાસિક અને ભવ્ય વિજય જનસમર્થનનું જીવંત પ્રતિબિંબ છે.

આ ભવ્ય જીત બદલ તમામ વિજેતા ઉમેદવારો, સમર્પિત કાર્યકર્તાઓ અને બેચરાજીની પ્રબુદ્ધ જનતાને હાર્દિક અભિનંદન તથા અનંત શુભકામનાઓ. આપનો આ વિશ્વાસ વિકાસની ગતિને વધુ વેગ આપશે અને બેચરાજીને પ્રગતિના નવા શિખરો સુધી પહોંચાડશે.

#ભવ્ય_વિજય
#બેચરાજી_વિજયગાથા
#વિકાસ_વિશ્વાસ_વિજય
#સ્થાનિક_સ્વરાજ્ય_ચૂંટણી_૨૦૨૬
ીલ્યું_વિકાસ_જીત્યો 🚩🌷

27/04/2026

રાજ્યભરમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીના ઉત્સવ સમાન શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સમાજના અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જનમાનસને મતદાન માટે પ્રેરિત કર્યા. તેમના આ લોકશાહી પ્રત્યેના સમર્પણે નાગરિકોમાં નવી ઉર્જા અને જાગૃતિનો સંચાર કર્યો.

મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ લોકશાહી પ્રત્યેની આપણી જવાબદારી છે. જનતાના ઉત્સાહ અને સહભાગિતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લોકશાહીની મજબૂતાઈ જનસમર્થનમાં વસે છે. 🇮🇳🗳️

Photos from Kirit D Patel's post 26/04/2026

🗳️"પહેલા મતદાન, પછી જલપાન"🗳️ મારા વતન દેવગઢ ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ
તમારો એક અમૂલ્ય મત માત્ર ઉમેદવારને નહીં, પરંતુ તમારા શહેર, તાલુકા, જિલ્લા, ગામ અને સમગ્ર ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત છે.

વિકાસની ગતિને વધુ વેગ આપવા, સુશાસનને વધુ મજબૂત બનાવવા અને 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા માટે દરેક મત અત્યંત મહત્વનો છે.

આપ સૌને વિનંતી છે કે લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જોડાઓ, પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને ભારતીય લોકતંત્રને વધુ સશક્ત બનાવો.

*ચાલો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ—*

# # # "પહેલા મતદાન, પછી જલપાન"

# # # "મતદાન કરશો, વિકાસને વેગ આપશો!" 🇮🇳🪷

#મતદાન_અવશ્ય_કરો #પહેલા_મતદાન_પછી_જલપાન #વિકસિત_ગુજરાત #મજબૂત_લોકશાહી

Photos from Kirit D Patel's post 24/04/2026

વિકાસ, વિશ્વાસ અને જનસમર્થનનો અદભુત માહોલ...! 🚩

અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારો — થલતેજ, ઘાટલોડિયા અને રાણીપ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત જનસભાઓમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહનો અનોખો જ્વાર અનુભવ્યો.

આ પ્રસંગે ભાજપના તમામ ઉમેદવારોને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવી અને આવનારી ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે વિજયી બનવા માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી.

જનજનનો વિશ્વાસ, કાર્યકર્તાઓનો ઉત્સાહ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા એ જ ભાજપની સૌથી મોટી તાકાત છે.



🚩🪷

19/04/2026

અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છાઓ 🌼 ધન, સુખ અને સમૃદ્ધિ હંમેશા અક્ષય રહે.

Photos from Kirit D Patel's post 17/04/2026

વિકાસ, વિશ્વાસ અને જનસમર્થનનો ઉમંગ — ભાજપની ભવ્ય જીતનો અડગ આધાર..! 🚩

મહેસાણા જિલ્લાના બેચર–બેચરાજી નગરપાલિકાની “વિકાસ સંકલ્પ સભા”માં જિલ્લા પ્રભારીશ્રી ભરતભાઈ ડાંગર સાથે કાર્યકર્તાઓ અને જાગૃત નાગરિકો સાથે ઉર્જાસભર સંવાદ સાધ્યો. વિકાસના કાર્યો અને આવનારા સંકલ્પોને રજૂ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય માટે દૃઢ આહ્વાન કર્યું.

ચૂંટણી અનુસંધાને બેચરાજી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું શુભ પ્રારંભ કરી જીતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.

આ પ્રસંગે AAP ના પ્રદેશ સંગઠન મંત્રી અશોકજી ઠાકોર, જિલ્લા પ્રભારી પંકજસિંહ ઝાલા, તાલુકા પ્રભારી આશાબેન રાવલ સહિત 30થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કેસરિયો ધારણ કરી વિકાસયાત્રામાં જોડાયા અને દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો.

🚩 વિકાસનો સંકલ્પ — બેચરાજીનો અવિરત વિકાસ
ીલશે_વિકાસ_જીતશે 🪷

Photos from Kirit D Patel's post 17/04/2026

વિકાસ, વિશ્વાસ અને જનસમર્થનનો ઉમંગ — ભાજપની ભવ્ય જીતનો અડગ આધાર..! 🚩

મહેસાણા જિલ્લાના બેચર-બેચરાજી નગરપાલિકાની બેચરાજી ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં જિલ્લા પ્રભારીશ્રી ભરતભાઈ ડાંગરે કાર્યકર્તાઓ અને જાગૃત નાગરિકો સાથે ઉર્જાસભર સંવાદ સાધ્યો. વિકાસની દિશામાં થયેલા કાર્યો અને આવનારા સંકલ્પોને ઉજાગર કરતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય માટે સશક્ત આહ્વાન કરવામાં આવ્યું.

તેમજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેચર-બેચરાજી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને બેચરાજી ખાતે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું શુભ પ્રારંભ કરવામાં આવ્યું — જે જીત તરફના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

🪷 વિકાસ માટે પ્રતિબદ્ધ
🪷 જનસેવા માટે સમર્પિત
🪷 ભાજપ સાથે — વિકાસની ગતિ સતત આગળ

ીલશે_વિકાસ_જીતશે 🚩

14/04/2026

भारतीय संविधान के शिल्पकार, सामाजिक न्याय के प्रबल पक्षधर, "भारतरत्न" बाबासाहेब डॉ. भीमराव अंबेडकर जी के महापरिनिर्वाण दिवस पर सादर नमन.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Patel Society, Jai Ambe Nagar
Ahmedabad
380054