Info Ahmedabad GoG

Info Ahmedabad GoG

Share

page of Regional Information Office, Ahmedabad

Photos from Info Ahmedabad GoG's post 30/05/2026

▶️ અસારવાની ઐતિહાસિક માતર ભવાની વાવના જીર્ણોદ્ધારનો પ્રારંભ, ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા રૂ. 50 લાખના ખર્ચે થશે સંરક્ષણ કાર્ય.

▶️ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.

30/05/2026

પ્રવાસીઓને મળી વધુ એક સુવિધા 🚍

અમદાવાદ-સોમનાથ વાયા કોડીનાર નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો.

આ બસ સેવા ધોલેરા ચોકડી, ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, ઊના, કોડીનાર આવક-જાવકમા સ્ટોપ કરશે.

30/05/2026

👉 અમદાવાદ જીલ્લાની તમામ ITI માં નવા સત્ર માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ.

👉 ઉમેદવારો નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) માં જઈ વિનામૂલ્યે ફોર્મ ભરી શકશે. વધુ માહિતી માટે ઉમેદવારો વેબસાઈટ https:/itiadmission.gujarat.gov.in પર જઈ માહિતી મેળવી શકશે.

30/05/2026

👉 ઔડા દ્વારા ચોમાસાની ઋતુ દરમ્યાન નાગરિકોની ફરિયાદો/રજૂઆતો માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે.

👉 1 જૂનથી કાર્યરત થશે ઔડાનો કંટ્રોલ રૂમ, નાગરિકો વર્ષાઋતુ દરમિયાન ઔડા અંતર્ગતના વિસ્તારોમાં ઉપસ્થિત થતી તાકીદની પરિસ્થિતિ બાબતે 079-27545051-54 પર રજૂઆત કરી શકશે.

30/05/2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કચ્છની નવજાત બાળકીની ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી અત્યંત જટિલ અને જીવલેણ જન્મજાત ખામીની વિનામૂલ્યે સફળ સર્જરી, મળ્યું નવજીવન...

સિવિલ હોસ્પિટલની અદ્યતન ટેક્નોલોજી, કુશળ ડૉક્ટર્સ તેમજ મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમવર્ક દ્વારા અત્યંત બારીકાઈપૂર્વકની આ સર્જરીમાં નાકનો બંધ માર્ગ દૂર કરી, સેપ્ટેક્ટોમી દ્વારા શ્વાસ લેવાનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરાયો હતો; હાલ આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને કોઈપણ સપોર્ટ વિના કુદરતી રીતે નાકથી શ્વાસ લઈ રહી છે...

ગુજરાત સરકારની વિવિધ સિવિલ હોસ્પિટલ્સ ગરીબો અને અંત્યોદય પરિવારો માટે આશાનું સાચું કિરણ બની છે : રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

Photos from Info Ahmedabad GoG's post 30/05/2026

કોઠ ગામમાં બાલિકા પંચાયતની દીકરીઓ માટેની વિશેષ તાલીમમાં નેતૃત્વ અને સશકતીકરણના પાઠ ભણાવાયા.

અમદાવાદ મહિલા અને બાળ અધિકારી કચેરીની ટીમ દ્વારા ધોળકામાં બાલિકા પંચાયતની સરપંચ-ઉપસરપંચ દીકરીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો.

Photos from Info Ahmedabad GoG's post 30/05/2026

▶️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો.

▶️ કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક 'હેલ્સિયન' (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર કાર્યરત.

Photos from Info Ahmedabad GoG's post 30/05/2026

👉 AMCના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે ન્યૂઝીલેન્ડની અગ્રણી રમતગમત સંસ્થાઓનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું.

👉 એથ્લેટીક્સ, હોકી, સ્વિમિંગ, ક્રિકેટ અને બાઉલ્સ ન્યૂઝીલેન્ડના પ્રતિનિધિઓએ અદાણી સ્પોર્ટ્સ સેન્ટર અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી.

👉 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ, બજેટ, ઉપયોગિતા અને ભાવિ આયોજન અંગે AMC પાસેથી મેળવી વિગતવાર માહિતી.

30/05/2026

👉 અમદાવાદ બનશે યોગાભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર..!

👉 'One Breath, One Stage, One World'ની થીમ સાથે અમદાવાદની ધરા પર તા.4 થી 8 જૂન, 2026 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે વિશ્વનો પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપનો મહાકુંભ, જેમાં 75થી વધુ દેશના ખેલાડીઓ કરશે પોતાની યોગશક્તિનું પ્રદર્શન, અને રચાશે એક નવો જ ઈતિહાસ.

👉 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી યુવાનોમાં યોગ થકી ફિટનેસ પ્રત્યે નવી ચેતના જગાડવા માટેની આ એક ઐતિહાસિક પહેલના સાક્ષી બનીએ અને યોગની શક્તિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડીએ.



27/05/2026

AMC ની મેન્ટરશીપ હેઠળ સાણંદ સહિત પાંચ નગરપાલિકાઓ બન્યાં સ્વચ્છતાના મોડલ.

પાંચ શહેરોની શાળાઓમાં સંકલ્પ પત્ર અભિયાન, સફાઈકર્મીઓ માટે સરક્ષા શિબિર અને PPE કીટ વિતરણથી વધારાઈ જાગૃતિ અને સલામતી.

GVP સ્પોટ્સ દૂર કરી વોલ પેઈન્ટિંગ્સ, વારલી આર્ટ અને સ્વચ્છતા સંદેશોથી વિસ્તારોને અપાયો નવો લુક.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Regional Information Office
Ahmedabad
380015