Ahmedabad National Bookfair

Ahmedabad National Bookfair

Share

To develop quality reading culture in Ahmedabad is our Mission. Books on discounted rate were a special attraction last year.

WELCOME TO THE
“AMDAVAD NATIONAL BOOK FAIR-”: 1ST TO 7TH MAY

Flashback of Amdavad National Book Fair:

For last 6 years Amdavad National Book Fair is very successful event and we are planning to do the event more interesting and successful from the previous year.
• Organized with sync with ‘Vanche Gujarat’ mission of Government of Gujarat, Ahmedabad Municipal Corporation and with participation of

02/02/2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત પુસ્તકમેળો અને તેના અતરંગ સૈફ સાહેબ અને બેફામ સાહેબની ગઝલોની રજૂઆત કરવાનો સુંદર અનુભવ થયો. સુંદર આયોજન અને રજૂઆતથી અમે સર્વે કલાકારો ખૂબ પ્રભાવિત થયા છીએ. આવા સુંદર અને પ્રેરણાદાઈ આયોજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું રહે તેવી શુભેચ્છા. આજે એ અનુભવ્યું કે આજની યુવાપેઢી હાજર રહી ને ગુજરાતી કવીતા માણી તેમ માણતા જાણતા રહે તેવી અભ્યર્થના.

- નૈનેશ જાની
At 9th Vibrant Amdavad National Book Fair
7 JAN 2024


01/02/2024

આપણે ત્યાં લખ ચોરાસીના ફેરા અને આ ભવસાગરને એવા શબ્દો એટલે જ આવ્યા હશે કે જિંદગી, આ પૃથ્વી આ સંસારને માણવા માટે 80-100-200 વરસ તો ટૂંકા પડે. એના માટે તમારે 84 લાખ વખત આવવું પડે પછી તમને ખબર પડે કે જીવન કેવું છે. જીવનના રંગો કેવા છે. પણ જો તમે સાહિત્યના પ્રેમમાં હોવ તો એક જિંદગીમાં તમે અનેક જિંદગી માણી શકો. એટલે સાહિત્ય મને ગમે છે.

- જય વસાવડા
At 9th Vibrant Amdavad National Book Fair
12 JAN 2024




Jay Vasavada only JV

01/02/2024

સુંદર આયોજન સંસ્કૃતિ તેમજ
સંસ્કારને જાળવવાનો આ પ્રયાસ છે.
નવયુવાનોને સાહિત્ય સાથે જોડવા
માટેની ઉત્તમ વ્યવસ્થા.
મહાનગરપાલિકાના તમામ કર્તાહર્તા
અને કર્મયોગીઓને શુભકામના.

- વી.એસ. ગઢવી
At 9th Vibrant Amdavad National Book Fair
8 JAN 2024


31/01/2024

લેખનના જે બધા પ્રકારો છે એ બધા એક સરખા નથી.
જે રીતે નિબંધ કે કાવ્ય લખાય એ રીતે નાટક ના લખાય.
કાવ્ય નાટકમાં આવી શકે.
કાવ્યને નાટકમાં આવવું હોય તો નાટકની શરતે આવવું પડે.
એને નાટ્યાત્મક થવું પડે.

- સતીશ વ્યાસ
At 9th Vibrant Amdavad National Book Fair
10 JAN 2024



31/01/2024

ગઝલમાં શું ના હોવું જોઈએ એના અંગેની ગઝલ...
કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને...
કલાની સત્ય પર સરસાઈ તો આવી નથી ગઈ ને...
ને સરળ છું ને સરળ રીતે જ મારે વાત કહેવી છે.
સુભાષિતના સમી ઊંચાઈ તો આવી નથી ગઈ ને...
ને લખીને બે ઘડી રોકાવ છું એટલું જોવા...
કે ભૂલથી લોહીમાં શાહી તો આવી નથી ગઈ ને...


- સૌમ્ય જોશી
At 9th Vibrant Amdavad National Book Fair
9 JAN 2024


30/01/2024
30/01/2024

અમદાવાદ જેવા વ્યાપારિક પ્રવૃત્તિઓ માટે જાણિતા નગરને સાહિત્યિક ઓળખ આપવાનું શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાય છે. દર વર્ષે યોજાતા નેશનલ બુકફેરનું આ નવમું વર્ષ છે. સાતત્યપૂર્ણ રીતે આ બુકફેરનું આયોજન કરવા બદલ અ.મ્યુ.કો.ને અને ખાસ કરીને આ ફેર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન.

- કવિ હર્ષ બ્રહ્મભટ્ટ
At 9th Vibrant Amdavad National Book Fair
10 JAN 2024

Watch Full Video on Youtube
https://youtu.be/IjOrt_Wx0T4

30/01/2024

એક જ પળમાં પહાડ પીગળશે,
તું ગુજરાતી બોલ.
સઘળા ઝરણાંઓ ખળભળશે,
તું ગુજરાતી બોલ.
ટેસ્ટ બધાયે ભૂલી જઈશ તું,
બીજી, ત્રીજી પળમાં,
મોંમાં મધની નદિયું મળશે,
તું ગુજરાતી બોલ.

- કવિ રક્ષા શુક્લ
At 9th Vibrant Amdavad National Book Fair
8 JAN 2024

Watch Full Video on Youtube
https://youtu.be/e7r05l1Emic


29/01/2024

સાહિત્ય મને શા માટે ગમે છે?
માણસ ઈશ્વર પાસે જાય ત્યારે કંઈક ને કંઈક ઇચ્છે છે,
કંઈક માંગે છે, કંઈક વરદાન ઈચ્છે. પણ હું માનુ છું કે, સાહિત્ય એ
મનુષ્ય જાતિને વણમાંગે મળેલું મોટું વરદાન છે.

- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
At 9th Vibrant Amdavad National Book Fair
11 JAN 2024

Watch Full Video on Youtube
https://youtu.be/u4r5_ZcgWmY


29/01/2024

ડગુમગુ કે દંડવત ના થાતી ભાષા
હોંકારા પડકારા કરતી ગાતી ભાષા
ને એક એક અક્ષરમાં આવે મહેક મજાની
ચોક્કસ એ તો હોવાની ગુજરાતી ભાષા

- કવિ હરદ્વાર ગોસ્વામી
At 9th Vibrant Amdavad National Book Fair
8 JAN 2024

Watch Full Video on Youtube
https://youtu.be/e7r05l1Emic


28/01/2024

જે નથી ઉતરી કાગળ પર
એ જ પંક્તિ હજુ સુધી મને લખાવે છે.
રાહ જોવાની હોય છે, પ્રતીક્ષા કરવાની હોય છે. તે પંક્તિ આવી કે નહિ અને દરેક પંક્તિ આવે ત્યારે એમજ થાય કે, હા હવે આવી ગઈ. પણ આવે એ ભેગી છટકીને જતી રહે. નદીમાં સ્નાન એક જ વાર થઇ શકે બીજીવાર સ્નાન કરો ત્યારે તમે જેમાં પડ્યા હોય એ પાણી તો આગળ નીકળી ગયું હોય છે.

- વિનોદ જોશી
At 9th Vibrant Amdavad National Book Fair
12 JAN 2024

Watch Full Video on Youtube
https://youtu.be/_vzvz-s8GGg

28/01/2024

અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળો...
આજના સોશ્યલ મિડિયા યુગમાં મુદ્રિત શબ્દનું મહત્વ અને મૂલ્ય સાર્થક કરે છે. ઉત્તમ પુસ્તકો જે ક્યારેક સમયના અભાવે અથવા પ્રકાશન અમદાવાદની બહાર કે વિશ્વના કોઈ ખૂણે હોવાને કારણે નથી મેળવી શકાતાં ! એ પુસ્તકો GMDCના ગ્રાઉન્ડ ઉપર પુસ્તકમેળામાં સામેથી ભેટવા આવતા મિત્રો જેવા લાગે છે...
વૃક્ષ આપણને રુક્ષ થતા બચાવે છે
એમ જ પુસ્તકો આપણને
પસ્તી થતાં બચાવે છે.

- કવિ અંકિત ત્રિવેદી
At 9th Vibrant Amdavad National Book Fair
12 JAN 2024

Watch Full Video on Youtube
https://youtu.be/_vzvz-s8GGg

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Ahmedabad