વાલીશ્રી તમારા બાળકના રેશન કાર્ડ માટે e kyc કરાવી દેવું.
Vejalpur Gujarati Public School
WE BELIEVE IN EXCELLENCE
75માં ગણતંત્ર દિવસની ઉજવણી
26/01/2024
75માં ગણતંત્ર દિવસની ઉજવણી
22/04/2023
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુનું પૂજન કરવું એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આ સાંસ્કૃતિક વારસને ચરિતાર્થ કરી બતાવ્યું વેજલપુર ગુજરતી પબ્લિક સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી શ્યામશરણ જીભાઇકુમાર દેસાઈ એ. શાળાના બધાજ ગુરુજનો ને પોતાના ઘરે આમંત્રિત કરી
'ગુરુ વંદના' નું આયોજન જાતે કર્યું. એક આદર્શ શિષ્યમાં જે ગુણ જોવા ગમે તે તમામ ગુણ શ્યામમાં જોવા મળે. તમામ ક્ષેત્રોમાં આગળ. રમત ગમત અને સંગીત એનો રસનો વિષય. તેના પિતા જીભાઇકુમાર દેસાઈ એ ગુજરાત સરકારમાં વર્ગ 1અધિકારી તરીકે ફરજ બજાવે છે. કોરોના કાળ દરમ્યાન તેમની બદલી અમદાવાદમાં થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની વેજલપુર ગુજ.પબ્લિક સ્કૂલમાં પ્રવેશ લીધો. આજે કહેતા ગર્વ થાય છે હાલમાં તેમની બદલી આણંદ થઈ તેમ છતાં તેના પિતાને કહે છે કે "પપ્પા તમે અપ ડાઉન કરજો, હું આ શાળા નહિ છોડું." પ્રાઇવેટ શાળા તરફ આંધળી દોટ મુકતા વાલીઓ માટે આ સમજવા જેવું છે. તેના પિતા તેને નામદાર પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે છે પરંતુ એક સરકારી શાળા વાસ્તવમાં બાળકોને જીવનના તમામ આયામો માટે તૈયાર કરે છે.
શાળા પર મુકેલ વિશ્વાસ ને સાચા અર્થમાં શાળાના શિક્ષકો એ સાબિત કરી બતાવ્યું છે.
ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂજન ને સાચા અર્થમાં તેણે કરી બતાવ્યું.
આજે ગર્વ છે શ્યામ પર અને તેના માતા પિતા પર
આજે ગર્વ છે શાળાના તમામ ગુરુજનો પર.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત વેજલપુર ગુજરાતી પબ્લિક સ્કૂલના ધોરણ પાંચ ના વિદ્યાર્થી તર્ણવ જયેશકુમાર પટેલ AISSEE (ALL INDIA SAINIK SCHOOL ENTRANCE EXAM-2023) પાસ કરી છે. ત્યાર પછીની મેડિકલ ટેસ્ટ પણ પાસ કરી સૈનિક સ્કૂલ બાલાછડી ખાતે એડમિશન મેળવેલ છે.
શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન
01/04/2023
VGPS results in NMMS...
વર્ષ 2022-23 ની NMMS EXAM નું મેરીટ લીસ્ટ જાહેર થયું. આપણી શાળાના કુલ 2 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું. કુલ 49 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી 23 પાસ થયા અને 2 મેરીટમાં આવ્યા.
શાળા ના બાળકો અને સતત તૈયારી કરાવનાર અમારી ટીમના શિક્ષક મિત્રો NMMS ની જવાબદારી લીધી તે શિક્ષકોએ ઉજ્જવળ પરિણામ લાવીને શાળાને ગૌરવ અપાવ્યું છે. અહીં ધોરણ 6 થી 8 ના તમામ શિક્ષકો જેમણે પોતાનો સમય આ બાળકો પાછળ ખર્ચ્યો છે તેઓને કોટિ કોટિ વંદન અને અભિનંદન...
આ છે અમને ગૌરવ અપાવનાર સિતારા..
મેરીટ માં આવનાર વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન...💐💐
Great going team VGPS
તિરંગા યાત્રા
24/04/2022
ચાલો આપણાં બાળકોને જોડીએ..
રજિસ્ટ્રેશન માટે :
https://forms.gle/8LZQo5cRhQNkehSQ9
https://forms.gle/aNzrCuEu23tgbom28
https://forms.gle/GkCQqHTDohpyRUDu5
કોઈપણ એક ફોર્મ ભરવું.
Telegram ગૃપમાં જોડાવા માટે...
https://t.me/gietvidyadarshan
વર્ષ 2021-22 ની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી PSE પરીક્ષામાં આપણી વેજલપુર ગુજરાતી પબ્લિક સ્કૂલ ના ધો.6 માં અભ્યાસ કરતા શ્યામશરણ જીભાઈ દેસાઈ એ મેરીટ માં સ્થાન મેળવી શાળા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદ ને ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર વતી શ્યામ ને અને તૈયારી કરાવનાર શાળા ના શિક્ષકો ને ખૂબ ખૂબ અભિનંદન
Great going team VGPS
21/12/2021
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2020 માં આપણી વેજલપુર ગુજરાતી પબ્લિક સ્કૂલ ના 19 વિદ્યાર્થીઓ માંથી 16 વિદ્યાર્થીઓ કવોલિફાઇડ થયા અને એક વિદ્યાર્થી એ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓ અને તૈયારી કરાવનાર શાળા સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન
GREAT going team VGPS
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Krushnadham Shopping Complex Vibhag 1 Nr Auda Avas, Vejalpur
Ahmedabad
380015
