Tarun Barot

Directions

Tarun Barot Retd. Dy. SP of Gujarat Police | Social Service

GCS હોસ્પિટલ અને અમારા હસ્તે ચાલતા આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર બાપુનગર ખાતે ફ્રી મેડિકલ કેમ્...
27/09/2026

GCS હોસ્પિટલ અને અમારા હસ્તે ચાલતા આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિર બાપુનગર ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલ જેમાં 150 થી પણ વધુ જરૂરિયાતમંદ લોકોએ મેડિકલ કેમ્પમાં આવી પોતાની વિવિધ બીમારીઓના નિદાન માટે અનુભવી ડોક્ટરો પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું. 🙏

1st PM CUP 2026 ગુજરાત રાજ્ય TAKEWONDO CHAMPIONSHIP નું આયોજન વીર સાવરકર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે આયોજિત થયેલ, જ...
23/09/2026

1st PM CUP 2026 ગુજરાત રાજ્ય TAKEWONDO CHAMPIONSHIP નું આયોજન વીર સાવરકર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે આયોજિત થયેલ, જેમાં રાજ્યના વિવિધ 23 જિલ્લાઓના સ્પર્ધકોએ ભાગ લીધો. જેમાં હાજરી આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો.

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી બાપુનગર ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આયોજિત મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પમાં 150થી ...
23/08/2026

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી બાપુનગર ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આયોજિત મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પમાં 150થી વધુ લોકોએ ચેકઅપ કરાવ્યું અને જરૂરિયાતમંદોએ સારવાર લીધી.🙏

80 મા સ્વાતંત્રતા પર્વ દિવસ નિમિત્તે પાલડી ખાતે આવેલ સંજીવની આયુર્વેદિક સરકારી હોસ્પિટલ તેમજ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ DPS ...
15/08/2026

80 મા સ્વાતંત્રતા પર્વ દિવસ નિમિત્તે પાલડી ખાતે આવેલ સંજીવની આયુર્વેદિક સરકારી હોસ્પિટલ તેમજ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ DPS East અમદાવાદ ખાતે આયોજિત ધ્વજારોહાણ કાર્યક્રમમાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી. 🇮🇳 🫡

📚 “શિક્ષણથી વિકાસ, વિકાસથી સમૃદ્ધિ.” 📚તા. 25/6/2026 ના રોજ “સૌ ભણે – સૌ આગળ વધે” ના પવિત્ર ઉદ્દેશ સાથે અરવિંદભાઈ બારોટ એ...
26/06/2026

📚 “શિક્ષણથી વિકાસ, વિકાસથી સમૃદ્ધિ.” 📚
તા. 25/6/2026 ના રોજ “સૌ ભણે – સૌ આગળ વધે” ના પવિત્ર ઉદ્દેશ સાથે અરવિંદભાઈ બારોટ એડવોકેટ (સરપંચશ્રી, થલતેજ)ના સહયોગથી બાપુનગર સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમમાં આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય સંચાલક પૂર્વ ડી.વાય.એસ.પી. અને હંમેશા સેવાકાર્યમાં તત્પર શ્રી તરુણભાઈ બારોટ સાહેબ, સરસપુર-રખિયાલ વોર્ડ પ્રાદેશિક પ્રતિનિધિ શ્રી જયેશભાઈ બારોટ, શિવમ બ્રહ્મભટ્ટ, રામભાઈ બ્રહ્મભટ્ટ (એડવોકેટ), સુરેશભાઈ રાયપુર, અશોકભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને 200 જેટલા વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.🙏

નડિયાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નાનો ભાઈ સમાન પરાગ બ્રહ્મભટ્ટને મળી શુભેચ્છાઓ પાઠવી, સાથે નડિયાદ મહાનગરપ...
14/06/2026

નડિયાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નાનો ભાઈ સમાન પરાગ બ્રહ્મભટ્ટને મળી શુભેચ્છાઓ પાઠવી, સાથે નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ રાવળ સૌ સાથે સમાજ જીવનમાં ઉપયોગી થતા કાર્યો કરવાની શુભેચ્છા પાઠવી.💐

બાપુનગર સ્વામિનારાયણ મંદિર ખાતે અમારું તેમજ અમદાવાદના મેયર બનવા બદલ હિતેશભાઈ બારોટનું BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ...
06/06/2026

બાપુનગર સ્વામિનારાયણ મંદિર ખાતે અમારું તેમજ અમદાવાદના મેયર બનવા બદલ હિતેશભાઈ બારોટનું BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સન્માન થયું. સાથે અમદાવાદના મેયર બનવા બદલ હિતેશભાઈ બારોટને અભિનંદન આપ્યા.💐🙏

મારા માતૃશ્રી સ્વ. આનંદીબેન અમૃતલાલ બારોટની આજે 19 મી પુણ્યતિથિ નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનને વાઘા તેમજ મ...
09/03/2026

મારા માતૃશ્રી સ્વ. આનંદીબેન અમૃતલાલ બારોટની આજે 19 મી પુણ્યતિથિ નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભગવાનને વાઘા તેમજ મા લક્ષ્મીજીના વાઘા તેમજ ધજા ચડાવી. બાપુનગર ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મારા માતા-પિતાના નામે ચાલતા આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ થકી ચાલતા સદાવ્રતમાં આંગણવાડીના બાળકોને પૌષ્ટિક ભોજન જમાડ્યું.🙏

બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી,  ઈશ્વરચરણ સ્વામી, અક્ષરવત્સલ સ્વામીના આશીર્વાદ લીધા. મહ...
22/01/2026

બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, અક્ષરવત્સલ સ્વામીના આશીર્વાદ લીધા. મહંત સ્વામી એ પ્રમુખ સ્વામી બાપા જે રક્ષા પોટલી બાંધતા હતા એ બાંધી આશીર્વાદ આપ્યા.
જય સ્વામિનારાયણ🙏

ગુજરાત રાજ્ય સરકાર માંથી નિવૃત્ત એડિશનલ સેક્રેટરી કવિશ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ ને સંગત પ્રેરિત "કવિશ્રી રમેશ પારેખ કાવ્ય સ...
17/12/2025

ગુજરાત રાજ્ય સરકાર માંથી નિવૃત્ત એડિશનલ સેક્રેટરી કવિશ્રી હર્ષભાઈ બ્રહ્મભટ્ટ ને સંગત પ્રેરિત "કવિશ્રી રમેશ પારેખ કાવ્ય સન્માન" તેમજ મારા મિત્ર અને સુગમ સંગીતના પ્રખ્યાત સંગીતકાર સૌમિલભાઈ, શ્યામલભાઈ અને આરતીબેન મુનશીને સંયુક્ત પણે "રાસબિહારી દેસાઈ સંગીત સન્માન" પરમ પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે એનાયત થયો. કવિશ્રી હર્ષભાઈ ના ચાર પુસ્તકો (સહર્ષ, સાતત્ય, સરમાયા, સરગોશી)નું લોકાર્પણ થયું. મિત્રોને અભિનંદન પાઠવી સૌમીલભાઈની માતાશ્રીના આશીર્વાદ લીધા.💐

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Tarun Barot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share