09/10/2026
ઇક્વાડોરમાં લેન્ડિંગ વખતે રનવે પરથી લપસ્યું વિમાન
ઇક્વાડોરના મારિસ્કલ લા માર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક પેસેન્જર વિમાન રનવે પરથી લપસીને રસ્તા પર જઈ પડ્યું અને લાઇટ પોલ સાથે અથડાયું.ગુઆયાકિલથી કુએન્કા જઈ રહેલી કુએનકેના એરલાઇન્સની આ ફ્લાઇટમાં ઇક્વાડોરની સેન્ટ્રલ બેંક માટેની કિંમતી વસ્તુઓ લઈ જવામાં આવી રહી હતી. વિમાનમાં સવાર બંને લોકોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી.