06/04/2026
૧૦ માર્ચ ૨૦૨૬થી શરૂ થયેલ Mission Fit Khakhi કાર્યક્રમનું પાંચમું અઠવાડિયું આજથી શરૂ થયું.
આ તબક્કામાં ધ્યાન અને મેડિટેશનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી પોલીસ કર્મચારીઓની શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શક્તિ પણ વધુ મજબૂત બને.
પોલીસ કમિશ્નરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળના મિશન અંતર્ગત આજ રોજ, તમામ પોલીસ કર્મચારીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં ધારણા મુજબના હકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે.
આ અભિયાનથી પોલીસ કર્મચારીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
સ્વસ્થ જીવન — સુરક્ષિત સેવા
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
Ahmedabad Police
Official Facebook Account of Ahmedabad Police We are now "ONLINE ONDUTY" and we are open for SUGGESTIONS.
Please visit the following link: www.ahmedabadcitypolice.org to Share Your Views.
06/04/2026
06/04/2026
૧૦ માર્ચ ૨૦૨૬થી શરૂ થયેલ Mission Fit Khakhi કાર્યક્રમનું પાંચમું અઠવાડિયું આજથી શરૂ થયું.
આ તબક્કામાં ધ્યાન અને મેડિટેશનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી પોલીસ કર્મચારીઓની શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શક્તિ પણ વધુ મજબૂત બને.
પોલીસ કમિશ્નરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળના મિશન અંતર્ગત આજ રોજ, તમામ પોલીસ કર્મચારીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં ધારણા મુજબના હકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે.
આ અભિયાનથી પોલીસ કર્મચારીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
સ્વસ્થ જીવન — સુરક્ષિત સેવા
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
01/04/2026
01/04/2026 — શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અતિ મહત્વના હિરાવાડી ચાર રસ્તા, ગરીબનગર ચાર રસ્તા રખિયાલ અને સ્વસ્તિક ચાર રસ્તા અમરાઈવાડી ની પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલિકનાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી.
ટ્રાફિક પોલીસ અધિકારીઓ દ્વારા ઝડપી અને અસરકારક નિવારાત્મક પગલાં અમલમાં મૂકવામાં આવ્યા, જેના કારણે ટ્રાફિક સમસ્યાનો એકંદરે નિરાકરણ થયો.
આ સફળતામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ટીમની તત્પરતા અને નાગરિકોનું સહયોગ મુખ્ય કારણ છે.
"ટ્રાફિકના નિયમોનું પાલન કરો, માર્ગ પર શિસ્ત જાળવો — સુરક્ષિત શહેર, સુખી મુસાફરી"
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
01/04/2026
01/04/2026
10 માર્ચ 2026 થી શરુ કરવામાં આવેલ Mission Fit Khakhi કાર્યક્રમનો આગળનો તબક્કો આજથી શરૂ થયો.
ચોથા અઠવાડિયાના આ તબક્કામાં ધ્યાન અને મેડિટેશનને પ્રાથમિકતા આપી તાલીમમાં સામેલ કરવામાં આવ્યું છે, જેથી શારીરિક સાથે માનસિક તંદુરસ્તી પણ મજબૂત બને. આગળના આયોજન અને કાર્યક્રમની રૂપરેખા પોલીસ કમિશ્નરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી.
આ અભિયાનથી પોલીસ કર્મચારીઓની તંદુરસ્તી વધશે અને કાર્યક્ષમતા સુધરશે. સ્વસ્થ જીવન, સુરક્ષિત સેવા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
24/03/2026
આજરોજ, પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન 7 ની સેટેલાઇટ વિસ્તાર માં આવેલ કચેરીની વાર્ષિક તપાસણી કરી અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લીધી. તમામ વહીવટી કામગીરીનું નિરિક્ષણ તેમજ સમીક્ષા કરી.
સેટેલાઇટ, સરખેજ, બોડકદેવ, આનંદનગર અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે બેઠક કરવામાં આવી.
વિસ્તારમાં ગુનાખોરી ઉપર અંકુશ અંગેના પ્રયત્નો તથા CCTV પ્રોજેક્ટ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
પોલીસ કમિશ્નરશ્રીએ સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે બનાવવામાં આવેલ બોક્સ ક્રિકેટનું ઓપનિંગ કર્યુ.
ત્યારબાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ "મુસ્કાન માટે રક્તદાન " કેમ્પ ની મુલાકાત લીધી.
એલિસબ્રિજ પોલીસ લાઇનના પોલીસ પરિવાર સાથે મુલાકાત કરી તથા પોલીસ આવાસોની હાલની પરિસ્થિતિ અંગે પણ ચકાસણી કરી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
24/03/2026
અમદાવાદ આજરોજ,તારીખ 24/03/ 2026ના રોજ પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલિક નાઓ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણના પગલાં અંગે શહેરના પશ્ર્ચિમ વિસ્તારના અતિ મહત્વના જંક્શન પેલેડિયમ મોલ ચાર રસ્તાની મુલાકાતે.
ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સ્થાનિક અને ટ્રાફિકના પોલીસ અધિકારીશ્રીઓએ લીધેલ નિવારાત્મક પગલાંથી પિરાણા સર્કલ, નારોલ સર્કલ તથા કોઝી હોટલ આસપાસ ના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો એકંદરે નિકાલ આવતા, હવે શહેરના પશ્ર્ચિમ વિસ્તારના આ જંકશનની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પણ પ્રયાસ કરવામાં આવશે.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
23/03/2026
આજરોજ,તારીખ 23/03/ 2026ના રોજ પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલિક નાઓ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણના પગલાં અંગે જાતેથી શહેરના પીરાણા સર્કલ, નારોલ સર્કલ અને કોઝી હોટલના આસપાસના વિસ્તારની મુલાકાતે.
ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સ્થાનિક અને ટ્રાફિકના પોલીસ અધિકારીશ્રીઓએ લીધેલ નિવારાત્મક પગલાંથી ટ્રાફિક સમસ્યાનો એકંદરે નિકાલ આવતા આ સ્થળોની મુલાકાત લીધી અને ચર્ચા કરી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
23/03/2026
આજરોજ,
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ પોલીસ મુખ્ય મથક - શાહીબાગ ખાતે પી.ટી.પરેડમાં હાજરી આપી.
પોલીસ અધિકારીશ્રીઓ ને પોલીસ પણ કર્મચારીઓ સાથે
તાજેતર માં પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી કરાયેલા અમદાવાદ શહેર ખાતે નવી નિમણૂંક પામેલા જેટલા હથિયારી/બિન હથિયારી પુરુષ લોકરક્ષક કેડેટની અમદાવાદ પોલીસ મુખ્ય મથક - શાહીબાગ ખાતે પાયાની તાલીમ ચાલી રહેલ છે. જે પૈકી 364 આજરોજની પી.ટી.પરેડમા હાજર રહેલ જેઓ સાથે પોલીસ કમિશ્નરશ્રીનાઓએ સંવાદ કર્યો.
Mission Fit Khakhi - સંતુલિત પોષણ, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ આદતોનું સંયોજન ધરાવતો ૧૨ અઠવાડિયાના આ કોર્સના ત્રીજા અઠવાડિયાની શરૂઆત આજ થી થઈ. પોલીસ કમિશ્નરશ્રીના સીધા સુપરવિઝન હેઠળના આ કોર્સ અંતર્ગત, તેઓને આગળના આયોજન અંગે જાણકારી આપવામાં આવી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
13/03/2026
મુસ્કાન માટે રક્તદાન:
આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ દ્વારા શહેરના તમામ નાયબ પોલીસ કમિશ્નરશ્રીનાઓ અને તેનાથી ઉપરી દરજ્જાના તમામ અધિકારીશ્રીઓ સાથે રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ શાખાની મુલાકાત લેવામાં આવી.
પોલીસ કમિશ્નરશ્રીનાઓ સાથે તમામ ઊચ્ચ અધિકારીશ્રીઓ થેલેસેમિયા મેજર ધરાવતા બાળકો સાથે સંવાદ કર્યો.
થેલેસેમિયા ધરાવતા બાળકો માટે રક્તનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવો મહતવનું છે, જેમને નિયમિત રક્તદાનની જરૂર હોય છે તેઓને અમદાવાદ શહેર પોલીસ અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ રીતે સમયાંતરે શિબિર આયોજન મદદરુપ બને છે. શહેરમાં દર વર્ષે પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ઝોન કક્ષાએ રક્તદાન શિબિરનું આયોજિત થાય છે અને અંદાજે 5000 જેટલા યુનિટ બ્લડ એકત્રિત કરીને "મુસ્કાન માટે રક્તદાન" હેઠળ સંસ્થાને આપવામાં આવે છે.
આ આયોજન બાદ એકત્રિત થયેલ બ્લડ ઉપર શુ કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે તમામ અધિકારીશ્રીઓએ જાણકારી લીધી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
10/03/2026
તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશ્નર - ઝોન 8ની નવી કચેરી અસ્તિત્વ માં આવેલી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ અત્યાર સુધી નાયબ પોલીસ કમિશનર કક્ષાએ 07 કચેરીઓ સાથે કાર્યરત હતું. પરંતુ શહેરનો વધતો વ્યાપ તથા કામગીરીની સરળતા માટે સરકારશ્રી દ્વારા આ નવી કચેરી મંજુર કરવામાં આવી છે.
આજરોજ, પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ અમદાવાદ શહેર ના ઓઢવ પોલીસ સ્ટેશન, રતનપુર ચોકી તથા રામોલ પોલીસ સ્ટેશન ની શહેરના અન્ય સ્થાનિક ઊચ્ચ અધિકારીશ્રીઓ સાથે મુલાકાત લીધી.
નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન 8 નાઓની કચેરી હાલ પુરતી રામોલ પોલીસ સ્ટેશન ખાતે શરુ કરવામાં આવેલ છે.
#અમદાવાદપોલીસ #અમદાવાદ #પોલીસ
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Address
Police Commissioners Office
Ahmedabad
380004
