AYUSH Department SOLA CIVIL

AYUSH Department SOLA CIVIL

Share

ayurved & homeopathy opd

09/01/2025

Photos from AYUSH Department SOLA CIVIL's post 07/08/2021

ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણતાની ઉજવણી અન્વયે વિકાસ દિવસ નિમિત્તે આજ રોજ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આરોગ્ય સુખાકારી કાર્યક્રમ નિમિત્તે માન. ધારાસભ્યશ્રી દસ્ક્રોઇ બાબુભાઈ પટેલ, માન. ધારાસભ્યશ્રી ઘાટલોડીયા ભુપેન્દ્રભાઈ પટેલ, માન. ધારાસભ્યશ્રી સાબરમતી અરવિંદભાઈ પટેલ, માન. કલેકટર સાહેબ , માન. ડીડીઓ સાહેબ ,માન. હર્ષદગીરી ગોસ્વામી ભાજપ પ્રમુખ અમદાવાદ ની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સ સન્માન સમારંભમાં તમામ મેડીકલ ઓફિસરશ્રી આયુષ વતી ટીમ આયુષ અમદાવાદ નું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવા માં આવ્યું . માન. કલેકટર સાહેબ,
માન.ડીડીઓ સાહેબ તથા શ્રી જીલ્લા આયુર્વેદ અધિકારી જોષી સાહેબ નો ખુબ ખુબ આભાર તથા તમામ મેડીકલ ઓફિસરશ્રી આયુષ (ટીમ આયુષ અમદાવાદ) ને ખુબ ખુબ અભિનંદન💐💐

16/02/2021

*આયુર્વેદ નુ અમૃત..... વૈદ્ય મહેશ અખાણી*

📄 *ચાલો... વસંત માં વિહાર કરીએ!*

👉🏻 *તુલસીકૃત રામાયણ માં વર્ણન છે કે* શિવજી નો તપોભંગ કરાવવા માટે *આબાલ વૃધ્ધ સૌને મોહિત કરનાર કામદેવે વસંત ની રચના કરી.* સૃષ્ટિ ની સુંદર સજાવટ કરી, *પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી,* તેને જોઇ મોર, પોપટ, કાબર, કોયલ નાચવા લાગ્યા, જંગલો માં તો જાણે પોપટ નુ સામ્રાજ્ય ઉભું થયુ - *પોપટ ખુદ ભૂલો પડી જાય કે અહી મારી ચાંચ ક્યાથી આવી તેવા કેસુડા* સૌનું મીઠું, મધુરુ હસતાં - હસતાં સ્વાગત કરે ત્યારે કહો જોઇ, *કોણ દિલ થી ખુશ થયા વિના રહી જાય ?*

👉🏻 *શિવ બનવુ હોય તો કામ ને બાળો:*
દિવસે ગરમી ને રાત્રે ઠંડી, ઠંડો ગુલાબી પવન ફુંકાતો હોય ને લગ્ન ની શરણાઇઓ ના સુર ચારેબાજુ સંભળાતા હોય, અવનવું ચટાકેદાર ખાવાનું મન થતું હોય, ગલ્યુ, ખાટુ, ખારુ ને ઠંડુ ખાવાનું મન થતું હોય *ત્યારે ખોરાક ઉપર નો સંયમ રાખવો ઘણો અધરો બની જાય ત્યારે જાતિય સંયમ નું તો પૂછવું જ શું?*

👉🏻 *શિવ નો તપોભંગ કરવા આવેલા કામદેવે વસંત નું સર્જન કર્યુ ત્યારે શિવ ની જેમ જ્ઞાન નું ત્રીજુ લોચન ખોલીને કામ ને બાળવો જ પડે અન્યથા શિવ થવાય નહી.*

👉🏻 *વસંત માં કફ નો પ્રકોપ:* આખા વર્ષ મા સૌથી વધુ *કફ નો પ્રકોપ વસંત ઋતુ માં થાયછે.* હેમંતઋતુ માં કફ ચોંટી જાયછે. જે વસંત ઋતુ ની ગરમી માં પીગળી ને શરદી, ખાંસી, ખંજવાળ, સોજા, શ્વાસરોગ, ખોડો, ક્ષય, આળસ, અપચો, તમામ ચામડી ના રોગો હોય તેને વધેછે ને ના હોય તેને થવાની શક્યતા રહેછે. ... તેથી... વસંતઋતુ માં કફ ના રોગો થાય નહી તે માટે તેની *અગમચેતી સ્વરુપે આયુર્વેદ ના આચાર્યો ઍ અનુભવી વૈદ્ય પાસે વિધિવત વમન કરાવવા નુ સુચવ્યું છે.* અને _"ઓકી દાતણ જે કરે"_ તે કહેવત પણ વસંતઋતુ માટે જ શરદી, *કફ ના રોગો ને ખેંચી ને બહાર કાઢવાની ઘરેલું ઉપચાર માટે* આવીછે.

👉🏻 *વસંત માં આહાર- વિહાર :* ઓછું ભોજન, ઝડપ થી પચી જાય તેવું હળવું ભોજન લેવું, ચૈત્રી નવરાત્રિ માં ઉપવાસ ને લીમડા ના મોર ના રસ નુ સેવન, અધિક વ્યાયામ, ખજૂર, ધાણી, ચણા, બાજરી, મગ, મધ, મઠ, મકાઇ, મમરા, મસૂર, જીરુ- મરી નાખેલી છાસ, મેથી, દૂધી, કારેલા, પરવળ, નાના રીંગણ, સુરણ, ગાજર, દાડમ, લીંબુ, મરી, આદું, સૂંઠ, હિંગ, દિવેલ, હરડે, ત્રિફળા, લીંડીપીપર.... *આ બધા જ આહાર દ્રવ્યો એ કફ ને મટાડનારા ઔષધો છે તે સમજો.*

➖ સાથે ભેંસ નુ દૂધ, દહી, ડુંગળી, અડદ, ઠંડુ પાણી, ઠંડા પીણા, મિઠાઇ, દિવસ ની ઊંઘ, નમક, શેરડી નો રસ, નવો ગોળ, ખાંડ, તલ આ બધું જ કફ કરનાર હોવાથી *શક્યત: સેવન કરવું નહી.* *શક્યત: એટલા માટે કે બિમાર વ્યક્તિ એ તે પ્રમાણે કડક ચરી પાળવી પરંતુ વ્યાયામ કરનાર ને સ્વસ્થ વ્યક્તિ ઓછી ચરી પાળે તો ચાલે.*

👉🏻 *પ્રમેહ - મધુમેહ રોગ* ની ઘણું કરીને શરુઆત આ ઋતુ માં વિશેષ થાયછે અને *જેમને પ્રમેહ છે તેમને વિશેષ સાચવવું.*

*છેલ્લે....*

👉🏻 ગળ્યું, ખાટું, ખારુ, ઠંડુ, ચીકાશવાળુ અને પચવામાં ભારે અન્નપાન, દિવસ ની ઊંઘ .... *આ બધાનું બુધ્ધિશાળી માણસે વસંતઋતુ માં સેવન કરવું નહી.*
...............................................
*વૈદ્ય મહેશ અ. અખાણી,*
*વૈદ્ય પરાશર મ. અખાણી.*

Photos from AYUSH Department SOLA CIVIL's post 27/11/2020
12/09/2020
Photos from AYUSH Department SOLA CIVIL's post 10/01/2020

Health awareness through ayurved & homeopathy "lecture at ibaset technology thaltej yesterday by ayush Mo sola civil

Photos from AYUSH Department SOLA CIVIL's post 02/01/2020

Request to all

We are organising friday shibir since 6 weak.

All are requested to spread this news to all you group which is posted below👇

Photos from AYUSH Department SOLA CIVIL's post 23/08/2019

lecture given today on the subject of
"health awareness,
preventive measures & scope of Ayush"
by Mo ayurved & homoeopathy sola ,
to the students of bridge health course at GMERS medical College sola

04/05/2019

*હિટવેવ થી બચવાના આયુર્વેદમાં સૂચવેલ ઉપાયો*

આયુર્વેદ અનુસાર હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે.
ચરક, વાગભટ્ટ વગેરે આયુર્વેદના ગ્રંથોમાં ઉનાળામાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા ગ્રીષ્મઋતુચર્યા આપેલ છે.
ગ્રીષ્મઋતુચર્યા એટલે ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેમજ જીવન શૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા.
આયુર્વેદ તેને બે વિભાગમાં વહેંચે છે
(૧) ખાન-પાનના પરિવર્તનો અને (૨) જીવન શૈલી ગત ફેરફારો. તે મુજબ

*(૧) ખાન-પાનના સંબંધી સલાહ-સૂચનો*
* તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી પીવું
* ફ્રિજનું ઠંડુ પાણી ન પીવું
* માટલાંના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું
* માટલાંમાં સુગંધીવાળાની પોટલી મૂકવી
* ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો
* આયુર્વેદ અનુસાર ભોજનમાં પ્રવાહી ખોરાક વધુ લેવો
* વિવિધ ખાટા ફળોના શરબતો સાકર અને મધ ઉમેરી લેવા (બરફ ન ઉમેરવો)
* સાકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુપ્રમાણેના ફળો લેવા
* પચવામાં સરળ હોય તેવા દૂધી, સરગવો, ગલકા, તુરીયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા
* બજારુ પેકિંગ કરેલ ફ્રૂટના જ્યુસ ન લેવા
* ઘરે બનાવેલ તાજો શ્રીખંડ લઈ શકાય
* નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું
* ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા
* રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા

*જીવન શૈલીમાં શું ફેરફાર કરશો?*

* તડકો, ગરમ પવન થી દૂર રહેવું
બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું
* રાત્રે અગાસી કે ધાબા પર સૂવું
ખાસ કરીને સુતરાઉ અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા
* તડકામાં નીકળો ત્યારે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો ભીના કપડાંથી ઢાંકીને નીકળવું
* તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, હાથ-પગ-મોં ધોવા નહીં
તડકામાંથી આવીને તાત્કાલિક પાણી પીવું નહીં
* સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું
* કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી
* હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા
* ઉનાળામાં દિવસે થોડો સમય (૧૫ થી ૩૦ મિનિટ) સુવાની છૂટ છે.

*આયુર્વેદ માન્ય ઉનાળામાં લેવા લાયક કેટલાક યોગ*

*કાચી કેરીનો બાફલો*
*લીંબુ પાનક*
*ગુલકંદ*
*ગુલાબ શરબત*
*ખર્જુરાદિ મંથ*
*ગુડુચી હિમ*
*ધાન્યક હિમ*
*પરુષક પાનક*
*શર્કરાદિ મંથ*
*જેઠીમધની ફાંટ*
*મુસ્તાદી પ્રમથ્યા*
*ચિંચા પાનક*

*કાચી કેરીનો બાફલો*
કાચી કેરી ૧૦૦ગ્રામ
જીરૂ ૧૦ ગ્રામ
સંચળ ૫ ગ્રામ
મરી ૫ ગ્રામ
સાકર ૫૦ ગ્રામ છાલ ઉતારેલી કાચી કેરીને બાફી ૨૫૦ગ્રામ પાણીમાં વલોવવી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: ૨૫૦ ML

*લીંબુ પાનક*
લીંબુ ૧ નંગ
સાકર ૧૦ ગ્રામ
પાણી ૨૫૦ ગ્રામ
સૈંધવ ૦૫ ગ્રામ
સંચળ ૦૨ ગ્રામ શરબત વિધિ પ્રમાણે બનાવવું
માત્રા: ૨૫૦ ML

*ગુલકંદ*
ગુલાબની તાજી પાંખડી ૧૦૦ ગ્રામ
સાકર ૨૦૦ ગ્રામ કાચની બરણીમાં ગુલાબની તાજી પાંખડીનું એક પડ – સાકરનું એક પડ એમ
વારાફરતી પડ બનાવી સૂર્યપ્રકાશમાં ૭ દિવસ રાખવું. બરણીનું મોં સુતરાઉ કપડાથી ઢાંકવું

માત્રા: ૧૦-૨૦ ગ્રામ

*ગુલાબ શરબત*
ગુલાબના ફૂલ ૩૦ નંગ
તુલસીના પાન ૨૦ નંગ
ફુદીનાના પાન ૨૦ નંગ
લીલા ધાણા ૦૧ ચમચો
ઈલાયચી ૦૫ નંગ
સાકર ૬૦૦ ગ્રામ
પાણી ૦૧ લિટર શરબત વિધિ પ્રમાણે બનાવવું

માત્રા: ૨૫૦ ML

*ખર્જુરાદિ મંથ*
ખજૂર ૫૦ ગ્રામ
દાડમના દાણા ૫૦ગ્રામ
દ્રાક્ષ ૫૦ ગ્રામ
આમલી ૫૦ ગ્રામ
ફાલસા ૫૦ ગ્રામ
પાણી ૧.૨ લિટર પાણી સિવાયના દ્રવયોને સારી રીતે પીસીને માટીના વાસણમાં પાણી ઉમેરી વલોવી લેવું અને ગાળીને પીવું
માત્રા: ૧૦૦ ml

*ગુડુચી હિમ*
ગળો ૫૦ ગ્રામ
પાણી ૩૦૦ ગ્રામ ગળોને કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને પીવું
માત્રા: ૨૦ ML

*ધાન્યક હિમ*
સૂકા ધાણાં ૫૦ ગ્રામ
પાણી ૩૦૦ ગ્રામ સૂકા ધાણાં કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને સાકર ઉમેરી પીવું
માત્રા: ૨૦ ML

*પરુષક પાનક*
ફાલસા ૧૦૦ ગ્રામ
જીરૂ ૧૦ ગ્રામ
સંચળ ૫ ગ્રામ
ઈલાયચી ૫ ગ્રામ
સાકર ૫૦ ગ્રામ ફલસાને ૨૫૦ ગ્રામ પાણીમાં ૩-૪ કલાક પલાળી, મસળી ગળી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: ૨૫૦ ML

*શર્કરાદિ મંથ*
સાકર ૫ ગ્રામ
લીંડી પીપર ૫ ગ્રામ
તલનું તેલ ૫ ગ્રામ
ગાયનું ઘી ૫ ગ્રામ
મધ ૫ ગ્રામ
જવનો સાથવો ૫૦ ગ્રામ સાકર અને લીંડી પીપરને ઘી+તેલમાં મસળી મધ મેળવી તેમાં જવનો સાથવો ઉમેરી ૨૫૦ ગ્રામ પાણીમાં વલોવી – ગાળીને પીવો
માત્રા: ૨૫૦ ml

*જેઠીમધની ફાંટ*
જેઠીમધ ૧૦૦ ગ્રામ
પાણી ૪૦૦ ml જેઠીમધને અધકચરી કુટીને ગરમ પાણીમાં ઉમેરી ઢાંકીને રાખવી, ઠંડુ થાય ત્યારે મસળી-ગાળીને પીવું
માત્રા: ૨૦ ml

*મુસ્તાદી પ્રમથ્યા*
મોથ ૨૫ ગ્રામ
ઇન્દ્રજવ ૨૫ ગ્રામ
પાણી ૪૦૦ ગ્રામ મોથ અને ઇન્દ્રજવના અધકચરા ખાંડી પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ગાળીને પીવું માત્રા:૨૦ ml

*ચિંચા પાનક*
આમલી ૫૦ ગ્રામ
સાકર ૧૦૦ ગ્રામ
સંચળ ૫ ગ્રામ
જીરું ૫ ગ્રામ
મરી ૨ ગ્રામ
પાણી ૨૦૦ ગ્રામ આમલીને આખી રાત પાણીમાં પલાળી સવારે મસળી-ગાળી ખાંડ અને બાકીના દ્રવ્યો ઉમેરી પીવું
માત્રા: ૫૦ ml

*આયુષ વિભાગ,ગુજરાત*

Photos from AYUSH Department SOLA CIVIL's post 07/03/2019

swine flu preventive ayurved ukala and homeopathy medicine available

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


C-block, Ground Floor Sola Civil Hospital
Ahmedabad

Opening Hours

Monday 9am - 1pm
3pm - 4pm
Tuesday 9am - 1pm
3pm - 5pm
Wednesday 9am - 1pm
3pm - 5am
Thursday 9am - 1pm
3pm - 5pm
Friday 9am - 1pm
3pm - 5pm
Saturday 9am - 1pm