23/05/2022
સૌને મારા જય શ્રી કૃષ્ણ,
ઘણા સમય થી આ લેખ લખવાની ઈચ્છા હતી, પરંતુ ક્યારેક સમય ના મળ્યો અથવા આળસ ને લીધે કાર્ય પૂરું ના થયું,
રામ નવમી ના દિવસે એક વિચાર આવ્યો કે સમાજ માં સ્ત્રી ની જગ્યા શું છે? જવાબ શોધવાનો પ્રયાસ કર્યો, થોડું ઊંડું વિચાર્યું પણ ખરું. વિચારતા વિચારતા ભગવાન રામ ના જીવન ચરિત્ર ને યાદ કર્યું. નાનપણ ના પ્રસંગો થી લઇ ને સીતા માતા ના ત્યાગ તથા લુવે કુશ વિશે ના પ્રસંગો પણ મન ના પટલ પર આવી ગયા.
એક પ્રસંગ યાદ આવ્યો જેના માટે લોકો રામ ને ભગવાન સમજવા લાગ્યા હતા. પ્રસંગ હતો માતા અહિલ્યા ને ચરણ સ્પર્શ કરી ને પથ્થર માંથી સજીવન કર્યા હતા. માતા અહિલ્યા એક પુરુષ (ઇન્દ્ર દેવ) ના ઘમંડ અને વાસના અને બીજા પુરુષ (ઋષિ ગૌતમ) ના ગુસ્સા નો ભોગ બન્યા. બંને પુરુષ ના પાપ અને દોષ હતા પરંતુ સજા મળી એક સ્ત્રી ને. બંને માંથી એક પણ પુરુષે પોતાની ભાવના ને સયંમ રાખ્યો હોત્ત તો કદાચ માતા અહિલ્યા ને વર્ષો સુધી પથ્થર બની ને ના રહેવું પડત. આખા બનાવ નો દોષ નો ટોપલો માતા અહિલ્યા પર સંસારે ઢોળી દીધો. આ સમય માં ભગવાન રામ પોતે મનુષ્ય સ્વરૂપ માં હતા છતાં તેમના ચરણ સ્પર્શ ને લીધે માતા અહિલ્યા સજીવન થયા.
સમાજ માં કદાચ કોઈએ કદાચ આ વસ્તુ પર ક્યારેય ધ્યાન નથી આપ્યું, કેમકે ૨ આખા યુગ પસાર થઇ ગયા અને કળીયુગ ના ૫૦૦૦ વર્ષ પુરા થઇ ગયા છતાં પણ આ પ્રથા કે રીત બદલાય નથી. ઘર માં ગમે તે થાય દોષ હજી પણ સ્ત્રી ને ઘણી વસ્તુ માં વગર વિચાર્યે દોષી માને છે. ભગવાન રામ ને પૂજવા વાળા લોકો પણ ભગવાન નો ઉપદેશ કદાચ સમજી નથી સકતા. ભગવાન રામે પોતે માતા અહિલ્યા ને મુક્ત કર્યા ત્યારે કહ્યું હતું કે "આ સજા તમે બીજા ના દોષ ને લીધે ભોગવી છે અને તમે તો પવિત્ર છો અને પૃથ્વી પર સદા પૂજનીય રેહશો."
રામ ને ભગવાન તો માનીયે છીએ પણ તેમના આપેલા ઉપદેશ ને ક્યારેય સમજતા નથી. અત્યાર ના સમય
પુત્ર ને સલાહ આપવા માં સમાજ ખચાસ અનુભવે છે પરંતુ પોતાની પુત્રી કે પુત્રવધુ ને બોલતા પેહલા વિચારતા પણ નથી. બધી લિમિટ્સ સ્ત્રી માટે જ છે, પુરુષ કદાચ ક્યાંય જવાબદાર નથી બનતો. રામ ના ઉપદેશ ને તો માનવો નથી પણ માનવતા પણ નથી દર્શાવવી. રામ ને ભગવાન બનાવી દીધા છે પણ તેમને ચીંધેલા રસ્તા પર નથી ચાલી સકતા.
સ્ત્રી તમારા જીવન નું સર્જન કરવા, સુધારવા, જતન કરવા પોતાની કેટલી ઈચ્છાઓ ને હૃદય ના કોઈ એક ખૂણા માં દબાવી દે છે અને તમને ખબર પણ પડવા નથી દેતી. જો એ માતા હોય તો સવાર થી સાંજ પોતાના બાળક માટે પોતાની જરૂરિયાત ને ભૂલી ને કાર્ય કરે છે. એક પત્ની તરીકે આખું ઘર સંભાળે છે અને પોતાની બધી જવાબદારી પુરી કરે છે. બહેન તરીકે ભાઈ ના દરેક પ્રસંગ માં ઉભી રહે છે અને જો ભાઈ નાનો હોય તો એક માં ની જેમ સંભાળ રાખે છે. પુત્રી તરીકે માતા પિતા નું ધ્યાન પણ એજ રાખે છે જ્યારે વડીલો ઉંમરલાયક હોય. પુત્રવધુ તરીકે પોતાનું ઘર છોડી ને એક નવા ઘર ને પોતાનું માની એક નવા સંસાર નું સર્જન કરે છે.
આટલું બધું કરવા છતાં કેટલાય ઘરો માં સ્ત્રી નું મહત્વ ફક્ત ઘર અને રસોઈ સંભાળવા પૂરતું રહી જાય છે. વધારે પડતી વસ્તુ માં તો તેમનો મત પણ પૂછવા માં નથી આવતો. ક્યારેક એમ કહેવાય છે કે "સ્ત્રી માં લાંબી સમાજ ના હોય." અથવા " સ્ત્રી ની બુદ્ધિ પગ ની "એડી" સુધી" પરંતુ આ કેહવતો બોલતા પેહલા ક્યારેય વિચાર નથી કરતા કે બોલતા શીખવાડવા વાળી પણ એક સ્ત્રી જ છે. સ્ત્રી કઈ વધારે નથી ઇચ્છતી, કેમ કે વધારે પડતી સ્ત્રીઓ ની દુનિયા ઘર ની ચાર દીવાલો વચ્ચે જ નીકળી જાય છે. સ્ત્રી તમારો પ્રેમ, આદર અને સાથ માંગે છે, બીજી બધી વસ્તુ પછી આવે છે. જો તમે ફક્ત સ્ત્રી પર વિશ્વાસ રાખો, તેમને આદર આપો અને તેમનો સાથ આપશો તો તમારા જીવન માં ચડતી જ આવવાની છે. જે ઘર માં પોતાની માતા, બહેન, પત્ની, પુત્રી કે પુત્રવધુ પર પૂરો વિશ્વાસ રાખી ને તેમને પસંદ પડતી વસ્તુ કરવા માં તેમનો સાથ આપે, તેમના સપના પુરા કરવા માં મદદ કરે છે તે ઘર બહુજ આગળ વધે છે. આ ઘર માં માતા લક્ષ્મી, સરસ્વતી અને શક્તિ બધા ની કૃપા પ્રાપ્ત કર છે.
છેલ્લે એક વાત વધારે ઉમેરવી છે. અમુક લોકો કે સમાજ ના માટે સ્ત્રી વડીલ તરીકે ઘર નિર્ણય ના લઇ શકે, શાસન ના સંભાળી શકે અથવા તેમના માં લાંબી સમાજ ના હોય એ લોકો ને મારે ઉદાહરણ આપવું છે રાની લક્ષ્મી બાઈ, રાની નાયકી દેવી( મહંમદ ઘોરી ને હરાવનાર) , રાની અહિલ્યાબાઈ હોલ્કર ( સોમનાથ મંદિર નો જીણોદ્ધાર કરાવનાર), ઇન્દિરા ગાંધી, સુષ્મિતા સ્વરાજ, નિર્મલા સિતારમણ, કિરણ બેદી. આ બધી સ્ત્રીઓ એ નેતૃત્વ ની ક્ષમતા સાથે સાથે પોતાની નિર્ણય લેવા ની ક્ષમતા દેખાડી છે. આ ક્ષમતા બધી સ્ત્રી માં છે, જરૂર છે ફક્ત તેમને થોડી આઝાદી આપવાની.
આ સાથે આ લેખ નો અહીં અંત કરું છું. આશા રાખું છે કે કોઈ એક ને પણ આ લેખ મદદરૂપ બની શકે તો મારુ સૌભગ્ય
"यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।। मनुस्मृति ३/५६ ।।"
જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ થાય છે અને જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી, તેમનું સન્માન થતું નથી, ત્યાં કરેલાં બધાં સારાં કાર્યો ફળહીન થઈ જાય છે.