25/09/2026
ગણેશ વિસર્જન દરમ્યાન રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામું:
ભરૂચ જિલ્લામાં તા..૨૫/૦૯/૨૦૨૬ નાં રોજ ૦૯:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક દરમ્યાન સમગ્ર ભરૂચ શહેર વિસ્તારમાં હિન્દુ સમુદાય દ્વારા ગણપતિજીની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. જે ગણપતિ વિસર્જન શોભાયાત્રાઓ ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી નીકળી જે.બી.મોદી પાર્ક, કૃત્રિમ તળાવ, કૂકરવાડા નર્મદા નદી, ભાડભૂત ગામ ખાતે વિસર્જન થનાર છે. જેમાં મોટી મૂર્તિઓ શક્તિનાથ, લીંકરોડ, શ્રવણ ચોકડી થઇ ભાડભુત ખાતે જનાર છે.
જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ રૂટ ઉપર તમામ પ્રકારનાં વાહન વ્યવહાર બંધ કરાવવા અંગે જાહેરનામું આ. મુજબ છે.
(૧) કસક ગરનાળા થઇ ધોળીકુઇ ત્રણ રસ્તા થઇ દાંડીયાબજાર થઇ હાજીખાના ત્રણ રસ્તા તરફ જતો રસ્તો.
(૨) હાજીખાના બજાર ત્રણ રસ્તાથી ચકલા-જુના બજાર-પશ્ચિમ ચુનારવાડ-લાલબજાર તરફ જતો રસ્તો.
(3) હાજીખાના ત્રણ રસ્તાથી સોનેરી મહેલથી પાંચબત્તી તરફ જતો રસ્તો
(૪) પાંચબત્તીથી સેવાશ્રમ રોડ-શક્તિનાથ સર્કલ-શ્રવણ ચોકડી તરફ જતો રસ્તો
(૫) BSNL કચેરી - પાંચબત્તી - શાલીમાર ત્રણ રસ્તા - સિવિલ હોસ્પિટલ રોડ - પુનિતનગર સોસાયટી – ગીતાપાર્ક સોસાયટી શક્તિનાથ તરફ જતો રસ્તો.
ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં ગણપતિજીની પ્રતિમા બેસાડેલ/ગોઠવેલ હોય તેવા વાહનોને બંધનકર્તા રહેશે નહિ.
Igp Vadodara Range