Lohana Yuva Sangthan Bhavnagar

Directions

Lohana Yuva Sangthan Bhavnagar jay jalaram

🇮🇳✈️ ભાવનગરના આકાશમાં આવતીકાલે સર્જાશે દેશભક્તિનો અદ્ભુત નજારો! 🇮🇳🌟 સૂર્ય કિરણ એરોબેટિક ટીમ – ભવ્ય એર શો 🌟મિત્રો, આવતીકા...
31/10/2026

🇮🇳✈️ ભાવનગરના આકાશમાં આવતીકાલે સર્જાશે દેશભક્તિનો અદ્ભુત નજારો! 🇮🇳

🌟 સૂર્ય કિરણ એરોબેટિક ટીમ – ભવ્ય એર શો 🌟

મિત્રો, આવતીકાલે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમને રૂબરૂ જોવા જવાનું શક્ય ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી! 😊

📺 હવે આ કાર્યક્રમ YouTube પર LIVE જોઈ શકશો!

પરંતુ તેના માટે એક નાની વિનંતી છે. 🙏

અમારી YouTube ચેનલના 1,000થી વધુ Subscribers પૂર્ણ થશે તો અમને કાર્યક્રમનું LIVE પ્રસારણ કરવાની તક મળશે અને તમે સૌ ઘરે બેઠા આ અદ્ભુત નજારો નિહાળી શકશો.

🚩 તો જેમણે હજુ સુધી અમારી YouTube ચેનલ Subscribe કરી નથી, તેઓ આજે જ નીચેની લિંક પર ક્લિક કરીને ચેનલને Subscribe કરી દો.

🔴 YouTube Channel:
https://www.youtube.com/

🙏 આપનું એક નાનું Subscribe આવતીકાલના કાર્યક્રમને હજારો લોકો સુધી LIVE પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે.

ચાલો, સૌ સાથે મળીને 1K Subscribersનો આંકડો પૂર્ણ કરીએ અને આવતીકાલે ભારતીય વાયુસેનાના શૌર્ય અને સાહસને LIVE નિહાળીએ!

🇮🇳 જય હિંદ! જય ભારત! 🇮🇳

Share your videos with friends, family, and the world

03/10/2026

*લોહાણા મહાપરિષદ ઝોન-4 મહિલા સમિતિ દ્વારા રવિવારે પિલગાર્ડન લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે પ્રદર્શન કમ સેલ નું આયોજન*

*તહેવારો નિમિતે બહેનો ને ગૃહઉધોગ માં પ્રોત્સાહન માટે વિશેષ આયોજન*
ભાવનગર:
બહેનો ની શક્તિઓ ખીલવવા અને પગભર બને તે હેતુ થી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ના માર્ગદર્શન નીચે મહિલા સમિતિ ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રશ્મિબેન વિઠ્ઠલાણી ના નેતૃત્વ માં દેશભરમાં હાલ માં તહેવારો નિમિતે મહિલાઓ માં રહેલી શક્તિ ને ખીલવવા અને ગૃહઉધોગ ને પ્રોત્સાહન આપવા માટે એક્ઝિબિશન કમ સેલ નું આયોજન કરવા માં આવી રહ્યું છે.
લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, ઝોન–4 દ્વારા ભાવનગર ખાતે પ્રદર્શન કમ સેલ–2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓને ખરીદી સાથે મનોરંજન અને વિવિધ ઉપયોગી પ્રવૃત્તિઓનો આનંદ મળી રહે તેવા હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન તા. 4 ઓક્ટોબર 2026, રવિવારના રોજ સવારે 10:00થી રાત્રે 9:00 કલાક સુધી યોજાશે.લોહાણા વિદ્યાર્થી ભવન (એસી હોલ), પીલ ગાર્ડનની પાછળ, ભાવનગર ખાતે રાખવામાં આવ્યું છે.
પ્રદર્શનમાં તહેવારો અનુરૂપ વિવિધ આકર્ષણો સાથે પરંપરાગત ચણિયા-ચોળી, આભૂષણો, ડિઝાઇનર કુર્તી-દુપટ્ટા, ફેશન જ્વેલરી, નવરાત્રી એક્સેસરીઝ, હેન્ડમેડ તથા ક્રિએટિવ પ્રોડક્ટ્સ, ઘર સજાવટની વસ્તુઓ, ઘરેથી બનાવેલા નાસ્તા અને મીઠાઈ સહિતની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ રહેશે.
ખાસ આકર્ષણ તરીકે ફૂડ ઝોન અને ગેમ્સ ઝોન પણ રાખવામાં આવ્યા છે, જેના કારણે મહિલાઓ તેમજ પરિવારજનો માટે ખરીદી સાથે મનોરંજનનો પણ આનંદ માણી શકાશે.અને મેળા ની મુલાકાત લેનાર બહેનો ને લકી ડ્રો દ્વારા ઇનામો પણ આપવા માં આવશે.
આ ઉપરાંત મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળે હિમોગ્લોબિન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. મહિલાઓ પોતાના આરોગ્ય અંગે જાગૃત બને તે માટે આ આરોગ્યલક્ષી પહેલ કરવામાં આવી છે.
પ્રદર્શન માટે દરેક નગરજનો અને પરિવાર માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. નવરાત્રીની ખરીદી, મનોરંજન અને આરોગ્ય જાગૃતિ—આ ત્રણેયનો સુંદર સમન્વય ધરાવતા આ આયોજનમાં ભાવનગરની મહિલાઓ અને નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શનની મુલાકાત લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

📚✨ GK EXAM – 2026 | BHAVNAGAR CENTRE ✨📚જ્ઞાનની સાથે આગળ વધવાનું એક સુંદર પગલું… 💫📖GK Exam – 2026 અંતર્ગત ભાવનગર સેન્ટર પ...
29/09/2026

📚✨ GK EXAM – 2026 | BHAVNAGAR CENTRE ✨📚

જ્ઞાનની સાથે આગળ વધવાનું એક સુંદર પગલું… 💫📖

GK Exam – 2026 અંતર્ગત ભાવનગર સેન્ટર પર વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે જનરલ નોલેજની પરીક્ષા આપી. 📝🎯

વિદ્યાર્થીઓની મહેનત, એકાગ્રતા અને પરીક્ષા પ્રત્યેનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય રહ્યો. 👏🌟

આવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ, સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

📍 Bhavnagar Centre
📚 GK Exam – 2026
🎯 General Knowledge Competition

🌟 જ્ઞાન • તૈયારી • આત્મવિશ્વાસ • સફળતા 🌟

🙏 પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Organized under Lohana Mahaparishad – Saurashtra Zone 4

#જ્ઞાન #તૈયારી #સફળતા

📚✨ GK EXAM – 2026 | BHAVNAGAR CENTRE ✨જ્ઞાનની સાથે આગળ વધવાનું એક...

🌸 શ્રી લોહાણા મહા પરિષદ મહિલા સમિતિ – ઝોન 4 આયોજિત 🌸🛍️ પ્રદર્શન કમ સેલ – 2026 🛍️🎉 સાથે ફન, ફૂડ ઝોન અને ગેમ્સની ધૂમ 🎉📅 તા...
22/09/2026

🌸 શ્રી લોહાણા મહા પરિષદ મહિલા સમિતિ – ઝોન 4 આયોજિત 🌸
🛍️ પ્રદર્શન કમ સેલ – 2026 🛍️
🎉 સાથે ફન, ફૂડ ઝોન અને ગેમ્સની ધૂમ 🎉
📅 તારીખ: 4 ઓક્ટોબર 2026, રવિવાર
⏰ સમય: સવારે 10:00 થી રાત્રિના 9:00 વાગ્યા સુધી
📍 સ્થળ: લોહાણા વિદ્યાર્થી ભવન (એસી હોલ), પિલ ગાર્ડનની પાછળ, ભાવનગર
🌷 આયોજનનો હેતુ 🌷
લોહાણા રઘુવંશી બહેનોની કળા, આવડત, પ્રતિભા અને મહેનતને પ્રોત્સાહન મળે તેમજ બહેનોને પોતાની બનાવેલી વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે સુંદર પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ Exhibition & Saleનું આયોજન કરવામાં આવ્યું છે. ❤️
આ આયોજનમાં બહેનો પોતાની:
🧵 હસ્તકલા અને હેન્ડમેડ વસ્તુઓ
🍪 ઘરેથી બનાવેલા નાસ્તા અને મીઠાઈ
🍱 વિવિધ ખાદ્ય વાનગીઓ
🎨 આર્ટ & ક્રાફ્ટ
🏠 ડેકોરેશનની વસ્તુઓ
👗 કપડાં
💍 જ્વેલરી
🛍️ તેમજ પોતે બનાવતી કોઈપણ વસ્તુ
નું પ્રદર્શન તેમજ વેચાણ કરી શકશે.
આપણી બહેનોની આવડત અને મહેનતને આગળ લાવવા માટે આ એક સુંદર પ્રયાસ છે. 🌷
📢 સ્ટોલ બુકિંગ માટે ખાસ સૂચના
ઝોન 4 હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના લોહાણા રઘુવંશી બહેનો આ આયોજનમાં જોડાઈને ભાગ લઈ શકશે.
💰 સ્ટોલ બુકિંગ: ₹500 પ્રતિ રજીસ્ટ્રેશન
📝 નોંધણી: વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
જે બહેનોને Exhibition & Saleમાં ભાગ લેવો હોય તેઓ કૃપા કરીને વહેલી તકે પોતાનું નામ કમિટી મેમ્બર્સને નોંધાવશો.
📞 સ્ટોલ બુકિંગ માટે સંપર્ક:
મયુરીબેન ઠક્કર
📱 9924126696
પ્રજ્ઞાબેન ઠક્કર
📱 9824504081
ક્રિષ્નાબેન ખંધેડીયા
📱 8200166939
✨ ચાલો, સાથે મળીને આપણી બહેનોની કળા અને પ્રતિભાને પ્રોત્સાહન આપીએ અને આ આયોજનને ભવ્ય રીતે સફળ બનાવીએ. ✨
🌸 સહયોગી સંસ્થા:
માતૃશ્રી વીરબાઈ માં મહિલા મંડળ
લોહાણા વિદ્યાર્થી ભવન, ભાવનગર 🌸

04/08/2026

*શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4 દ્વારા આયોજિત*

📚 *લોહાણા સમાજના બાળકો માટે જનરલ નોલેજ સ્પર્ધા – 2026*🏆

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને બાળકોમાં જ્ઞાન તથા કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી શ્રી લોહાણા મહાપરિષદ – સૌરાષ્ટ્ર ઝોન-4 દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ કમિટી અને એજ્યુકેશન કમિટી દ્વારા *ધોરણ 5 થી કોલેજ સુધીના લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ કોમ્પિટિશન* નું આયોજન કરવામાં આવ્યું છે.

📍 ભાગ લઈ શકશે:
ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના લોહાણા સમાજના વિદ્યાર્થીઓ.

✅ વિશેષતાઓ:
• સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ ફી નથી (વિનામૂલ્યે).
• દરેક વિદ્યાર્થીને પરીક્ષાની તૈયારી માટે અભ્યાસ પુસ્તક ભેટ આપવામાં આવશે.
• તમામ વિદ્યાર્થીઓને મલ્ટીકલર પ્રમાણપત્ર આપવામાં આવશે.
• દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે.
• કેન્દ્ર અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માનપત્રો એનાયત કરવામાં આવશે.

🏫 પરીક્ષા કેન્દ્ર અંગે:
• જે મહાજન અથવા ગામમાંથી 30 કે તેથી વધુ વિદ્યાર્થીઓનું નોંધણી થશે, ત્યાં સ્થાનિક પરીક્ષા કેન્દ્રનું આયોજન કરવામાં આવશે.
• જો સંખ્યા 30થી ઓછી હશે તો નજીકના કેન્દ્રમાં પરીક્ષા આપવા અંગે જાણ કરવામાં આવશે.

🤝 વિશેષ સહયોગ:
આ સ્પર્ધાનું આયોજન વિકાસ વર્તુળ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ સાથે સંકળાયેલ છે.

🎁 *રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કુલ ₹4,02,500ની શિષ્યવૃત્તિ અને ઇનામો 700 વિદ્યાર્થીઓને આપવામાં આવશે.*

🗓 મહત્વપૂર્ણ તારીખો:
📝 નોંધણી કરવાની છેલ્લી તારીખ: 15-08-2026
📖 પરીક્ષાની તારીખ: 27-09-2026
📋 પ્રશ્નપત્ર: 120 MCQ આધારિત પ્રશ્નો

📢 જે મહાજન પોતાના વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રનું આયોજન કરવા ઇચ્છે છે તેઓ સંપર્ક કરે:

શ્રી લોહાણા મહાપરિષદ – સૌરાષ્ટ્ર ઝોન-4
📞સંપર્ક નંબર મો.: 9664530594

📝 આજે જ નોંધણી કરો અને પરીક્ષા ગ્રુપમાં જોડાઓ જેથી તમામ સૂચનાઓ સમયસર મળી રહે.

🔗 નોંધણી લિંક:
https://forms.gle/aN4u6vX9LC832fUx6

🙏 વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી.

18/06/2026

*આદરણીય સ્નેહી આપ ને સમાજ ના આ સેવા કાર્ય માં ઉપસ્થિત રહેવા લોહાણા સમાજ , શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4 દ્વારા જાહેર નિમંત્રણ*

*લોહાણા જ્ઞાતિ ના બાળકો માટે ચોપડા વિતરણ માટે નિમંત્રણ*

*ચોપડા વિતરણ કાર્યક્રમ*
*તા-18/6/26 ને ગુરુવાર*
*લોહાણા સમાજ ભાવનગર*
*સમય-રાત્રે 8 થી 11*
*સ્થળ-જલારામ મંદિર,*
*આનંદનગર ,ભાવનગર*

*લોહાણા જ્ઞાતિ ના દરેક અભ્યાસ કરતા બાળકો ને ચોપડા આપવા મા આવશે ધો.9 સુધી ના ને 20 સુધી અને ધો.10 થી કોઈપણ ઉચ્ચ અભ્યાસ સુધી 40 ચોપડા ની મર્યાદા માં ચોપડા આપવા માં આવશે એક નંગ ચોપડા ની રાહતદરે કિંમત રૂ.10 રાખેલ છે*

*અગાઉ આપેલ લિંક માં ફોર્મ ભરેલ બાળકો ને ચોપડા આપ્યા બાદ લિંક માં ફોર્મ ન ભર્યું હોય તેમની નોંધણી કરી ને ચોપડા આપવા મા આવશે*

*ચોપડા લેવા આવો ત્યારે બાળક ના રિઝલ્ટ ની ઝેરોક્ષ કોપી પાછળ નામ સરનામું મોબાઈલ નંબર લખી સાથે લાવવી*

*સૌ લોહાણા સમાજ ના અગ્રણીઓ અને પરિવારો ને બાળકો ને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ*
*નિમંત્રક-*

*(1) લોહાણા મહાજન ભાવનગર,અમરેલી અને બોટાદ ના ઝોન-4 ના તમામ મહાજનો*
*(2) સ્વ.જયંતકુમાર ગિરધરલાલ વસાણી પરિવાર*
*(3)શ્રી.ભુપતભાઇ પજવાણી પરિવાર*
*(4)શ્રી.ધર્મેશભાઈ હરિયાણી(સીએ) પરિવાર*
*(5)શ્રી.નવીનભાઈ વસાણી પરિવાર*
*(6) શ્રી રોહિતભાઈ મકદાણી પરિવાર*
*(7)ઠકરાર પરિવાર*
*માર્ગદર્શન-સહયોગ*
*શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-4*
*શ્રી ખીમજી ભગવાનદાસ ચેરી.ટ્રસ્ટ*

30/05/2026

લોહાણા જ્ઞાતિના બાળકો માટે ફુલ સ્કેપ ચોપડા વિતરણ 2026

લોહાણા મહાપરિષદ ઝોન-૪ દ્વારા લોહાણા જ્ઞાતિના બાળકો માટે સતત 11માં વર્ષે ચોપડા વિતરણ કરવામાં આવશે.

📍 માત્ર ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના બાળકો માટે જ આ ફોર્મ ભરવાનું રહેશે.

ફોર્મ ભરતી વખતે પોતાના ગામ અથવા શહેરનું નામ યોગ્ય રીતે સિલેક્ટ કરવું.
જો આપનું ગામ લિસ્ટમાં ન હોય તો “અન્ય” સિલેક્ટ કરી નીચેના બોક્સમાં ગામનું નામ લખવું.

📝 Registration Link:
https://forms.gle/mPvCNbQnwLK7FAmg6

⚠ એક વ્યક્તિએ ફોર્મ માત્ર એક જ વાર ભરવું.
લિંક વારંવાર શેર થશે, તેથી ડુપ્લિકેટ ફોર્મ ભરવું નહીં.

📚 લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન અને શુભેચ્છા આપવા માટે મહાજન, જ્ઞાતિ સંસ્થાઓ અને દાતા પરિવારોના સહકારથી આ વર્ષે પણ ચોપડા વિતરણ કરવામાં આવશે.

🎯 આ વર્ષે કુલ 50,000 ચોપડાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

✅ ફોર્મમાં આપેલા નિયમો ધ્યાનથી વાંચીને જ ફોર્મ ભરવું જેથી કોઈ ભૂલ ન થાય.

⏳ જેઓએ હજુ સુધી રજિસ્ટ્રેશન ન કર્યું હોય તેઓ વહેલી તકે નામ નોંધાવી દે.

🙏 ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના વધુમાં વધુ બાળકો સુધી આ માહિતી પહોંચાડશો.

27/05/2026

*લોહાણા જ્ઞાતિના બાળકો માટે ફુલ સ્કેપ ચોપડા વિતરણ 2026*

*લોહાણા મહાપરિષદ ઝોન-૪ દ્વારા લોહાણા જ્ઞાતિના બાળકો માટે 11 માં વર્ષે ચોપડા વિતરણ કરાશે*
*ભાવનગર,અમરેલી,બોટાદ તેની માટે જ આ ફોર્મ ભરવાના છે
અને આ 3 જિલ્લા ના ગામ ના છો તો આપણા ગામ કે શહેર નામ સિલેક્ટ કરવાના રહશે તો ધ્યાન રાખી ને ફોર્મ ભરવું*

જો આપનું ગામ ના હોય તો અન્ય ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે ના બોક્સ માં ગામ નું નામ લખવું.

https://forms.gle/mPvCNbQnwLK7FAmg6

🔗 અને લિંક વારંવાર શેર થશે એક વાર ભરેલ ફોર્મ બીજીવાર ના ભરવું.

લોહાણા જ્ઞાતિ ના દરેક બાળકો માટે અભ્યાસ માં પ્રોત્સાહન અને શુભેચ્છાઓ માટે આ વર્ષે પણ ભાવનગર, અમરેલી અને બોટાદ ના લોહાણા જ્ઞાતિ ના બાળકો માટે મહાજન અને જ્ઞાતિ સંસ્થાઓ ના સહકાર થી લોહાણા મહાપરિષદ ઝોન-4 દાતા પરિવારો ની મદદ થી ચોપડા વિતરણ કરીશું*

*આપના ગામ ના નામ મુજબ નીચે સિલેક્ટ કરી ને પોતાનું રજિસ્ટ્રેશન તા.30/5/26 સુધી માં કરાવવા નું રહેશે*

*રઘુવંશી દાતા ઓ દ્વારા આ વર્ષે કુલ 50,000 ચોપડા ના વિતરણ ની વ્યવસ્થા કરેલ છે*

નોંધ : *✓ સાથે જે નિયમ લખ્યા છે ફોર્મ માં તે વાંચી ને ફોર્મ ભરવું જેથી ક્યાં ભૂલ ના પડે*

✓ અને તમે ભાવનગર,અમરેલી,બોટાદ ત્રણ જિલ્લા માંથી છો અને આપણા ગામ નું નામ નથી તો જ અન્ય સિલેક્ટ કરી ને ફોર્મ ભરવું.

03/05/2026





Address

Bhavnagar
364002

Website

Alerts

Be the first to know and let us send you an email when Lohana Yuva Sangthan Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services