Youth Services and Cultural Activities

Youth Services and Cultural Activities

Share

This is the Official page of Commissioner of Youth Services and Cultural Activities, Gujarat State

01/06/2026

શું તમે જાણો છો ? મેરાયો નૃત્ય એ કયા પ્રકારનું નૃત્ય છે? શું તમને આ સવાલનો સાચો જવાબ ખબર છે? તો જલ્દી કોમેન્ટ કરો.✍️

Photos from Youth Services and Cultural Activities's post 28/05/2026

દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે યોજાતો 'ગાય ગૌહરીનો મેળો' એ આશરે ૩૦૦ વર્ષ જૂનો આદિવાસી સંસ્કૃતિનો અનોખો વારસો છે. દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈબીજના પવિત્ર દિવસે ભીલ જ્ઞાતિના લોકો પશુધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અહીં એકત્રિત થાય છે.

આ મેળાનું મુખ્ય આકર્ષણ ગાયોના ટોળા સામે સૂઈ જઈને પ્રાયશ્ચિત અને માનતા પૂરી કરવાની અનોખી પરંપરા છે. મોરપિચ્છ અને વિવિધ રંગોથી શણગારેલા ગાય-બળદની પૂજા દ્વારા ઉજવાતો આ મહોત્સવ માનવ અને પશુ વચ્ચેના અતૂટ સંબંધો તેમજ અખૂટ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે.

25/05/2026

શું તમે જાણો છો કે ચૂલના મેળામાં કઈ મુખ્ય વિધિ કરવામાં આવે છે? શું તમને સાચો જવાબ ખબર છે? તો જલ્દી કોમેન્ટ કરો.✍️

Photos from Youth Services and Cultural Activities's post 21/05/2026

દાહોદના જેસાવાડા ગામે હોળી પછી ભરાતા 'ગોળ-ગધેડા'ના મેળામાં હજારો લોકો ઢોલ-નગારા સાથે ઉમટે છે. મેદાનની વચ્ચે ૨૦-૨૫ ફૂટ ઊંચા, ક્રોસ આકારના લાકડાના સ્તંભની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. સ્તંભની આસપાસ કુંવારી કન્યાઓ ઢોલના તાલે ગીતો ગાતી અને હાથમાં વાંસની સોટીઓ લઈ નૃત્ય કરે છે.

આ કન્યાઓના સોટીના ફટકા સહન કરીને પણ સાહસી યુવાનો સ્તંભ પર ચડી ગોળની પોટલી મેળવે છે, પોતે ગોળ ખાય છે અને નીચે પણ વહેંચે છે. ગોળ મેળવવા માટે યુવાનો ગધેડા જેવો માર ખાય છે, છતાં હિંમત હાર્યા વગર સ્તંભ પર ચઢવા મથે છે, કેટલાક તો ટોચે ધ્વજ પણ ફરકાવે છે.

18/05/2026

શું તમે જાણો છો કે બહુરૂપી કલાકાર માટે સૌથી મહત્વની બાબત કઈ છે? શું તમે આ કોયડો ઉકેલી શકશો? તમારો જવાબ કોમેન્ટમાં લખો.👇

Photos from Youth Services and Cultural Activities's post 16/05/2026

ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિના રત્ન સમાન 'ઢોલો રાણો' નૃત્ય એ માત્ર મનોરંજન નથી, પણ ગોહિલવાડના કોળી સમુદાયના પરિશ્રમની સુવાસ છે. ચોમાસામાં પાક લણ્યા પછી, અનાજ ઊપણવાની અને ખાંડવાની ક્રિયાઓને લયબદ્ધ રીતે રજૂ કરતું આ નૃત્ય ગ્રામીણ જીવનના ધબકારાને જીવંત કરે છે.

આ નૃત્ય ભાવનગર અને ગોહિલવાડ વિસ્તારના કોળી કોમમાં વધુ પ્રચલિત છે. આ નૃત્યમાં પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પોશાકમાં હાથમાં ખેતીના સાધનો સાથે વર્તુળાકારમાં લયબદ્ધ રીતે નૃત્ય કરે છે. મંજીરા, કાંસીજોડા અને તબલાંના તાલે આ નૃત્ય રજૂ કરવામાં આવે છે. ભાવનગરની "ઘોઘા સર્કલ મંડળી" આ નૃત્ય માટે વિશેષ જાણીતી છે.

Photos from Youth Services and Cultural Activities's post 14/05/2026

ચૂલનો મેળો: શ્રદ્ધા અને અગ્નિ પરીક્ષાની અનોખી પરંપરા

ચૂલના મેળા માટે જમીનમાં આશરે એક ફૂટ પહોળો અને પાંચથી છ ફૂટ લાંબો ખાડો ખોદી, તેમાં બાવળના લાકડા સળગાવી ધગધગતા અંગારા તૈયાર કરવામાં આવે છે. આ મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આદિવાસી સ્ત્રી-પુરુષો હાથમાં નાળિયેર અને પાણીનો લોટો લઈ, ઉઘાડા પગે આ અંગારા પર સાત વખત એક છેડેથી બીજા છેડે ચાલે છે.

પોતાના ઇષ્ટદેવમાં અતૂટ શ્રદ્ધા રાખીને અંગારા પર ચાલવા છતાં, કોઈના પણ પગ સહેજ પણ દાઝતા નથી તે આ મેળાનું મોટું આશ્ચર્ય છે. અંતમાં ભક્તો અગ્નિદેવને પગે લાગી નાળિયેર ફોડે છે. ખાસ કરીને લોકો પોતાના સંતાનો અને પશુધનના રક્ષણ માટે અગ્નિદેવની બાધા રાખતા હોય છે, જે આ મેળામાં પૂર્ણ કરવામાં આવે છે.

Photos from Youth Services and Cultural Activities's post 12/05/2026

સોમનાથનું પવિત્ર અમૃત પર્વ: ૨૦૨૬

સોમનાથ હેલિપેડથી મંદિર સુધીના માર્ગો પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું. ખુલ્લી જીપમાં સવાર વડાપ્રધાનશ્રીની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ જનતાનું અભિવાદન ઝીલ્યું. સમગ્ર માર્ગ પર વિશાળ જનમેદનીએ પુષ્પવર્ષા અને હર્ષનાદ સાથે વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

આ અવસરે ભારતની 'વિવિધતામાં એકતા'ના દર્શન કરાવતા ગુજરાત, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સહિત દેશના વિવિધ રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિએ રોડ-શોને સાંસ્કૃતિક મહોત્સવમાં ફેરવી દીધો.

Photos from Youth Services and Cultural Activities's post 11/05/2026

સોમનાથ અમૃત પર્વ-૨૦૨૬: નૃત્ય નાટિકા દ્વારા સોમનાથના ભવ્ય ઇતિહાસનું જીવંત નિરૂપણ

સોમનાથ ખાતે આયોજિત 'અમૃત પર્વ' નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં એક અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં ૧૦૦થી વધુ કલાકારોએ ફૉક, ક્લાસિકલ ફ્યુઝન, દાંડિયા અને તલવાર રાસ જેવી વિવિધ નૃત્યશૈલીઓ દ્વારા સોમનાથની પૌરાણિક કથાથી લઈને તેના આધુનિક પુનઃનિર્માણ સુધીની ગાથા રજૂ કરી હતી. માર્શલ આર્ટના સાહસિક કરતબો અને આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજીના સંગમે આ ઐતિહાસિક રજૂઆતને જીવંત બનાવીને ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

11/05/2026

શું તમે જાણો છો કે દોરડા પર ચાલતી વખતે સંતુલન જાળવવા માટે નટ-બજાણિયા હાથમાં શું રાખે છે? શું તમને સાચો જવાબ ખબર છે? તો જલ્દી કોમેન્ટ કરો. 👇✍️

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Gandhinagar