25/03/2026
આજ રોજ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં જમીન સંપાદન, પાક નુકસાન, પ્રાથમિક શાળાના વર્ગખંડ બાબતની અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળીને તેમની સમસ્યાનું ઝડપી સમાધાન આવે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
CMO Gujarat
25/03/2026
આજ રોજ જિલ્લા કક્ષાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા નાગરિકોની કુલ ૧૨૧૮ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળવામાં આવી હતી. રજૂઆતોના ઝડપી અને કાયમી નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
CMO Gujarat
24/03/2026
આજ રોજ તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરના નાગરિકો તરફથી કુલ ૨૨૬૩ જેટલી રજૂઆતો મળેલ, જેને રૂબરૂ સાંભળવામાં આવેલ હતી. રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય તથા સમયસર નિરાકરણ માટે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી.
CMO Gujarat
11/03/2026
માહે માર્ચ – ૨૦૨૬ નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૪-૦૩-૨૦૨૬ ને ચોથા મંગળવારના રોજ અને રાજ્ય સ્વાગત કાર્યક્રમ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૫-૦૩-૨૦૨૬ ને ચોથા બુધવારના રોજ યોજાશે.
CMO Gujarat
26/02/2026
આજરોજ જિલ્લા કક્ષાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા નાગરિકોની કુલ ૧૪૯૩ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળવામાં આવી હતી. રજૂઆતોના ઝડપી અને કાયમી નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
CMO Gujarat
26/02/2026
તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તરફથી કુલ ૨૬૨૪ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળવામાં આવી હતી. રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય તથા સમયસર નિરાકરણ માટે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
CMO Gujarat