05/06/2026
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 10 અને રાયસણ ગુડા આવાસ ખાતે 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026' અંગે વિશેષ જન-જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. માન. મેયરશ્રી, કમિશનરશ્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નાગરિકોને કચરાનું ૪ પ્રકારે વર્ગીકરણ કરવા તેમજ ૪ અલગ-અલગ પ્રકારની ડસ્ટબિન રાખવા માટે સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
ચાલો, આપણે સૌ જનસહભાગિતા થકી સ્વચ્છ અને હરિત ગાંધીનગરના નિર્માણ માટે કચરાનું સ્ત્રોતસ્થાને જ વિભાજન કરવાની શરૂઆત કરીએ! 🤝✨
CleanCity GreenCity SwachhBharat Gujarat
05/06/2026
વૃક્ષો વાવીએ, પર્યાવરણ બચાવીએ! 🌳✨
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિને પીડીઈયુ મેટ્રો સ્ટેશન ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ૧૫,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ૫૦૦ ફળાઉ વૃક્ષોનું પ્રતીકાત્મક વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એસ. પ્રજાપતિ સહિત પદાધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ પ્રેમીઓને કેસર કેરીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. નગરજનો ઘરે બેઠા જ આસાનીથી નિઃશુલ્ક રોપા મેળવી શકે તે માટે એક ખાસ ગૂગલ લિંક પણ લોન્ચ કરવામાં આવી છે. આવો, આજે જ ગૂગલ લિંક દ્વારા નોંધણી કરાવીએ અને આપણી માતાના નામે એક વૃક્ષ વાવીને આપણા પાટનગરને વધુ સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં સહભાગી બનીએ. 🌿
TreePlantation Gujarat
05/06/2026
"સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત" ના સંકલ્પને સાકાર કરવા ગાંધીનગર મહાનગરપાલિકા કટિબદ્ધ! 🍃💪
ગાંધીનગરને સ્વચ્છતા અને પર્યાવરણની દ્રષ્ટિએ મોખરે રાખવાના ઉદ્દેશ્ય સાથે, આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને જી.એમ.સી. (GMC) ઓફિસના સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકના મુખ્ય હેતુઓ:
'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬' નું શહેરમાં ચુસ્તપણે પાલન કરાવવું.
ઘન કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવી.
પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપી પર્યાવરણીય સુરક્ષા સુનિશ્ચિત કરવી.
05/06/2026
વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ... 🌿 🍀
02/06/2026
શું તમારી સંસ્થા 'બલ્ક વેસ્ટ જનરેટર' (BWG) માં આવે છે?
Solid Waste Management (SWM) Rules અંતર્ગત નીચે આપેલા ૩ માપદંડોમાંથી કોઈપણ ૧ લાગુ પડે તો તે એકમ બલ્ક વેસ્ટ જનરેટર (BWG) ગણાશે અને નિયમોનું પાલન કરવું જરૂરી બનશે:
🔍 બલ્ક વેસ્ટ જનરેટર્સના મુખ્ય માપદંડો:
બાંધકામ વિસ્તાર: ૨૦,૦૦૦ ચો.મી. થી વધુ હોય તેવી સંસ્થાઓ 🏗️
પાણીનો વપરાશ: પ્રતિ દિવસ ૪૦,૦૦૦ લીટર કરતાં વધુ 💧
સૂકો કચરો ઉત્પાદન: પ્રતિ દિવસ ૧૦૦ કિલો કરતાં વધુ 🗑️
નોંધ: ઉપર આપેલ ૩ માપદંડોમાંથી કોઈપણ ૧ લાગુ પડે તો તે એકમ બલ્ક વેસ્ટ જનરેટર (BWG) ગણાશે.
સ્વચ્છ અને સુંદર ગાંધીનગરના નિર્માણમાં સહભાગી બનો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરો. 🤝✨
01/06/2026
‘જનગણનાથી જન કલ્યાણ’ ના મંત્ર સાથે ગાંધીનગરમાં ‘ડિજિટલ વસ્તી ગણતરી-૨૦૨૭’નો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે! 📊✨
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને નગરના પ્રથમ નાગરિક શ્રીમતી મીરાબેન પટેલની વિગતો ઓનલાઈન પોર્ટલ પર નોંધીને આ રાષ્ટ્રીય ઝુંબેશની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. ૧ જૂન ૨૦૨૬થી શરૂ થયેલી આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે પેપરલેસ અને આધુનિક ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી હાથ ધરાઈ રહી છે. દેશના સચોટ વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યારે પણ વસ્તી ગણતરીના અધિકારીઓ આપના ઘરે આવે, ત્યારે તેમને પૂરો સહકાર આપીને પરિવારની સાચી વિગતો અવશ્ય નોંધાવો અને એક જવાબદાર નાગરિક તરીકે ફરજ નિભાવો.
01/06/2026
ગાંધીનગરના નાગરિકો માટે તમારા ટેક્સના પૈસા બચાવવાની અને સ્માર્ટ બનવાની આ એક ઉત્તમ તક છે! ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરા પર પૂરા ૧૨% વળતરની સુવર્ણ તક આપવામાં આવી રહી છે. તમારો ટેક્સ આપણા શહેરના વિકાસ માટે ખૂબ જ મહત્વનો છે, તેથી જરાય મોડું કર્યા વગર ઘરે બેઠા જ ઓનલાઇન મિલકતવેરો ભરવા માટે આજે જ gandhinagarmunicipal.com ની મુલાકાત લો. યાદ રાખજો, આ આકર્ષક વળતર યોજનાનો લાભ લેવા માટે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તો આજે જ આ તક ઝડપી લો અને જવાબદાર નાગરિક બનો!