31/05/2019
આયુર્વેદના મહાન ઋષિઓમાંના એક એવા મહર્ષિ ચરકની મૂર્તિનું ગાંધીનગરના વનૌષધિ ઉદ્યાન ખાતે અનાવરણ થયું
****************************************************
30 મે 2019 ,ગુરુવાર ના રોજ સવારના 11 કલાકે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ સંચાલિત શ્રી જવાહરલાલ નહેરુ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન ,ગાંધીનગર ખાતે આયુર્વેદના ભીષ્મ પિતામહ [ Father of medicine ] એવા મહર્ષિ ચરકની મૂર્તિનું અનાવરણ શ્રી એસ.કે.ચતુર્વેદી,આઈ.એફ.એસ., એડીશનલ પ્રિન્સિપલ ચીફ કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી ,ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું . આ પ્રસંગે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ અને ઉદ્યાનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તસ્વીરમાં ડાબેથી અવની યાજ્ઞિક,ક્રિષ્ના સખરેલીયાપંચાલ , કનુ યોગી , એસ.કે.ચતુર્વેદી અને ભૂપેન્દ્રસિંહ માત્રોજા દ્રશ્યમાન છે — Krishna Sakhreliya Panchalની સાથે
03/10/2018
એક યાદગાર મુલાકાત --Raj Patel [ Posted in VAN VAGADO ]
********************************************************************
A visit to Jawaharlal Nehru Herbal Botanical Garden , Gandhinagar
******************************************************************
ગેટની અંદર જતા જ ચારેબાજુ લીલોતરી અને નીરવ શાંતિ
અને ટહુકો લગાવતા મોરલા
ખૂબ જ પ્રેમ થી મુલાકાતીઓ ને રોપા લેવા માટે કરાતી મદદ
મજા આવી ઞઇ
આટલું ઓછું હોય એમા રોપાઓની નજીવી કિંમત
કોઈ એક રોપો લેવા ગયુ હોચ અને દશ લઈને આવે
05/05/2018
ગઈ કાલે અમારા શ્રી જવાહરલાલ નહેરુ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાનની મુલાકાતે અમદાવાદની સી.યુ.શાહ કોલેજના ૫૫ વિદ્યાર્થીઓએ વનસ્પતિઓનુ રસદર્શન કરવા મુલાકાત લીધી.યુવક-યુવતીઓ પણ પર્યાવરણને જાણે - સમજે અને એમાય વિવિધ વનસ્પતિઓની ઓળખ અને ઉપયોગિતાની જાણકારી મેળવે તે આ મુલાકાતનો હેતુ હતો. ઉદ્યાનના શ્રીમતિ મીનાબેન કામલે તેમજ ક્રિષ્ણા સખરેલિયા પચાલે એક ટુકડીને વનસ્પતિઓની સૈર કરાવી તો બીજી ટીમ કનુ યોગી સાથે જોડાઇ. ઉદ્યાનની વિવિધ વનસ્પતિઓની આ વૃક્ષ પરિચર્ચા લગભગ બે કલાક સુધી ચાલી.. સહુ વિદ્યાર્થીઓને અમદાવાદના ભીડભાડ ભર્યા વાતાવરણ કરતા આ જગ્યા ખુબ ગમી. અને વનસ્પતિઓનુ નિદર્શન પણ તેમણે વખાણ્યુ. અમને પણ તેમની સાથે સવાદ કરવાની મજા આવી..
21/08/2017
હા, હજુ વાર છે ,પણ કુદરતને તો આપણી ચિંતા છે ...તે તેનુ કામ સમયસર કરેજ છે , આમળાં ફળ , શ્રી જવાહરલાલ નહેરુ સરકારી વનૌષધિ ઉદ્યાન , ગાંધીનગર 15, ઓગસ્ટ , 2017
20/08/2017
Grey Hornbill [ ચિલોત્રો ]
At Jawaharlal Nehru Herbal & Botanical Garden
Photo and Identification by Samir Brahmbhatt
07/07/2017
મોટાભાગના વનસ્પતિપ્રેમીઓ આ ક્ષુપને ઓળખતા જ હશે , તેની સ્ક્રુ જેવી શીંગ અથવા મરડાયેલી શીંગના કારણે તેને મરડાશીંગી [ Helicteris isora ] કહે છે.તેના નામ પ્રમાણે તે ગુણ પણ ધરાવે છે.મરડાની બીમારીમાં આ શીંગનો ઘસારો અગાઊના વખતમા આપવામાં આવતો હતો.કુદરતની કેવી બલિહારી છે કે તેણે આપણને જાત જાતની અને ભાત ભાતની વનસ્પતિઓ આપી છે .તસ્વીરમાં મરડાશીંગીનાં પાન અને લાલ ચટ્ટાક ફૂલો જોઇ શકાય છે .તસ્વીર સ્થળ -શ્રી જવાહરલાલ નહેરુ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન , ગાંધીનગર
21/04/2017
ગાધીનગર ખાતેના શ્રી જવાહાલાલ નહેરુ સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન ખાતે ત્રિદિવસીય ' આત્મન બાળ શિબિર' આજથી શરુ થઈ છે , જેમા પ્રથમ દિવસથી જ બાળકો પર્યાવરણના પાઠ શીખી રહ્યા છે.
17/04/2017
श्री जवाहरलाल नेहरु सरकारी औषधीय वनस्पति उद्यान , गाधीनगरमे बाल शिबिर