Sports Youth and Cultural Activities Department

Sports Youth and Cultural Activities Department

Share

Sports Youth and Cultural Activities Department-Government Of Gujarat

Photos from Sports Youth and Cultural Activities Department's post 03/10/2024

આજ રોજ તા.૦૩/૧૦/૨૦૨૪ના રોજ માન. રા.ક.મંત્રીશ્રી, રમતગમત અને યુવક સેવા (સ્વતંત્ર હવાલો), શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કામગીરીના નિરીક્ષણ હેતુ ઓચિંતી મુલાકાત લેવામાં આવી. માન. મંત્રીશ્રી દ્વારા વિભાગની શાખાઓની રૂબરુ મુલાકાત લઈ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી. શાખાના તમામ કર્મચારીઓ સાથે વ્યક્તિગત ચર્ચા કરી નગરિકો/અરજદારો તરફથી મળતી રજૂઆતો પરત્વે હાલમાં ચાલી રહેલ પદ્ધતિને કઈ રીતે વધુ અસરકારક બનાવી શકાય તે માટે માર્ગદર્શન આપેલ. શાખાના તમામ કર્મચારીઓને તેઓ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી માટે પ્રોત્સાહિત પણ કરેલ છે.
વધુમાં શાખાના કર્મચારીઓને કામગીરી કરવામાં કોઈ મુશ્કેલી જણાય છે કે કેમ તથા કામગીરીને વધુ સરળ અને અસરકારક બનાવવા સૂચનો સાથે રૂબરુ મુલાકાત અર્થે કોઈપણ સમયે તેઓના કાર્યાલયમાં આવી શકશો તેમ જણાવેલ છે. આમ, માનનીય મંત્રીશ્રીની વિભાગની ઓચિંતી મુલાકાત તે લોકાભિમુખ વહીવટના સિદ્ધાંતને ચરીતાર્થ કરે છે.

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Block No 2, 8th Floor, Sardar Bhavan, (New Sachivalaya) Sector/10
Gandhinagar
382010