Gujarat Information

Gujarat Information

Share

Official page of Commissionerate of Information, Government of Gujarat

01/04/2026

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતાના અમલ સુધી આ એકાઉન્ટ પરથી કોઈ વિગતો પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં...

01/04/2026

ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ...

MSME ક્ષેત્રે ગુજરાતની હરણફાળ; 30 લાખથી વધુ નોંધણી સાથે દેશના ટોચના 5 રાજ્યોમાં સ્થાન

અમદાવાદ અને સુરત દેશના સૌથી વધુ ઉદ્યમ નોંધણી ધરાવતા ટોચના 10 જિલ્લાઓમાં સામેલ

છેલ્લા બે મહિનામાં રાજ્યના ઉદ્યોગોને કુલ ₹2310.91 કરોડની માતબર સહાય ચૂકવાઈ

Photos from Gujarat Information's post 01/04/2026

ગુજરાતના ખેલાડીઓના સપનાઓને સાકાર કરતી જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના...

🔶 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ખેલાડી વાર્ષિક ₹1.68 લાખના અંદાજિત ખર્ચ સાથે ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની સઘન તાલીમ…

🔶 ગુજરાતમાં 39 જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત; અત્યાર સુધીમાં 12,000 થી વધુ ખેલાડીઓએ મેળવ્યો લાભ...

🔶 છેલ્લા 2 વર્ષમાં રાજ્ય કક્ષાએ યોજાયેલ વિવિધ રમતોની સ્પર્ધાઓમાં DLSS શાળાના ખેલાડીઓએ કુલ 3444 મેડલ તથા રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં કુલ 335 મેડલ પ્રાપ્ત કર્યા...

CMO Gujarat Harsh Sanghavi

01/04/2026

'માટીના મધુર ગીત'

રાજ્યના આદિજાતિ પરંપરાઓના હાલરડાંનું સંકલન કરતા ડાંગના રીસર્ચ સ્કોલર જીતેન્દ્રભાઈ; આ હાલરડાં બાળકોના શરૂઆતના તબક્કે ભાષા, લય, લાગણી અને સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત કરે છે...

Info Dang GoG

Photos from Gujarat Information's post 01/04/2026

અમરેલી શહેરના જેસીંગપરા ખાતે ભારતવર્ષના પ્રેરણાદાયી મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય અસ્મિતાના પ્રતીક શિવાજી મહારાજ અને લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમાનું પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનાવરણ કર્યું...

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના સહયોગ અને GSPC સેતુના સૌજન્યથી પ્રાપ્ત અમરેલી નાગરિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવજીવન જનરલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલી 2 ICU એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ...

CMO Gujarat Harsh Sanghavi Ishwarsinh Patel Kaushik Vekariya

Photos from Gujarat Information's post 01/04/2026

અમરેલીના સણોસરા ખાતેથી 'જળસંચય' અભિયાનનો શંખનાદ...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના સણોસરા મુકામે પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં 85 ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ...

રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (GETCO) તથા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી અમરેલી તાલુકાના 65 અને જિલ્લાના અન્ય 20 મળી કુલ 85 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ...

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે જળસંચયના કામોથી લાભાન્વિત થનાર ગામોના સરપંચશ્રીઓને તળાવો ઊંડા કરવા માટેના જેસીબી મશીનો અર્પણ કરવામાં આવ્યા...

રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે રજૂ કરેલા વિકાસના દરેક કામો મંજૂર થશે : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ ગામના સરપંચશ્રીઓને જેસીબી મશીનની પ્રતિકૃતિ આપી તેઓનું બહુમાન કરાયું...

CMO Gujarat Harsh Sanghavi Ishwarsinh Patel Kaushik Vekariya

01/04/2026

વિધાનસભાની વાતથી માંડી સાફલ્યગાથા સહિતની માહિતીથી ભરપૂર...

ગુજરાત પાક્ષિકના તાજેતરના અંકમાં વાંચો...

યુનિફોર્મ સિવિલ કોડ બિલ-2026, સુગમ ડિજિટલ ગુજરાત પહેલ, પ્રાકૃતિક કૃષિ, સ્વદેશી, અવનવું, ઝૂમ-ઇન, જાણકારી, પ્રેરણા તેમજ રાજ્યની નિરંતર વિકાસયાત્રાના સમાચાર...

ગુજરાત પાક્ષિક માટેની લિંક: https://gujaratinformation.gujarat.gov.in/Publication/26

#ગુજરાત_પાક્ષિક

01/04/2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય...

🔶 જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 135-Dની જોગવાઈમાં કરાયો સુધારો; 30 દિવસની નોટિસમાંથી નાગરીકોને મુક્તિ મળશે

🔶 વિવાદ ન હોય તેવા કિસ્સામાં તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને 'પાકી એન્ટ્રી' થશે; તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરાયો

🔶 મિલકતના સોદામાં બિનજરૂરી વાંધા-વચકામાંથી મુક્તિ મળશે; મહેસૂલી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવતા આ નિર્ણયનો રાજ્યના લાખો નાગરિકોને સીધો લાભ મળશે...

CMO Gujarat Harsh Sanghavi

01/04/2026

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત; તા. 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ભવ્ય આયોજન...

તા. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનાર VGRCમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેવાશે કે જેમાં રસાયણ, પેટ્રોકેમિકલ્સ, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ, આઈટી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકાશે...

આ મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે; આ કાર્યક્રમ રાજ્યની વિકાસગાથાને વધુ મજબૂત બનાવવાના સબળ માધ્યમ તરીકે કાર્ય કરશે...

Vibrant Gujarat

01/04/2026

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા કારેલાની સફળ ખેતી કરતા ખેડા જિલ્લાના ખેડૂત અજયસિંહ પરમાર...

ખેડા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ATMAના સતત માર્ગદર્શનથી 27000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે...

Info Nadiad- Kheda GoG

01/04/2026

LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી પીપરિયા (ઝમકુડી) પુનર્જીવન પ્રકલ્પનું ખાતમુહૂર્ત.
સ્થળ : મતીરાળા, તા. લાઠી, જિ. અમરેલી

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Commissionerate Of Information, Information Department 19/1 Drive Jivraj Mehta Bhavan
Gandhinagar
382010