Directorate of Horticulture, Gujarat State

Directorate of Horticulture, Gujarat State

Share

To accelerate horticultural development in the state, a separate horticulture department has been set up in the state since 1991.

Gujarat state is a key producer of Onion, Potato, Banana, Mango and Pomegranate in the country. The area under such crops is increasing year after year. Adoption of “Precision Farming Technology” in crops like Banana, Pomegranate, Potato; Onion Capsicum, tomato is the thrust area for ensuring optimum productivity. Supports are being provided for cultivation of vegetables to ensure Nutritional secu

Photos from Directorate of Horticulture, Gujarat State's post 03/12/2025

ગુજરાત બાગાયત ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ સાથે દેશનું અગ્રણી કેન્દ્ર બની રહ્યું છે. તેમજ વિસ્તારનો વધારો, ઉત્પાદન ક્ષમતા સુધારણા અને બજાર આધારિત પાક વૈવિધ્ય સાથે રાજ્ય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને નિકાસ ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

મસાલા ઉત્પાદન, શાકભાજીના મજબૂત ઉત્પાદન અને ગીર કેસર કેરી જેવા વૈશ્વિક ગૌરવ ધરાવતા પાકો ગુજરાતને વિશિષ્ટ ઓળખ આપી રહ્યા છે. સરકાર દ્વારા સુક્ષ્મ સિંચાઈ, હાય-ટેક નર્સરી, ટિશ્યૂ કલ્ચર લેબ, કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેક હાઉસ અને સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવી પહેલો ખેડૂતોને ટેકનોલોજી આધારિત મૂલ્યવર્ધનના વધુ અવસર આપી રહી છે.

ડ્રેગન ફ્રુટ, કાજુ, સ્ટ્રોબેરી અને ફૂલછોડ જેવા નવા રોજગારક્ષમ પાકો સુકાં અને અર્ધ-સુકાં વિસ્તારોમાં ખેડૂતો માટે વધારાની આવકના માર્ગ ખોલી રહ્યા છે.

ફાર્મ થી વિદેશી બજાર સુધી — ગુજરાતનો હાર્ટીકલ્ચર વિકાસ નવીનતા, સ્થાયિત્વ અને ખેડૂત સમૃદ્ધિનું પ્રતીક છે.

02/09/2025

૨ સપ્ટેમ્બર "વિશ્વ નાળીયેરી દિવસ – આરોગ્ય અને સમૃદ્ધિનો ઉત્સવ”.

09/11/2024

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ 160 થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા: 11 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી શરૂ થશે.

01/10/2024

ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૪ થી તા. ૧૫/૧૦/૨૦૨૪ સુધી આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.

18/09/2024

"ગ્રો મોર ફ્રુટ ક્રોપ" અભિયાન અંતર્ગત ફળપાકોના વાવેતર માટે પ્લાંટીંગ મટીરીયલમાં ૯0 % સહાય યોજના.

Photos from Directorate of Horticulture, Gujarat State's post 04/09/2024

નવો આશાસ્પદ પાક સ્ટ્રોબેરી ની ખેતી.

15/06/2024

૫ જુન વિશ્વ પર્યાવરણ દિનથી બાગાયત ખાતા દ્રારા રાજ્યમાં Grow More Fruit Crops Campaign (ફળપાક વધુ વાવો અભિયાન) આગામી ત્રણ માસ (જુન થી ઓગસ્ટ -૨૦૨૪) માટે શરૂ કરવામાં આવેલ છે.
જિલ્લાના દરેક તાલુકામાં ત્રણ મહિનાની અંદર Grow More Fruit Crops Campaign અંતર્ગત તાલુકા કક્ષાનું એક સંમેલન યોજવામાં આવશે. જેમાં, દરેક ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામસેવકશ્રી, તલાટીશ્રી, ફાર્મર ફ્રેંડસ, પ્રગતિશીલ ખેડૂતોને હાજર રાખી માર્ગદર્શન આપવામાં આવશે.
જિલ્લા કક્ષાએથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ બાગાયતી ફળપાકો/યોજનાકિય અંગેનું સાહિત્ય તૈયાર કરી દરેક ગામની ગ્રામ પંચાયત/દૂધ મંડળી/ સેવા સહકારી મંડળી વિગેરે જેવા જાહેર સ્થળો પર પ્રદર્શિત /લગાવવામાં આવશે.
કે.વી.કે./કૃષિ યુનિ.ના સંકલનમાં રહી જિલ્લા કક્ષાના ફળપાક પરિસંવાદ/વર્કશોપનું આયોજન કરવામાં આવશે.
જિલ્લા કક્ષાએ ફળપાકોના પ્રદર્શન ગોઠવવામાં આવશેનહશ.
જિલ્લા કક્ષાએ કે.વી.કે., કૃષિ યુનિ, ખેડૂત તાલીમ કેન્દ્રો, આત્મા, એન.જી.ઓ., એફ.પી.ઓ. વિગેરેના સંકલનમાં રહી Grow More Fruit Crops Campaign ની કામગીરીનું આયોજન કરવામાં આવશે.
ક્ષેત્રિય અધિકારીશ્રીઓની તાંત્રિકતામાં વધારો કરવા અને અદ્યતન ટેકનોલોજીથી માહિતગાર કરવા અર્થે ICARના વિવિધ કેન્દ્રો ખાતે તાલીમ આપવા અંગેનું આયોજન પણ કરવામાં આવશે.

Photos from Directorate of Horticulture, Gujarat State's post 15/06/2024

🫛🥦🥬🫑🌶️🥒🧅🍊🍐
બાગાયત ખાતા ની નવી યોજના અંગે આઈ ખેડૂત પોર્ટલ તા 14/6/24 થી તા 13/8/24 સુધી ખુલ્લું મુકેલ છે. તો રાજ્યના તમામ બાગાયતી ખેતી કરતાં ખેડૂતોએ આ યોજનાઓમાં ઓનલાઇન અરજી કરી લાભ લેવાં વિનંતી. અરજી કરવાની લીંક: https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_GhataksWithGroupAndMainScheme.aspx
👇શાકભાજી પાકો માં પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવાની યોજના 👇👇ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવાની યોજના 👇👇પપૈયા પાકમાં ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ 👇

Want your business to be the top-listed Government Service in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Address


1st Floor, B-wing, Krishibhavan, Sector-10A
Gandhinagar
382010

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm