18/04/2026
અંતર્ગત બાગાયત વિભાગ સાથે સંકલન કરી ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની સેક્ટર-૧૩-૧ આંગણવાડીમાં વિવિધ શાકભાજી (દુધી, રીંગણ, ટામેટા, મરચા, મિઠો લીમડો) અને ફળો (પપૈયો, સરગવો) ના રોપાનું વાવેતર કરી કિચન ગાર્ડન/પોષણ વાટીકા વિકસાવવામાં આવી. વધુમાં, બીજ કીટ વિતરણ, ઘરઆંગણે કિચન ગાર્ડન અને મિલેટ્સ અને પોષક પાકોના ઉત્પાદન વિશે માહિતગાર કરવામાં આવ્યા.
10/04/2026
The First 6 Years of Childhood - Unparalleled for Nutrition and Education 8th Nutrition Fortnight 2026, from 9 to 23 April |
24/03/2026
GIDM, ગાંધીનગર ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે એક દિવસીય વર્કશોપ યોજાયો.
આ વર્કશોપમાં માન.કલેકટરશ્રી, માન. મ્યુનિસિપલ કમિશનરશ્રી, માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગર તથા વિભાગીય નાયબ નિયામકશ્રી, અમદાવાદ ઝોન તથા યુનિસેફ સંસ્થાના પ્રતિનિધિ તથા આઈસીડીએસ અને આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.
કાર્યશાળામાં પોષણ સંગમ કાર્યક્રમ થકી કુપોષણના મુખ્ય કારણો, તેની અસર તથા તેના નિવારણ માટેના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને પોષણ સંગમ કાર્યક્રમના નિર્ધારિત ૧૦ પગલાંઓનું અમલીકરણ કરી બાળકોનું સતત મોનીટરીંગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલનથી તમામ કુપોષિત બાળકોને દવાઓ સમયસર મળી રહે અને વૃદ્ધિ નિરીક્ષણ (Growth Monitoring) કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
અંતમાં, શ્રી જે.એન.વાઘેલા (માન.કલેકટરશ્રી/ માન.મ્યુનિસિપલ કમિશનરશ્રી) દ્વારા સૌ સાથે મળીને કુપોષણ દૂર કરી વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો તથા ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ તેમના કાર્યક્ષેત્રમાં કુપોષિત બાળકોની ઓળખ, યોગ્ય માર્ગદર્શન અને સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે પ્રેરણા આપવામાં આવી.
13/10/2025
આજરોજ ગાંધીનગર કોર્પોરેશન કક્ષાએ "પોષણ સંગમ જાગૃતિ દિવસ" અને “Strong Leader-Nourish City” સેમિનારનું આયોજન વનચેતના (બોરીજ, ગાંધીનગર) ખાતે માન.મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ છે,
જે સેમિનારમાં જે બાળકોના પોષણસ્તરમાં સુધારો થયો છે તેવા બાળકોના વાલીને પોષણ કિટ, કલર, ચિત્રપોથી પોષણ સંગમ યોજનાના લોગોવાળો રૂમાલનું વિતરણ કરવામાં આવ્યું તથા કુપોષણની સ્થિતિમાં સુધાર થયેલ બાળકોના પોષણ સંગમ જાગૃતિ દિવસ નિમિતે વાલીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
ગાયનેકોલોજિસ્ટ ડૉ. જલધારા પટેલ તેમજ બાળ રોગ નિષ્ણાંત ડૉ. વિશાલ રાઠોડ સહિતના નિષ્ણાતો દ્વારા વિવિધ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પોષણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો, જેમાં ખાસ કરીને ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન પોષણનું મહત્વ અને સ્થૂળતા (Obesity) ને નિયંત્રિત કરવા માટેની નિષ્ણાત વ્યૂહરચનાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ખાસ શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ માટે પબ્લીક હેલ્થ અને ન્યુટ્રીશન ઉપર નગર સેવક તરીકે પોતાના વિસ્તારમાં કામ કેવી રીતે કરવું તેની SOP તૈયાર કરેલ પુસ્તીકાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
વધુમા, "પોષણ સંગમ જાગૃતિ દિવસ" અંતર્ગત ગાંધીનગર શહેરમાં કુલ-11 વોર્ડમાં 11 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જે-તે વોર્ડ કોર્પોરેટરશ્રી, વસાહત મંડળના અગ્રણીશ્રીઓ, આગેવાનો, શિક્ષકો, આરોગ્ય સ્ટાફ, આઇ.સી.ડી.એસ.સ્ટાફ વગેરે હાજર રહ્યા. વધુમાં, કાર્યક્રમમાં અંદાજિત 45-આગેવાનો, 341-વાલીઓ અને 56-કુપોષણ માંથી અપગ્રેડ થઇ સુપોષિત થયેલ બાળકો હાજર રહ્યા.
18/09/2025
"પોષણથી પ્રગતિ:સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" વિષય પર વિશેષ ચર્ચા જુઓ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનાર પર આજે સાંજે 7:30 કલાકે
આ વિષયને લગતા આપના પ્રશ્નો અહી પૂછી શકો છો:(079)26853814 /26853816
https://youtube.com/live/7NuLOvTAK10?feature=share
"પોષણથી પ્રગતિ:સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" | આપણા મુદ્દા આપણી વાત | 18-09-2025
"પોષણથી પ્રગતિ:સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" | વિષય પર વિશેષ ચર્ચા જુઓ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ....
17/09/2025
૮ મો "રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૫"
-૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨પ-
12/08/2025
📣 આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી
અરજી કરવા અને વધુ માહિતી માટે મુલાકાત લો.👇🏻
https://e-hrms.gujarat.gov.in
03/08/2025
"તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક"
01/08/2025
નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે !!
ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે, નવજાત શિશુને જન્મના એક કલાક ની અંદર સ્તનપાન તેમજ ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન વિશે પ્રોત્સાહન આપી બાળકના આરોગ્ય અને પોષણ થકી ઉજ્વળ ભવિષ્ય બનાવવામાં ભાગીદાર બનીએ.