30/05/2026
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત એથ્લેટિક્સ એકેડેમી,
હાઈ પરફોર્મન્સ સેન્ટર, નડિયાદ ખાતે તાલીમ લેતા ખેલાડી રાહુલ જાખરે
હોંગકોંગ ચીન ખાતે યોજાયેલ 22મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 ભારતનું પ્રતિનિધિત્વ કરી ડેકાથલોન ઇવેન્ટમાં 7185 પોઈન્ટના પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો. જે બદલ રાહુલ જાખરને ખુબ ખુબ અભિનંદન.
રાહુલ જાખરે ડેકાથલોન અંડર-20 રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે અને હાલમાં તેઓ એશિયન અં-20 માં લીડ અને વિશ્વ રેન્કિંગમાં ટોચના 8માં ક્રમાંકે છે.
22/05/2026
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વેઇટલિફ્ટિંગ પ્રૂવન ટેલેન્ટ ટ્રાયલ્સ – DLSS 2026 નું આયોજન.
તારીખ: 25 મે, 2026, સોમવાર.
⏰ રિપોર્ટિંગ સમય: સવારે 7:00 વાગ્યે
સ્થળ: સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ, જિ. ખેડા
📞 સંપર્ક નંબર: +91 94082 59588
પાત્રતા:
જે ખેલાડીઓની જન્મ તારીખ 01/01/2011 થી 31/12/2015 વચ્ચે હોય તેઓ ટ્રાયલ્સમાં ભાગ લેવા પાત્ર રહેશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ:
* ખેલાડીઓએ ટ્રાયલ્સ માટે પોતાની સ્પોર્ટ્સ કિટ સાથે લાવવાનો રહેશે.
* નાસ્તો, બપોરનું ભોજન તથા મુસાફરી ભથ્થું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
05/05/2026
રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સુવર્ણ તક!
COE બિન-નિવાસી અને નિવાસી એકેડમીના ખેલાડીઓની સિલેક્શન પ્રક્રિયા (વર્ષ ૨૦૨૬-૨૭)
વધુ માહિતી માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ પર ક્લિક કરો. https://sportsauthority.gujarat.gov.in/
04/05/2026
Big opportunity for basketball players in Gujarat!
Basketball Academy Trials 2026-27
Join the Basketball Academy Trials and showcase your talent.
Dates:
🏀 13 May 2026 – Trails For Academy Boys & Girls (Open Age Group)
🏀 14 May 2026 – COE Non Resident Girls (Under 17)
🏀 15 May 2026 – COE Non Resident Boys (Under 17)
📍 Venue: Sidsar Sports Complex, Bhavnagar
29/04/2026
"Congratulations Dhvajj Haria"
શક્તિદૂત યોજના અંતર્ગત પ્રતિભાશાળી
બિલયર્ડ્સ ખેલાડી ધ્વજ હરિયાએ આયર્લેન્ડમાં યોજાયેલ IBSF વર્લ્ડ બિલયર્ડ્સ ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન કરીને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ શાનદાર સિદ્ધિ માટે તેમને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. તેઓએ ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
29/04/2026
અભિનંદન!
ગોવા ખાતે આયોજિત 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા બીચ વોલીબોલ ચેમ્પિયનશિપમાં અંડર-17 કેટેગરીમાં ગુજરાતની બોય્સ ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો તે બદલ અભિનંદન. ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
27/04/2026
Media Coverage:-
નેશનલ અંડર-20 એથ્લેટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરી બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યાં.
21/04/2026
"અભિનંદન આદર્શ DLSS બોટાદ ટીમ"
વડોદરાની MKGM સ્કૂલ ખાતે આયોજિત 6મી જુનિયર અને સિનિયર ઓફિશિયલ સ્ટેટ ચેમ્પિયનશિપ 2026માં આદર્શ DLSS, બોટાદની બોય્સ અને ગર્લ્સની તાઈકવાન્ડો ટીમે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ બદલ તેમને અભિનંદન
ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં કુલ 11 મેડલ, અંડર-17 બોય્સમાં 4 મેડલ અને અંડર-19 બોય્સમાં 1 મેડલ જીત્યાં છે.
આ સિદ્ધિ તમામ ખેલાડીઓની કઠોર મહેનત, શિસ્ત અને સમર્પણનું પરિણામ છે.
08/04/2026
"કોમનવેલ્થ સ્પોર્ટ્સ ડેલિગેશન ગરવા ગુજરાતની મુલાકાતે"
કોમનલેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રુકારે, CEO કેટી સેડલીર, ડિરેક્ટર શ્રી ડેરેન હોલ, ડિરેક્ટર એન-લુઇસ મોર્ગન, ટેક્નિકલ સલાહકાર નીલ કાર્ને સહિત ડેલિગેશન અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન ગુજરાતની મુલાકાતે છે, ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત કરી, કોમનવેલ્થ ગેમ્સ-2030ના ભવ્યાતિભવ્ય આયોજન માટેની તૈયારીઓ અને સુવિધાઓ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.
ગુજરાત બની રહ્યું છે ગ્લોબલ સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન!