02/05/2023
બાગાયત વિભાગ દ્વારા ૨૦૨૩-૨૪માં બાગાયતી યોજનાઓમાં સહાય માટે
તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આજે જ ikhedut પોર્ટલ પર અરજી કરો અથવા આપેલો બરકોડ સ્કેન કરો.
01/05/2023
આપ સૌને લીલી, હરિયાળી, સમૃદ્ધિની જનક ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
29/04/2023
બાગાયત વિભાગના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આજે જ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
28/04/2023
શું આપ આ જાણો છો ?
ગુજરાત અને ભારતની કૃષિ લક્ષી આવી જ નવી અને રસપ્રદ જાણકારી માટે અમને ફોલો કરો.
28/04/2023
આખું વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે, તા.૨૫/૦૪/૨૩ના રોજ નર્મદા જિલ્લા તંત્ર અને ના સંયુક્ત ઉપક્રમે Statue Of Unity ખાતે એક પરિસંવાદ યોજાયો જેમાં ખેડૂતો, પ્રવાસીઓ તેમજ સ્થાનિકો માટે શ્રી અન્ન સ્ટોલ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું.
27/04/2023
ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા અખાત્રીજના શુભ દિવસ તા. ૨૨/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
25/04/2023
બાગાયતી વૃત્તિકા યોજનામાં તાલીમ લેવા મહિલાઓ અરજી કરી શકશે.
તા.૨૨/૦૪/૨૦૨૩થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ઈચ્છુક મહિલાઓ ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી અરજી કરી શકશે.
25/04/2023
ગુજરાત સ્થાપના દિવસથી સમગ્ર રાજ્યમાં શરૂ થશે પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન. મા ગુર્જર ધરાને નવયૌવન બનાવવાનું, વધુ ફળદ્રુપ બનાવવાનું, જીવસૃષ્ટિને ફરી સજીવન કરવાનું અને ખેડૂતને સમૃદ્ધ બનાવવાનું મહાભિયાન.
25/04/2023
પ્રાકૃતિક કૃષિ માટે અલગ બજાર, ખેડૂત માટે આવકની અને સમૃદ્ધિની વણઝાર.