Madhukar Khamar

Call Directions

Madhukar Khamar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhukar Khamar, Social service, Himatnagar.

07/09/2024

📚જાણ્યું તે જણાવ્યું 🖊️
કૃતઘ્ન અને કૃતજ્ઞ
શબ્દો ના અર્થ જુદા છે.
ઘ્ન નો અર્થ હણવું, નાશ કરવો જયારે
જ્ઞ નો અર્થ છે જાણવું
એ રીતે કૃતઘ્ન એટલે કરેલા ઉપકાર, આભાર કે મદદ ને હણનાર, નુકશાન પહોંડનાર, ઉપકાર નો બદલો અપકાર થી આપનાર એટલે નમક હરામ, બિનવફાદાર.
******************
જયારે કૃતજ્ઞ એટલે કરેલા ઉપકાર, મદદ, સહાય,સેવા, લાગણી, પ્રેમ ને સમજી ને તેનો વળતો જવાબ પણ પ્રેમ, લાગણી, વફાદાર સહકાર, મદદરૂપે આપનાર. મતલબ કે વફાદાર અથવા નમક હલાલ. જેના ઉપકાર થી આભારી થયા હોઈએ એને માટે તન, મન, ધન થી કુરબાન રહેનાર ને કૃતજ્ઞ કહેવાય.
મધુકર

14/01/2024

@લાગણીઓનો ગુલમ્હોર
--------------------

#પતંગ

પતંગની પણ અલગ અલગ જાત હોય છે,
તેમ અલગ અલગ ફિતરત પણ હોય છે.

મેં તારવેલા ત્રણ પ્રકારના પતંગ!

✓ ધીરે ધીરે ઊંચે ઉડવાનો પ્રયત્ન કરે..
હવાને પણ પોતાના તરફી કરે..
ને જાતે જ નક્કી કરેલી ઉંચાઈ એ સ્થિર રહે,
તે પતંગ!

✓ ધીરેથી ઉંચે ઉડવાનો પ્રયત્ન કરે..
હવાને પોતાની તરફે લેવા પ્રયત્ન કરે,
ને પછી જાતે જ ક્યાંક થોડોક સમય ઉંચાઈ એ રહીને
સંઘર્ષ કરતાં કપાઈ જાય,
તે પતંગ!

✓ આકાશ જોયું નથી કે ઉંચે ઉડવાનો પ્રયત્ન કરે,
હવાને પોતાના તરફે કરવાનાં પ્રયત્નોને બદલે,
હવાને વશમાં રાખવાનાં સપનાં જુએ!
ને પછી જાતે જ આમ-તેમ દરેક પતંગને કાપવાના ચક્કરમાં પોતે કપાઈને ભોંય ભેગો થઈ જાય,
તે પતંગ!

_RAJU DESAI

ગુજરાતની અસ્મિતા એટલે ભણતર, ઘડતર અને ગણતર. દરેક વસ્તુની ગણતરી કરવાની. સાહિત્યકાર કનૈયાલાલ મુન્શી એ સાચું જ કહ્યું છે કે,...
01/05/2023

ગુજરાતની અસ્મિતા એટલે ભણતર, ઘડતર અને ગણતર. દરેક વસ્તુની ગણતરી કરવાની. સાહિત્યકાર કનૈયાલાલ મુન્શી એ સાચું જ કહ્યું છે કે, ગુજરાત એક મહાવૃક્ષ છે. જેના મૂળમાં ભગવાન શ્રીકૃષ્ણ નો કર્મયોગ છુપાયેલો છે એની ડાળીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ ની કુંપળો ફૂટી છે. ગૌરવ લેવા જેવું આજે ઘણું બધુ છે આ મહાવૃક્ષ પાસે. માટેજ કહેવાય છે કે આપત્તિ ને અવસર માં બદલી નાખવાની વાત હવે કહેવત નથી રહી પરંતુ ગુજરાતીઓ નો સ્વભાવ બની ચુકી છે.

ગુજરાતની અસ્મિતા એટલે ભણતર, ઘડતર અને ગણતર. દરેક વસ્તુની ગણતરી કરવાની. સાહિત્યકાર કનૈયાલાલ મુન્શી એ સાચું જ કહ્યું છે કે....
01/05/2023

ગુજરાતની અસ્મિતા એટલે ભણતર, ઘડતર અને ગણતર. દરેક વસ્તુની ગણતરી કરવાની. સાહિત્યકાર કનૈયાલાલ મુન્શી એ સાચું જ કહ્યું છે કે... ગુજરાત એક મહાવૃક્ષ છે. જેના મૂળમાં ભગવાન શ્રી કૃષ્ણ નો કર્મયોગ છુપાયેલો છે. એની ડાળીએ મહર્ષિ દયાનંદ, રાષ્ટ્રપિતા ગાંધીજી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ ની કુંપળો ફૂટી છે .ગૌરવ લેવા જેવું ઘણું બધુ છે આ મહાવૃક્ષ પાસે. માટેજ કહેવાય છે કે આપત્તિ ને અવસર માં બદલી નાખવાની વાત હવે કહેવત નથી રહી પરંતુ એ ગુજરાતીઓ નો સ્વભાવ બની ચુકી છે.

22/04/2023
સાબરકાંઠા બેંક ભૂ પૂ સ્ટાફ એસોસિએશન
05/04/2023

સાબરકાંઠા બેંક ભૂ પૂ સ્ટાફ એસોસિએશન

આજે શિક્ષક દિન નિમિતે સર્વે શિક્ષકો ને અભિનંદન સહ શુભેચ્છાઓ
05/09/2022

આજે શિક્ષક દિન નિમિતે સર્વે શિક્ષકો ને અભિનંદન સહ શુભેચ્છાઓ

તલોદ સિનિયર સિટીઝન્સ ક્લબ ના રજત જયંતિ મહોત્સવ તથા સાંસ્કૃતિક હોલ ના નામકરણ પ્રસંગે ગુજરાત રાજ્ય ના મંત્રીશ્રી ગજેન્દ્રસ...
04/09/2022

તલોદ સિનિયર સિટીઝન્સ ક્લબ ના રજત જયંતિ મહોત્સવ તથા સાંસ્કૃતિક હોલ ના નામકરણ પ્રસંગે ગુજરાત રાજ્ય ના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, દાતાશ્રીઓ, તલોદ ક્લબ ના હોદ્દેદારો સહિત અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહી સર્વે ને મળવાની તક મળી સૌનો આભાર.

28/07/2022

Prantij senior citizens association function

24/07/2022

આજે ચિ સ્મિતેશ નો 49 મો જન્મદિવસ
36 વર્ષ ની યુવાન વયે કેનેડા માં પ્રભુ ને પ્યારો થઈ ગયો
અંતરમાં કંઈ કેટલીય યાદો, પ્રસંગો, ના લાગણીસભર સંભારણા.

13/07/2022

આપણી પાવન પરંપરા માં ગુરુઓ નો મહિમા અપરંપાર છે.આજના ગુરુપૂર્ણિમા ના પાવન પ્રસંગે આપણા જૈનાચાર્ય શૈક્ષણિક સંકુલ ના આચાર્યશ્રી,પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ના સર્વે શૈક્ષણિક ગુરુઓ ને આનંદ એવમ ગૌરવ સહ અભિનંદન... ધન્યવાદ.
અંગ્રેજી શબ્દ "એજયુકેશન " નો અર્થ એ છૅ "ટુ ડ્રો આઉટ "એટલે કે સમગ્ર વિદ્યાર્થીઓ ની અંદર રહેલી ટેલેન્ટ, આવડત, ક્ષમતા, રુચિ, ગુણો વિગેરે જે કંઈ છુપાયેલું છે એ બહાર લઈ આવવું.
આની ફલશ્રુતિ માટે શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ દ્વારા જહેમત અને મહેનત થી વિદ્યાર્થીઓની,શિક્ષકોની અને આ આપણા શૈક્ષણિક સંકુલ ની પ્રતિભા માં વર્ષોવર્ષ વૃદ્ધિ કરી આપણે સૌ સાથે મળી એક આદર્શ વિદ્યાપીઠ સમાન ઉજ્જવળ આન, શાન બક્ષીએ. એજ અમ અંતર ની અભ્યર્થના. આભાર સહ ગુરુપૂર્ણિમા નિમિતે આપ સૌ શૈક્ષણિક ગુરુઓ ને શુભ ભાવના સહ શુભેચ્છાઓ.
સી. સી. શેઠ... પ્રમુખશ્રી
મધુકર ખમાર... મંત્રીશ્રી
અન્ય હોદ્દેદારશ્રીઓ, કમિટી સભ્યશ્રીઓ.
સોસાટીનગર વિકાસ મંડળ
હિંમતનગર
તા.13/07/2022

Address

Himatnagar
383001

Telephone

+919979991729

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhukar Khamar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category