13/08/2026
કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા અગત્સ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, ખંભાળિયા ખાતે વિદ્યાર્થીનીઓ તથા વાલીઓમાં કાનૂની જાગૃતિ કેળવવાના હેતુથી કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકાના સેક્રેટરી શ્રી એચ. પી. રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, ૧૯૮૭ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ ઉપરાંત LADC આસિસ્ટન્ટ શ્રી ગોપીબેન મૂંગરા દ્વારા પોક્સો અધિનિયમ, ૨૦૧૨ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોના હકો, તેમની સુરક્ષા, જાતીય શોષણથી બચવાના ઉપાયો તથા કાયદાકીય જોગવાઈઓ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઓડિયો-વિડિયો વિઝ્યુઅલ, PPT તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા વિવિધ કાનૂની માહિતી અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ તથા વાલીઓએ ઉપસ્થિત રહી કાનૂની જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
#15100