19/07/2026
📢 જન સંદેશ | આમ આદમી પાર્ટી પાલીતાણા પરિવાર
પાલીતાણાના પ્રિય નાગરિકો,
આમ આદમી પાર્ટી પાલીતાણા દ્વારા સ્થાનિક સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ખૂબ જ ટૂંક સમયમાં અમારી ટીમ તમારા વોર્ડ સુધી અને તમારા ઘર સુધી તમને મળવા આવી રહી છે.
જો તમે પણ પાલીતાણામાં સાચું પરિવર્તન, પારદર્શક શાસન અને વિકાસ ઇચ્છતા હો, તો આવો મિત્રો અને પરિવાર સાથે મળીને આમ આદમી પાર્ટી સાથે જોડાઈએ અને એક મજબૂત સંગઠન ઉભું કરીએ.
આજે પાલીતાણાની સ્થિતિ સૌ કોઈ જોઈ રહ્યું છે—રસ્તાઓમાં ખાડા, ઉભરાતી ગટરો, ખારો નદીમાં જતું ગંદુ પાણી, બેરોજગાર ભણેલા યુવાનો, શાળાઓમાં શિક્ષકો અને ઓરડાઓ ની અછત, તેમજ સરકારી કચેરીઓમાં લાંબી લાઇનો અને સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ. પ્રશ્નો ઘણા છે, પરંતુ તેના ઉકેલ માટે મજબૂત જનભાગીદારી અને જવાબદાર લોકશાહી જરૂરી છે.
જો તમે પણ આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અવાજ ઉઠાવવા અને શહેરના વિકાસ માટે સાથે કામ કરવા ઇચ્છતા હો, તો અમારી સાથે જોડાઓ. આવો, મળીને એક સ્વચ્છ, સુંદર, સુવ્યવસ્થિત અને વિકાસશીલ પાલીતાણા બનાવીએ.
🙏 આમ આદમી પાર્ટી પાલીતાણા પરિવાર તરફથી જન સંદેશ
#આમઆદમીપાર્ટી #પાલીતાણા #પરિવર્તન #ગુજરાત #સ્વચ્છપાલીતાણા #વિકાસ #જનસંપર્ક #ગુજરાતનીરાજનીતિ