02/06/2026
અંજાર સ્થિત મુરલીધર વિદ્યાલય ખાતે યોજાયેલા સંઘ શિક્ષા વર્ગના વર્ગ કાર્યવાહ શ્રી દિપકભાઈ ગમઢાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રાંતના 194 સ્થાનોથી કુલ 284 સ્વયંસેવકો આ વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓએ શારીરિક, બૌદ્ધિક, સેવા તથા વ્યવસ્થા સંબંધિત વિવિધ કૌશલ્યોનું પ્રશિક્ષણ મેળવ્યું હતું.
વર્ગ દરમિયાન અંજાર નગર તથા આસપાસના વિસ્તારોની આશરે 5000 માતૃશક્તિએ ‘માધુકરી યોજના’ અંતર્ગત રોટલી-શાકનો સહયોગ આપ્યો હતો. ઉપરાંત 145 પરિવારો દ્વારા ‘માતૃહસ્તે ભોજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દિપકભાઈ ગમઢાએ તમામ સહયોગી પરિવારો અને માતૃશક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમારોહના અતિથિ વિશેષ તથા કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ શ્રી તેજાભાઈ રમાભાઈ કાનગડે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દેશના કોઈપણ સંકટકાળમાં સંઘના સ્વયંસેવકો સેવા કાર્ય માટે સૌથી પહેલાં આગળ આવે છે. સમાજ અને રાષ્ટ્ર સામે ઊભા થતા પડકારોનો સામનો કરવામાં સંઘના સ્વયંસેવકો મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે વર્ગ માટે સમાજની બોર્ડિંગનો ઉપયોગ કરાયો તે બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી સુનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં 101 સ્થાનો પર સંઘ શિક્ષા વર્ગો યોજાઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંઘ કોઈ લશ્કરી સંગઠન કે અખાડો નથી, પરંતુ તેનું ધ્યેય વૈભવસંપન્ન, શક્તિસંપન્ન અને સંગઠિત હિંદુ સમાજનું નિર્માણ કરીને રાષ્ટ્રના પુનઃનિર્માણનું છે.
તેમણે સંઘના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારના જીવન અને કાર્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમણે સામાન્ય વ્યક્તિ તરીકે એક અનોખી પદ્ધતિથી સંગઠનનું નિર્માણ કર્યું. છેલ્લા 100 વર્ષમાં સંઘની શાખાઓ દ્વારા સમાજમાં આત્મીયતા અને રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો સતત પ્રયાસ થયો છે, જેના કારણે સ્વયંસેવકો સમાજના સુખ-દુઃખને પોતાનું સુખ-દુઃખ માને છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આજે સમાજમાં હિંદુ ઓળખ પ્રત્યેની જાગૃતિ અને ગૌરવની ભાવના વધતી જઈ રહી છે. સંઘની સદી લાંબી યાત્રા બાદ સમાજમાં હિંદુ ચૈતન્ય વધુ મજબૂત બન્યું છે અને સજ્જન શક્તિઓ રાષ્ટ્રકાર્યમાં જોડાવા માટે આગળ આવી રહી છે. સંગઠિત અને શક્તિસંપન્ન હિંદુ સમાજના આધારે ભારતને ફરીથી વિશ્વમાં ‘જગતજનની’ના સ્થાન પર પ્રતિષ્ઠિત કરવાની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
31/05/2026
નારી તુ નારાયણ ખરા અર્થમાં સાર્થક કરનાર
પુણ્યશ્લોકા રાજમાતા અહલ્યાબાઈ હોલકર: જન્મજયંતિ 31 મે 1725
આ કહાની એક એવી શક્તિસ્વરૂપાની છે, જે એક નાનકડા ગામની નાનકડી ઝૂંપડીમાં જન્મી અને રાષ્ટ્રભક્ત રાજરાણી બનીને વિદાય થઈ. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં આવેલાં ચોંડી ગામમાં જેઠ સુદ - સાતમ અને શક ૧૬૪૭ ના રોજ, એટલે કે ૩૧મી મે - ૧૭૨૫ ના રોજ એક બાળકી જન્મી. પિતાનું નામ માણકોજી અને માતાનું નામ સુશીલા શિંદે. દીકરીનું નામ પાડ્યું અહલ્યા. તેઓ મૂળ ધનગર એટલે કે ભરવાડ. તેમની પાસે થોડાંક ઘેટાં-બકરાં હતાં. એક નાનકડું ખેતર. એના આધારે અને નાનું મોટું ખેતીકામ કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે. પરંતુ સમયે એવી કરવટ બદલી કે ચોંડી ગામનાં ખેતરોમાં ઘેટાં - બકરા ચરાવતી આ અહલ્યા એ વખતના માળવાના શ્રેષ્ઠ અને શક્તિસંપન્ન સૂબેદારના મલ્હારરાવ હોળકરના ઘરની પુત્રવધૂ બની અને રાજ્યની સૂત્રધાર બની. ચોંડી ગામની આ કન્યા અહલ્યામાંથી લોકમાતા અહલ્યાબાઈ બની અને રણમેદાનથી લઈને રાજમેદાન સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. હોળકર વંશને તેમણે દીપાવ્યો.
અહલ્યાબાઈના કર્તૃત્વનો જોટો જડે તેમ નથી. ૭૦ વર્ષના જીવનકાળમાં ૪૧ વર્ષનું અહલ્યાબાયનું રાજકીય શાસન રહ્યું અને આ સમગ્ર જીવન એટલે અગ્નિ પરીક્ષા પોતે સતત આગમાં શેકાતા રહીને પણ અન્યને હંમેશા પ્રેમ અને સુરક્ષાનું છત્ર ધર્યું. સ્ત્રી શાસકોમાં કોહીનુર હીરા જેવા હતા. તપસ્યાની આગમાં બળીને તે વધુને વધુ નીકળતા ગયા બાદ ૩૧ મે ૧૭૨૫ ના રોજ અવતરિત થયા અને ૧૩ મી ઓગસ્ટ ૧૯૭૫ ના રોજ તેમનો દેહ વિલય થયો. જન્મના ત્રણસો વર્ષ બાદ પણ આજે તેમનું નામ હિમાલયથી માંડીને રામેશ્વર સુધી અને ગુજરાતથી બંગાળ સુધી સર્વત્ર પૂજ્ય ભાવે લેવાય છે. એમના ધર્મ કાર્યોથી તેઓ અમર થઈ ગયા. આજે પુરા વિશ્વમાં 300 મી જન્મ જયંતી ઉજવાઈ રહી ગઈ છે.
અહલ્યાબાઈના કાળમાં નાના-મોટા સૌ તેમને ,'માતોશ્રી'ના નામે જ સંબોધતા. આ સંબોધનને તેમણે સાર્થક કર્યું હતું. લોકોના માતા બનીને તેઓ રહ્યા. લોકમાતા તરીકે પૂજાયા નાની વયથી જ નાના મોટા સૌના માતા બનીને તેઓએ સૌને હુંફ, પ્રેમ અને છાયો આપ્યા હતા,
30/05/2026
दुनिया भर के कुछ देशों में, GenZ पीढ़ी ने विरोध प्रदर्शन किए और सड़कों पर उतरे। लेकिन, भारत में GenZ का परम विश्वास है। उन्हें देश और लोकतंत्र पर पूरा विश्वास है। यह पीढ़ी आशावादी है और लगातार भारत के विकास के बारे में सोचती है। उनका मानना है कि कोई भी मुद्दा शांति से हल किया जा सकता है। श्री सुनील आंबेकर जी
30/05/2026
संघ का किसी से कोई द्वेष नहीं, सबके साथ संवाद की भावना – सुनील आंबेकर जी
नागपुर में पत्रकारों व संपादकों की विशेष संगोष्ठी में राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख सुनील आंबेकर जी ने कहा कि राजनीतिक स्वार्थों के कारण राष्ट्रीय स्वयंसेवक संघ के बारे में अक्सर कई तरह की गलत जानकारी फैलाई जाती है। लेकिन, असल में संघ किसी से द्वेष नहीं करता और न ही किसी से कोई दुश्मनी है। संघ सभी को अपना मानता है और समाज के सभी लोगों से बातचीत करने की भावना रखता है। इसीलिए संघ हमेशा संवाद और चर्चा के लिए तैयार रहता है।
25/05/2026
જલગાંવમાં કાર્યકર વિકાસ વર્ગમાં એલપીજીનો વિકલ્પ : સંઘનો અનોખો પ્રયોગ
પર્યાવરણમૈત્રી અને કિફાયતી ચુલ્હાની ચર્ચા
જલગાંવ:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના કાર્યકર વિકાસ વર્ગ (પ્રથમ)નું આયોજન હાલમાં ખાનદેશ એજ્યુકેશન સોસાયટીના એમ.જે. કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. એકવીસ દિવસ ચાલનારા આ તાલીમ વર્ગમાં 255 સ્વયંસેવક શિક્ષાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ઉપરાંત 40 થી 50 કાર્યકરો વિવિધ વ્યવસ્થાઓમાં કાર્યરત છે. આમ, દરરોજ લગભગ 700 થી 800 લોકોના બે સમયના ભોજનની વ્યવસ્થા કરવાનું મોટું પડકારરૂપ કામ વર્ગ સમક્ષ હતું. પરંતુ સંઘની કાર્યપદ્ધતિ મુજબ પર્યાવરણમૈત્રી, સ્વદેશી અને ઓછા ખર્ચાળ વિકલ્પ શોધવાનો પ્રયત્ન આ વખતે ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.
દેશમાં ઇંધણ બચત અંગે સતત ચર્ચા ચાલી રહી છે અને વડાપ્રધાને પણ ઇંધણ બચાવવાનું આહ્વાન કર્યું છે. આવી સ્થિતિમાં જલગાંવના આ વર્ગમાં તેનું પ્રત્યક્ષ અમલીકરણ જોવા મળી રહ્યું છે. ઈરાન-અમેરિકા યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવ અને ઉપલબ્ધતા અંગે ચિંતા ઊભી થઈ છે, તેવી પૃષ્ઠભૂમિમાં આ પ્રયોગ વધુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
સામાન્ય રીતે 700 થી 800 લોકો માટે રસોઈ બનાવવા દરરોજ ઓછામાં ઓછા બે મોટા એલપીજી ગેસ સિલિન્ડરની જરૂર પડતી. દરેક સિલિન્ડરનો ખર્ચ ગણતા રોજનો અંદાજે 6 હજાર રૂપિયાનો ખર્ચ થવાનો હતો. આખા 21 દિવસના વર્ગ માટે ગેસનો ખર્ચ સવા લાખ રૂપિયા સુધી પહોંચી શકે તેવી શક્યતા હતી. પરંતુ સંઘના વ્યવસ્થાપકોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો.
ધુલેનાં સ્વયંસેવક રાહુલ કુલકર્ણીએ વિશેષ પ્રકારની ચુલ્હી તૈયાર કરી આપી. આ ચુલ્હીમાં એલપીજીના બદલે નવનવીકરણક્ષમ ઊર્જાસ્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કપાસ અથવા તુવેરના સુકાયેલા છોડ તથા ગાયના છાણને મિશ્રિત કરીને બનાવેલા “વૂડ બ્લોક્સ” આ ચુલ્હીનું મુખ્ય ઇંધણ છે. ખાસ વાત એ છે કે તેમાં ધુમાડો થતો નથી. બજારમાં લગભગ 3 રૂપિયા પ્રતિ કિલોના દરે મળતા આ વૂડ બ્લોક્સ/બ્રિક્સ 150 થી 200 રૂપિયામાં એક ગણી તરીકે સરળતાથી ઉપલબ્ધ છે.
આ પ્રયોગના કારણે જ્યાં દરરોજ 6 હજાર રૂપિયાનો એલપીજી ખર્ચ થવાનો હતો, ત્યાં હવે માત્ર 300 રૂપિયામાં રસોઈનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. એટલે કે દરરોજ મોટા પ્રમાણમાં ઇંધણ બચત સાથે ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને આ વિકલ્પ માત્ર સસ્તો જ નહીં પરંતુ પર્યાવરણમૈત્રી પણ છે. ખેતીમાંથી બચેલો જૈવિક કચરો ઉપયોગી ઇંધણમાં પરિવર્તિત થવાથી પર્યાવરણ સંરક્ષણને પણ મદદ મળી રહી છે.
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબળેએ કર્યું વિશેષ વખાણ
સરકાર્યવાહ દત્તાત્રેય હોસબળે ત્રણ દિવસ સુધી વર્ગસ્થળે હાજર રહ્યા હતા. તેમણે વર્ગની તમામ વ્યવસ્થાઓ અને ઉપક્રમોની વિગતવાર માહિતી મેળવી. ચુલ્હીનો આ પ્રયોગ તેમણે જાતે નિહાળ્યો અને તેની માહિતી મેળવી. ત્યારે તેમણે આ અનોખા પ્રયોગના ખાસ વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે, “આવો પ્રયોગ દેશભરમાં ચાલતા સંઘ શિક્ષા વર્ગો અને અન્ય કાર્યક્રમોમાં પણ અમલમાં મુકવો જોઈએ. જલગાંવના આ પ્રયોગ વિશે હું વ્યક્તિગત રીતે માહિતી આપીશ.”
સંઘના વિવિધ તાલીમ વર્ગોમાં શિસ્ત, આયોજન અને સ્વાવલંબનને હંમેશા મહત્વ આપવામાં આવે છે. જામનેર ખાતેના સંઘ શિક્ષા વર્ગમાં પણ આ જ ચુલ્હીનો ઉપયોગ શરૂ થયો છે. તેથી જલગાંવ અને જામનેરના આ પ્રયોગે “ઓછા ખર્ચે અસરકારક વ્યવસ્થાપન”નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામિણ વિસ્તારોમાં, મોટા સામૂહિક કાર્યક્રમોમાં અથવા સામાજિક ઉપક્રમોમાં પણ આવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.
પર્યાવરણ સંરક્ષણ, ઇંધણ બચત અને સ્વદેશી ટેકનોલોજીનો સુંદર સમન્વય સર્જતો આ પ્રયોગ અનેક લોકો માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.
24/05/2026
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત
“સંઘ શિક્ષા વર્ગ જાહેર સમારોપ” કાર્યક્રમમાં આપ સર્વેને સહર્ષ આમંત્રણ પાઠવવામાં આવે છે.
રાષ્ટ્રભાવના, સંસ્કાર નિર્માણ અને સંગઠનશક્તિના પ્રેરણાદાયી દર્શન કરાવતો આ વિશિષ્ટ કાર્યક્રમ પરિવાર સહિત નિહાળવા અવશ્ય પધારશો.
🚩🚩🚩
24/05/2026
રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રતનધામ-હરીપર ખાતે તા. ૯ મે થી ૨૪ મે ૨૦૨૬ દરમિયાન પ્રવેશ, પ્રબોધ અને ઘોષ વર્ગનું સફળ આયોજન કરવામાં આવ્યું.
વર્ગ દરમિયાન બહેનોને શારીરિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક તાલીમ આપવામાં આવી. ઘોષ નિદર્શન, પથ સંચલન, નિયુદ્ધ, યષ્ટી, યોગચાપ, સમતા તેમજ સાહસિક “સાત કોઠા યુદ્ધ” જેવી પ્રવૃત્તિઓએ સૌનું ધ્યાન આકર્ષ્યું.
સમારોપ પ્રસંગે મહાનુભાવોએ સેવિકાઓના પ્રાત્યક્ષિકોની પ્રશંસા કરી અને રાષ્ટ્રસેવા, સંસ્કાર તથા આત્મરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
24/05/2026
પંચ પરિવર્તનથી ભારત વિશ્વને માર્ગદર્શન આપશે : રા. સ્વ. સંઘ
ગાંધીધામમાં મહર્ષિ નારદ જયંતિની ઉજવણી, પૂર્વ કચ્છના પત્રકારો સાથે ગોષ્ઠિ યોજાઈ
ગાંધીધામ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ કચ્છ પ્રચાર વિભાગ દ્વારા ગાંધીધામ ખાતે મહર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પૂર્વ કચ્છના પત્રકાર મિત્રો સાથે “પંચ પરિવર્તન” વિષયક ગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સમરસતા અને સ્વદેશી જેવા વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
ગાંધીધામ સ્થિત અગ્રવાલ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના કાર્યવાહ રવજીભાઈ ખેતાણી તથા પૂર્વ કચ્છ જિલ્લા સંઘચાલક માવજીભાઈ સોરઠીયા ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સંબોધતા રવજીભાઈ ખેતાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના “પંચ પરિવર્તન” અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સમરસતા અને સ્વદેશી ભાવના દ્વારા સમાજ પરિવર્તન અને સમાજ પરિવર્તન દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય શક્ય બનશે. તેમણે પત્રકારોને સમાજમાં સકારાત્મક વિચારસરણી સાથે સમાજ ઉપયોગી સમાચાર અને પ્રેરણાદાયી વાતો જનજન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહર્ષિ નારદજી ત્રણેય લોકમાં ભ્રમણ કરી દેવ અને દાનવો વચ્ચે ઉપયોગી માહિતીનું આદાન-પ્રદાન કરતા હતા, તેથી તેઓ વિશ્વના પ્રથમ પત્રકાર તરીકે ઓળખાય છે અને ઋષિતુલ્ય નારદજી પત્રકારત્વ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત પત્રકાર મિત્રો વચ્ચે પંચ પરિવર્તનના વિવિધ વિષયો પર ચર્ચા અને વિચારવિમર્શ યોજાયો હતો.