01/04/2026
District Hub for Empowerment of Women Rajkot
"SANKALP" Hub for Empowerment
01/04/2026
18/02/2026
ગુજરાત રાજ્યમાં દિકરીઓના જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટીબદ્ધ છે. અને આજ કટીબદ્ધતાને સાર્થક કરવા દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબુત બનાવવાના ઉદ્દેશોને સિદ્ઘ કરવા રાજ્ય સરકાર દ્વારા “વહાલી દિકરી” યોજના વર્ષ ૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવેલ છે.
“વહાલી દિકરી” યોજના અંતર્ગત લાભાર્થી દિકરીને ત્રણ હપ્તામાં રૂ.૧.૧૦ લાખની સહાય આપવામાં આવે છે.
• પ્રથમ હપ્તો: દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે.
• બીજો હપ્તો: નવમા ઘોરણમાં પ્રવેશ વખતે રૂ. ૬,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે.
• ત્રીજો/ છેલ્લો હપ્તો: દિકરીના ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે. પરંતુ દિકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ.
રાજકોટ જિલ્લામાં વઘુમાં વઘુ દિકરીઓને “વહાલી દિકરી” યોજના હેઠળ લાભ મળી રહે તે માટે રાજકોટ જિલ્લા ખાતે ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે. “વહાલી દિકરી” યોજનાની ઝુંબેશ અંતર્ગત દિકરીઓને લાભ મળી રહે તે માટે સંબંધિત વિસ્તારની મામલતદારશ્રીની કચેરી અને ગ્રામ્ય/તાલુકા ક્ક્ષાએ VCE પાસેથી ફોર્મ ઉપલબ્ઘ થશે.
“વહાલી દિકરી” યોજના અંતર્ગત અરજદાર પોતે જ ઓનલાઈન અરજી પણ કરી શકશે. ઓનલાઈન અરજી https://emahilakalyan.gujarat.gov.in/ કરી શકાશે.
“વહાલી દિકરી” યોજના અંતર્ગત નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.
(૧) લાભાર્થી દિકરીનું જન્મ પ્રમાણપત્ર (૨) લાભાર્થી દિકરીનું આઘારકાર્ડ (૩) લાભાર્થી દિકરીના માતા-પિતાનું લગ્ન નોંઘણી પ્રમાણપત્ર (૪) લાભાર્થી દિકરીના માતા-પિતાનું આઘારકાર્ડ (૫) રેશનકાર્ડ (લાભાર્થી દિકરીનું નામ રેશનકાર્ડમાં હોવુ જરૂરી છે.) (૬) નિયત નમુના મુજબ સ્વ-ઘોષણા (ફોર્મ સાથે ઉપલબ્ઘ છે.) (૭) લાભાર્થી દિકરીના માતા-પિતાની અથવા એકલ માતા/પિતા/વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (૮) નિયત એકરારનામું અને (૯) લાભાર્થી દિકરી અથવા માતા/પિતાના બેન્ક ખાતાની પાસબુકની નકલ
નોંઘ: દિકરીની ઉંમર ૦૧ વર્ષ પુર્ણ થાય તે પહેલા ફોર્મ ભરવાનું રહેશે.
“વહાલી દિકરી” યોજના અંતર્ગત વઘુ માહિતી મેળવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટના સંપર્ક નંબર-0281-2448592 સંપર્ક કરી શકો છો.
06/02/2026
તારીખ:-૦૬/૦૨/૨૦૨૬ ના રોજ જિલ્લા મહિલા બાળ અઘિકારીશ્રી ની કચેરી રાજકોટ ની DHEW ટીમ દ્વારા ખંઢેરી પ્રાથમિક શાળા ખાતે દીકરીઓને મેસ્યુઅલ હાઈજીન વિષે સમજ આપવામાં આવી.
આ ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમમાં ઘોરણ ૭ થી ઘોરણ ૯ સુધીની કુલ ૪૦ દીકરીઓને માસિક સમયગાળા દરમ્યાન કેવી કાળજી રાખવી કેવો આહાર લેવો તે અંગે સમજુતી આપેલ આપવામાં આવેલ.
વિઘાર્થી અને વિઘાર્થીનીઓ ને ગુડ ટચ બેડ ટચ અંગે અને ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ વિશે માહિતી આપવામાં આવી.
06/09/2025
02/09/2025
02/09/2025
Special awareness camp on cyber safety and cyber fraud in T N Rao College
17/07/2025
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય - વિંછીયા
04/07/2025
21/12/2024
તા ૨૦/૧૨/૨૦૨૪ના રોજ રાજકોટ જિલ્લના _કોટડા સાંગાણી તાલુકાની_ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનોને ૨ દિવસની પૂર્ણા સખી સહ સખી મોડ્યુલ તાલીમ કાર્યક્રમનું આયોજન થયેલ છે. તેમાં "સંકલ્પ" હબ ફોર અમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાની DHEWની ટીમ દ્વારા બાલિકા પંચાયતની કામગીરી વિશે PPTના માધ્યમથી તેમજ બાલિકા પંચાયત માર્ગદર્શિકા દ્વારા વિસ્તૃત સમજૂતી આપવામાં આવેલ. જેમાં ૮૯ થી વધુ વર્કર બહેનો હાજર રહયાં હતાં.
21/12/2024
તા ૨0/૧૨/૨૦૨૪ના રોજ રાજકોટ જિલ્લના લોધીકા તાલુકા ખાતે આઈ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડી વર્કર બહેનોને ૨ દિવસની પૂર્ણા સખી સહ સખી મોડ્યુલ તાલીમ કાર્યક્રમનું આયોજન થયેલ છે. તેમાં "સંકલ્પ" હબ ફોર અમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાની DHEWની ટીમ દ્વારા બાલિકા પંચાયતની કામગીરી વિશે PPTના માધ્યમથી તેમજ બાલિકા પંચાયત માર્ગદર્શિકા દ્વારા વિસ્તૃત સમજૂતી આપવામાં આવેલ. જેમાં 55 થી વધુ વર્કર બહેનો હાજર રહયાં હતાં.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Jilla Seva Sadan-3 2nd Floor Block-2 Near Goverment Press
Rajkot
360001
