04/06/2026
રાજકોટ મંડળના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં રજત પદક જીત્યો
પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના કેરેજ અને વેગન ડિપોમાં હેલ્પર તરીકે કાર્યરત દિવ્યાંગ કર્મચારી શ્રી દેવેન્દ્ર યાદવે 5મી રાષ્ટ્રીય આર્મ અને પેરા આર્મ રેસલિંગ (પંજો કુશ્તિ) ચેમ્પિયનશિપ–2026માં શાનદાર પ્રદર્શન કરીને રજત પદક પ્રાપ્ત કર્યો છે.
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરમાંથી 2000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં શ્રી દેવેન્દ્ર યાદવે 70થી 80 કિલોગ્રામ પેરા સ્ટેન્ડિંગ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રજત પદક જીત્યો.
તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તેમની પસંદગી આગામી વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ–2026 માટે પણ કરવામાં આવી છે.
રાજકોટ મંડળ રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીનાએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.
💪 મજબૂત સંકલ્પ, કઠોર મહેનત અને આત્મવિશ્વાસ સફળતાની સાચી ઓળખ છે.
Western Railway
04/06/2026
राजकोट मंडल के दिव्यांग कर्मचारी देवेन्द्र यादव ने राष्ट्रीय आर्म रेसलिंग चैम्पियनशिप में जीता रजत पदक
पश्चिम रेलवे के राजकोट मंडल के कैरिज एवं वैगन डिपो में हेल्पर के पद पर कार्यरत दिव्यांग कर्मचारी श्री देवेन्द्र यादव ने 5वीं राष्ट्रीय आर्म एवं पैरा आर्म रेसलिंग (पंजा कुश्ती) चैम्पियनशिप–2026 में शानदार प्रदर्शन करते हुए रजत पदक जीतकर राजकोट मंडल, पश्चिम रेलवे एवं गुजरात का गौरव बढ़ाया है।
गांधीनगर स्थित राष्ट्रीय रक्षा यूनिवर्सिटी में आयोजित इस प्रतिष्ठित प्रतियोगिता में देशभर से 2000 से अधिक खिलाड़ियों ने भाग लिया। गुजरात का प्रतिनिधित्व करते हुए श्री यादव ने 70–80 किलोग्राम पैरा स्टैंडिंग श्रेणी में उत्कृष्ट प्रदर्शन कर रजत पदक अपने नाम किया।
उनकी इस उपलब्धि के आधार पर उनका चयन आगामी वर्ल्ड आर्म रेसलिंग चैम्पियनशिप–2026 के लिए भी किया गया है।
राजकोट मंडल रेल प्रबंधक श्री गिरिराज कुमार मीना ने इस उपलब्धि पर श्री देवेन्द्र यादव को बधाई देते हुए कहा कि उनकी सफलता मंडल के कर्मचारियों एवं युवाओं के लिए प्रेरणास्रोत है।
💪 दृढ़ संकल्प, अथक परिश्रम और आत्मविश्वास ही सफलता की असली पहचान है।
Western Railway
04/06/2026
विश्व पर्यावरण दिवस अभियान के अंतर्गत हापा C&W डिपो में विशेष स्वच्छता अभियान
विश्व पर्यावरण दिवस 2026 अभियान के अंतर्गत हापा C&W डिपो में कोचों एवं बायो-टॉयलेट्स की गहन सफाई अभियान चलाया गया।
इस विशेष अभियान के दौरान कोचों की आंतरिक एवं बाह्य सफाई के साथ-साथ शौचालयों एवं बायो-टॉयलेट टैंकों की भी सघन सफाई की गई। अभियान का उद्देश्य यात्रियों को स्वच्छ एवं बेहतर यात्रा अनुभव प्रदान करने के साथ-साथ स्वच्छता और पर्यावरण संरक्षण के प्रति जागरूकता को बढ़ावा देना था।
यह पहल स्वच्छ, हरित एवं सतत् पर्यावरण के निर्माण की दिशा में भारतीय रेल की प्रतिबद्धता को दर्शाती है।
🌿 स्वच्छ कोच, स्वच्छ यात्रा और स्वच्छ पर्यावरण यही है हरित भविष्य की पहचान।
વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન અંતર્ગત હાપા C&W ડિપોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન
વિશ્વ પર્યાવરણ દિવસ 2026 અભિયાનના અનુસંધાને હાપા C&W ડિપોમાં કોચો તથા બાયો-ટોયલેટની સઘન સફાઈ હાથ ધરવામાં આવી.
આ વિશેષ અભિયાન દરમિયાન કોચોની આંતરિક અને બાહ્ય સફાઈ ઉપરાંત શૌચાલયો તથા બાયો-ટોયલેટ ટાંકીની પણ વ્યા
પક સફાઈ કરવામાં આવી. આ અભિયાનનો હેતુ મુસાફરોને વધુ સ્વચ્છ અને ઉત્તમ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાનો તેમજ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો હતો.
આ પહેલ સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ પર્યાવરણના નિર્માણ માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
🌿 સ્વચ્છ કોચ, સ્વચ્છ મુસાફરી અને સ્વચ્છ પર્યાવરણ હરિયાળા ભવિષ્યની ઓળખ.
#विश्वपर्यावरणदिवस2026 #स्वच्छताअभियान #बायोटॉयलेट #पर्यावरणसंरक्षण #स्वच्छरेल #हरितभारत
04/06/2026
विश्व पर्यावरण दिवस 2026 के अंतर्गत ई-वेस्ट जागरूकता संगोष्ठी आयोजित
विश्व पर्यावरण दिवस 2026 अभियान के अंतर्गत दिनांक 30.05.2026 को राजकोट मंडल के विद्युत विभाग (जनरल सर्विसेस) द्वारा राजकोट स्टेशन पर रेलवे स्टाफ एवं यात्रियों के लिए ई-वेस्ट (Electronic Waste) के उचित निस्तारण विषय पर एक जागरूकता संगोष्ठी का आयोजन किया गया।
कार्यक्रम के दौरान प्रतिभागियों को ई-वेस्ट के सुरक्षित एवं पर्यावरण-अनुकूल निस्तारण के महत्व के बारे में जानकारी दी गई। साथ ही इलेक्ट्रॉनिक कचरे के अनियंत्रित निपटान से होने वाले पर्यावरणीय दुष्प्रभावों तथा उसके प्रभावी प्रबंधन के उपायों पर भी प्रकाश डाला गया।
इस पहल का उद्देश्य रेलवे कर्मचारियों एवं यात्रियों में पर्यावरण संरक्षण के प्रति जागरूकता बढ़ाना तथा स्वच्छ, हरित एवं सतत् भविष्य के निर्माण में उनकी सहभागिता सुनिश्चित करना है।
🌿 ई-वेस्ट का सही निस्तारण, पर्यावरण संरक्षण का सशक्त आधार।
વિશ્વ પર્યાવરણ દિવસ 2026 અંતર્ગત ઈ-વેસ્ટ જાગૃતિ સેમિનાર યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસ 2026 અભિયાન અંતર્ગત તા. 30.05.2026ના રોજ રાજકોટ મંડળના વિદ્યુત વિભાગ (જનરલ સર્વિસેસ) દ્વારા રાજકોટ સ્ટેશન પર રેલવે સ્ટાફ તથા મુસાફરો માટે ઈ-વેસ્ટ (Electronic Waste) ના યોગ્ય નિકાલ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને ઈ-વેસ્ટના સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી નિકાલના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ ઈલેક્ટ્રોનિક કચરાના અયોગ્ય નિકાલથી થતી પર્યાવરણને નુકસાનકારક અસરો તથા તેના અસરકારક વ્યવસ્થાપન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પહેલનો હેતુ રેલવે કર્મચારીઓ અને મુસાફરોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં તેમની ભાગીદારી વધારવાનો છે.
🌿 ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ, પર્યાવરણ સંરક્ષણનો મજબૂત આધાર.
Western Railway
04/06/2026
विश्व पर्यावरण दिवस - 2026 अभियान "एक पेड़ मां के नाम" के अंतर्गत वृक्षारोपण कार्यक्रम आयोजित
विश्व पर्यावरण दिवस - 2026 अभियान "एक पेड़ मां के नाम" के अंतर्गत राजकोट मंडल के परिचालन विभाग द्वारा मंडल कार्यालय परिसर में वृक्षारोपण कार्यक्रम आयोजित किया गया।
इस अवसर पर अधिकारियों एवं कर्मचारियों ने पौधों का रोपण कर उनके संरक्षण का संकल्प लिया तथा पर्यावरण संरक्षण के प्रति अपनी प्रतिबद्धता व्यक्त की। कार्यक्रम के माध्यम से स्वच्छ, हरित एवं सतत् पर्यावरण के निर्माण का संदेश दिया गया और सभी को अधिक से अधिक वृक्षारोपण करने हेतु प्रेरित किया गया।
🌿 एक पौधा मां के नाम, एक कदम हरित भविष्य के नाम।
વિશ્વ પર્યાવરણ દિવસ - 2026 અભિયાન "એક વૃક્ષ માતાના નામે" અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસ - 2026 અભિયાન "એક વૃક્ષ માતાના નામે" અંતર્ગત રાજકોટ મંડળના પરિચાલન વિભાગ દ્વારા મંડળ કાર્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કરીને તેમના સંરક્ષણનો સંકલ્પ લીધો તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમ દ્વારા સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ પર્યાવરણ નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો તેમજ સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમની સંભાળ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
🌿 એક વૃક્ષ માતાના નામે, હરિયાળા ભવિષ્ય તરફ એક પગલું.
#વિશ્વપર્યાવરણદિવસ2026 #એકવૃક્ષમાતાનાનામે #વૃક્ષારોપણ #પર્યાવરણસંરક્ષણ #હરિતભારત #સ્વચ્છભારત
03/06/2026
विश्व पर्यावरण दिवस 2026 अभियान के अंतर्गत राजकोट मंडल में ई-वेस्ट प्रबंधन एवं वृक्षारोपण कार्यक्रम आयोजित
विश्व पर्यावरण दिवस 2026 अभियान के अंतर्गत दिनांक 30.05.2026 को राजकोट मंडल के विद्युत विभाग (जनरल सर्विसेस) द्वारा गाड़ी बत्ती/वातानुकूलन (कोचिंग) कार्यालय, राजकोट में जागरूकता कार्यक्रम आयोजित किया गया।
इस अवसर पर उपस्थित कर्मचारियों को ई-वेस्ट (Electronic Waste) के उचित एवं पर्यावरण-अनुकूल निस्तारण के महत्व के बारे में विस्तार से जानकारी दी गई। साथ ही कार्यालय परिसर के समीप वृक्षारोपण कर हरित एवं स्वच्छ पर्यावरण के प्रति अपनी प्रतिबद्धता व्यक्त की गई।
कार्यक्रम के दौरान पर्यावरण संरक्षण, संसाधनों के सतत उपयोग तथा स्वच्छ एवं हरित भविष्य के निर्माण हेतु सभी कर्मचारियों को जागरूक किया गया तथा पर्यावरण सुरक्षा में सक्रिय भागीदारी का संदेश दिया गया।
વિશ્વ પર્યાવરણ દિવસ 2026 અભિયાન અંતર્ગત રાજકોટ મંડળમાં ઈ-વેસ્ટ જાગૃતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
વિશ્વ પર્યાવરણ દિવસ 2026 અભિયાન અંતર્ગત તા. 30.05.2026ના રોજ રાજકોટ મંડળના વિદ્યુત વિભાગ (જનરલ સર્વિસેસ) દ્વારા ગાડી બત્તી/વાતાનુકૂલન કચેરી, રાજકોટ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
#विश्वपर्यावरणदिवस2026 #पर्यावरणसंरक्षण #ईवेस्टप्रबंधन
આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને ઈ-વેસ્ટ (Electronic Waste) ના યોગ્ય અને પર્યાવરણમૈત્રી નિકાલ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ કચેરીની બાજુમાં વૃક્ષારોપણ કરીને હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, કુદરતી સંસાધનોના જવાબદાર ઉપયોગ અને સ્વચ્છ-હરિત ભવિષ્યના નિર્માણ અંગે માહિતી આપવામાં આવી તેમજ સૌને પર્યાવરણની સુરક્ષામાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા.
03/06/2026
🚲 Two wheels. Zero emissions. Countless benefits.
This World Bicycle Day, Western Railway celebrates cycling as a simple choice that promotes healthier lifestyles and a greener planet. Ride Green. Breathe Clean.
03/06/2026
રેલવે ટ્રેક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને હાપા–ઓખા રેલવે સેક્શનના ભાટિયા અને ઓખામઢી સ્ટેશનો વચ્ચે વધારાના ઓપનિંગ નિર્માણ કાર્ય અંતર્ગત આરએચ ગર્ડરની સફળ ડી-લોન્ચિંગ પૂર્ણ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
આશરે 9 મહિનામાં પૂર્ણ થયેલા આ મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ કાર્યથી ભારે વરસાદ દરમિયાન પાણીના નિકાલમાં નોંધપાત્ર સુધારો થશે, જેના પરિણામે પાણી ભરાવા અને ટ્રેક ધોવાણની સંભાવના ઘટશે. વર્ષ 2023 અને 2024 દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલું આ કાર્ય ચોમાસા દરમિયાન સુરક્ષિત, સુચારુ, વિશ્વસનીય અને અવિરત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રાજકોટ ડિવિઝનનું આ સક્રિય એન્જિનિયરિંગ કાર્ય રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને હવામાન સંબંધિત પડકારો સામે સક્ષમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે મુસાફર તથા માલગાડીઓના સલામત અને અવિરત સંચાલનને વધુ વિશ્વસનીય બનાવશે.
Western Railway
03/06/2026
रेलवे ट्रैक सुरक्षा को और अधिक मजबूत बनाने की दिशा में राजकोट मंडल ने एक महत्वपूर्ण उपलब्धि हासिल की है। हापा–ओखा रेलखंड के भाटिया एवं ओखामढ़ी स्टेशनों के बीच अतिरिक्त ओपनिंग निर्माण कार्य के तहत आरएच गर्डर की सफल डी-लॉन्चिंग पूरी कर ली गई है।
लगभग 9 माह में पूर्ण हुए इस आधारभूत संरचना विकास कार्य का उद्देश्य मानसून के दौरान जलभराव एवं ट्रैक ब्रीच जैसी चुनौतियों का स्थायी समाधान सुनिश्चित करना है। अतिरिक्त ओपनिंग के निर्माण से भारी वर्षा के समय जल निकासी क्षमता में उल्लेखनीय सुधार होगा, जिससे रेलवे ट्रैक की सुरक्षा बढ़ेगी और यात्री व मालगाड़ियों का निर्बाध एवं सुरक्षित संचालन संभव हो सकेगा।
राजकोट मंडल का यह सक्रिय इंजीनियरिंग प्रयास रेल अवसंरचना को अधिक मजबूत, सुरक्षित और मौसम संबंधी चुनौतियों के प्रति सक्षम बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है।
03/06/2026
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું રૂ. 26.80 કરોડના ખર્ચે આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. સોરાષ્ટ્રના મહત્વપૂર્ણ રેલવે કેન્દ્ર તરીકે ઓળખાતું આ સ્ટેશન હવે મુસાફરોને એરપોર્ટ જેવી આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે.
નવા ફૂટ ઓવર બ્રિજ, વિશાળ કોનકોર્સ હોલ, મહિલા અને પુરુષો માટે અલગ એસી વેઈટિંગ રૂમ, આધુનિક સ્ટેશન બિલ્ડિંગ, દિવ્યાંગજન અનુકૂળ સુવિધાઓ, સુવ્યવસ્થિત પાર્કિંગ અને હરિયાળા ગાર્ડન સાથે ભક્તિનગર સ્ટેશન મુસાફર અનુભવને નવી ઊંચાઈ આપશે. સ્ટેશન પર લિફ્ટ સ્થાપનાનું કાર્ય પણ પ્રગતિમાં છે, જે મુસાફરોની અવરજવર વધુ સરળ અને સુગમ બનાવશે.
Western Railway