22/09/2026
નમસ્કાર,
આપને જણાવતાં અત્યંત આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે ભારત સરકારના My Bharat દ્વારા આપણા અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક, ટ્રસ્ટી તથા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન દેસાઈને સમાજસેવિકા અને ગરબાના અગ્રદૂત તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
આ સન્માન આપણા ટ્રસ્ટ માટે તેમજ આપણા સૌ માટે અત્યંત ગૌરવની વાત છે. વિભૂતિબેનની સમાજસેવા અને ગરબાની કલા ક્ષેત્રે કરેલી નિષ્ઠાપૂર્વકની સેવાઓને મળેલું આ સન્માન આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
શ્રીમતી વિભૂતિબેન દેસાઈને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐🙏
અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ