30/09/2021
ખરેખર સાચા અર્થમાં બહેનોને પગ પર કરવાના પ્રયાસ માટે મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પાટીદાર સમાજ ની વાડી માં ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, આ એક્ઝિબિશનમાં હાજરી આપી અને તમામ સ્ટોલ ધારક બહેનોને પ્રોત્સાહન આપ્યું.
Thank you muskan & dicf 🙏🏻
14/09/2021
સરદાર સાહેબની પ્રતિમા ના સાનિધ્યમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ અને ૨૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-2 નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
08/09/2021
શિક્ષણ દિવસ નિમિત્તે TAG, મહેશ્વરી ભવન સમિતિ તેમજ અન્ય બીજી ઘણી સામાજીક સંસ્થાઓ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું, હું તમામ આયોજન કરતા અને સામાજિક કાર્યકરો નો અને જે પણ લોકોએ બ્લડ નુ દાન કર્યું છે તે લોકોને અભિનંદન પાઠવું છું
06/09/2021
"જીવી લ્યો જીંદગી" ના ભાગરૂપે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને મોરિવેટ કરાયા..
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ગંગા સ્વરૂપ બહેનો અને આર્થિક રીતે મધ્યમવર્ગીય બહેનોને મોટીવેટ કરવા માટે ગુજરાતના ખ્યાતનામ વક્તા કાજલબેન ઓજા દ્વારા બહેનોને ગર્વ અનુભવી શકે એવા વિચાર પ્રદાન કરવામાં આવ્યા.અને કાર્યક્રમમાં સુરત શહેરની સમાજમાં અગ્રેસર તેમજ પોતાની આવડત ને લીધે સફળ થયેલી 11 મહિલાઓને સન્માનિત કરાઇ હતી.આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી આવે કાનજીભાઈ ભાલાળા, અરજણભાઇ ધોળકિયા તેમજ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી મનહરભાઈ સાચપરા (યૂરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ લી) ઉપસ્થિત રહ્યા હતા. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઇ દાઢી એ જણાવ્યું હતું કે ગંગા સ્વરૂપ અને જરૂરિયાતમંદ બહેનો માટે આ સંસ્થા સતત કાર્યકર છે. આ કાર્યક્રમ સંચાલન યુવા એંકર મનીષભાઈ વઘાસિયા દ્વારા થયું હતું.
05/09/2021
🙏*કાર્યમાં કુશળતા એજ આપણી જવાબદારી છે*
🙏આમ આદમી પાર્ટી-સુરત વોર્ડ નં :- 21 અને 22 માં સુરત શહેર મહામંત્રી *તુલસીભાઇ લાલૈયા* ના અધ્યક્ષ સ્થાને વોર્ડ સંગઠન ની ટિમ સાથે મહોલ્લા સમિતિ તેમજ જન સંવેદના કાર્યક્રમ, ન્યૂ જોઈનીંગ તેમજ મિશન 2022 અંતર્ગત તૈયારી બાબત મનોમંથન કરવામાં આવ્યું...
✍️ આ મિટિંગમાં શહેર ઉપ પ્રમુખ ભાવિનભાઈ શાહ , શહેર મંત્રી અક્ષયભાઈ ગોહેલ , શહેર સહમંત્રી દીપકભાઈ પાટીલ તેમજ વોર્ડ :- 21 અને 22 ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા..
Regards ,
*તુલસી એમ. લાલૈયા*
મહામંત્રી , સુરત શહેર
05/09/2021
લંડન ની પ્રખ્યાત સંસ્થા " વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ" ( એન એક્સકલુઝિવ હોનોર ) એ કોરોના વાયરસ ની મહામારી ના કપરા સમય માં મારા દ્વારા કરવામાં આવેલ સામાજિક, આર્થિક અને સેવાકીય કાર્યોની નોંધ લઇ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માં એસીપી અશોકસિંહ ચૌહાણ સાહેબ દર્શના જાની,દૂરરયા તાપીયા અને મને સ્થાન આપ્યું અને એમના દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન આપવામાં આવ્યું. આ એવોર્ડ લોકહિત માં કોરોના મહામારી માં પોતાની સેવા આપનાર અને સારી કામગીરી કરનાર વ્યક્તિ અને સંસ્થા ને આપવામાં આવે છે. હું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ નું મારા સેવાકીય કાર્યો ની નોંધ લઇ આ સન્માન આપવા બદ્દલ અંત:કરણથી આભાર માનું છું...
03/09/2021
સેવાસદભાવના ના વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારી સામે લડત આપનાર વોરિયર નું સમ્માન સમારોહ 2020-2021 રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ સુરત ની સેવાભાવી સંસ્થાઓ તેમજ કાર્યકર્તા મિત્રો નું સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકર્તા મિત્રો નું સેવાસદભાવના ટીમ દ્વારા સમ્માન કરવામાં આવ્યું. જેમાં ACP અશોકસિંહ ચૌહાણ સાહેબ સુરત શહેર મેયર શ્રી હેમાલીબેન બોધાવાલા જીવરાજ કાકા ધરૂકાવાળા એ હાજરી આપી હતી..
આપ સૌ નો સેવસદભાવના ટીમ વતી ખુબ ખુબ આભાર..
01/09/2021
પ્રશાંતભાઈ ને ખૂબ ખુબ શુભકામનાઓ
( Seeyara Cafe & Cold Drinks)
ના સુભારંબમાં માનનીય ACP સાહેબ અશોકસિંહ ચૌહાણ અને ટીમ તેજસ્વી કોશીયા, તથા હિતેશ કોષીયા, વિજુભાઇ ગાબાની, અને કોમલ શાહ ની હાજરી રહી હતી..
27/08/2021
કોરોના કાળ માં મુત્યુ પામેલા લોકો ની મુક્તિ અને શ્રદ્ધાંજલી માટે
આંતરરાષ્ટ્રીય વૈશ્ય મહાસંમેલન ગુજરાત સુરત દ્વારા શ્રાવણ ના પાવન મહિના માં ભગવાન શિવ નો રૌદ્ર અભિષેક નું આયોજન કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજેશ જી ભારૂકા અધ્યક્ષતા અને સંસ્થા ના બધા પદાધિકારી સદસ્યો સાથે મળી ને સંપર્ણ કર્યું..
રૌદ્ર અભિષેક પૂજા ગુજરાત પ્રદેશ મહામંત્રી રજૂ ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યું..
International Vaish Federation
26/08/2021
આજ રોજ સુરત મહાનગર પાલિકા ના હદ વિસ્તાર રેલવે લાઈન ને અડી ને આવેલા વિવિધ ઝૂંપડાવાસીઓ ને રેલવે સહિત પાલિકા નોટિસો આપી મકાનો ખાલી કરવા તથા ડીમોલેશન ની કામગીરી પહેલાં હાઇકોર્ટ ની ગાઇડલાઈન મુજબ વૈકલ્પિક આવાસ ફળવવા બાબતે એક તાકીદ નુ આવેદન મુખ્યમંત્રી શ્રી ( ગુજરાત રાજ્ય ) ને કલેક્ટર મારફતે આમ આદમી પાર્ટી - સુરત તરફથી આપવામાં આવેલ..
Gopal Italia
Manoj Sorathiya
Mahesh Savani
Isudan Gadhvi
Pravin Ram
24/08/2021
"શિક્ષણ દિવસ" ના દિવસે શિક્ષિત બની અને રક્તદાન કરો..
5 સપ્ટેમ્બર 2021 ના રોજ શ્રી મહેશ્વરી ભવન સિટીલાઈટ સુરત માં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે..
"ચાલો સાથે મળી ને રક્તદાન કરીએ.."
રક્તદાન છે જરૂરી..
તમને સૌ ને વિનંતી છે કે તમે અને તમારા સાથી મિત્રો સાથે મળી ને રક્તદાન કરો..