વિશ્વ પર્યાવરણ દિવસ તથા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના આગમનને અનુલક્ષીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને હરિયાળી, સ્વચ્છતા અને સંસ્કૃતિના રંગોથી શણગારવામાં આવ્યું છે.
શહેરની વિવિધ દિવાલો પર પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પક્ષીઓ-પ્રાણીઓ, ભારતીય સંસ્કૃતિ, સુરતની આગવી ઓળખ અને સ્વચ્છતા જેવા વિષયો આધારિત આકર્ષક મ્યુરલ્સ અને ફ્લેક્સ પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
આર્ટ પેઇન્ટિંગ્સ, હેન્ડ પેઇન્ટેડ પ્લેકાર્ડ્સ અને સર્જનાત્મક મ્યુરલ્સ દ્વારા નાગરિકોમાં હરિયાળી, પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરતની દિવાલો પર સર્જાયેલા આ કલાત્મક સંદેશાઓ માત્ર શહેરની સુંદરતામાં વધારો કરતા નથી, પરંતુ નાગરિકોની એકતા, જવાબદારી અને ગૌરવનું પણ પ્રતિબિંબ રજૂ કરે છે.
My Surat
Surat Municipal Corporation is a local self-government which has come into being under the Bombay Provincial Municipal Act, 1949.
It carries out all the obligatory functions and discretionary functions entrusted by the BPMC Act,1949.
સુરતનાં ભૂલકાઓ વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે ઉત્સાહભેર તૈયાર!
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત શહેરમાં વડાપ્રધાનશ્રીના આગમનને વધાવવા પાલિકા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓની અનોખી પહેલ.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીઓના સામૂહિક સહયોગથી પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપતા ૨૫૦૦થી વધુ પ્લેકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
હરિત અને સ્વચ્છ ભવિષ્યના સંકલ્પ સાથે બાળકો દ્વારા આપવામાં આવતો આ સંદેશ સૌ માટે પ્રેરણારૂપ બનશે.
વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૬
માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રૂદ્રાક્ષના પવિત્ર છોડનું વૃક્ષારોપણ તેમજ ૨૦૦૦થી વધુ છોડનું વિતરણ કરવામાં આવશે.
"એક વૃક્ષ – અનેક પેઢીઓનું ભવિષ્ય"
ચાલો, હરિયાળા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.
સંઘર્ષથી શિખર સુધીની પ્રેરણાદાયી સફર...
તા.૦૫/૦૬/૨૦૨૬ના રોજ સુરતમાં યોજાનાર માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ દરમિયાન તેમના જીવનચરિત્ર આધારિત વિશેષ પેઈન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રતિબિંબિત કરતી આ કલાત્મક કૃતિઓ સામાન્ય જીવનથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની યાત્રાને જીવંત બનાવે છે.
આવો, આ અનોખી કલાયાત્રાના સાક્ષી બનીએ.
સુરતવાસીઓ ધ્યાન આપો! મુસાફરો માટે મહત્વની સૂચના
તા. ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના સુરત પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કેટલાક BRTS અને સિટી બસ રૂટમાં ફેરફાર તેમજ ડાયવર્ઝન કરવામાં આવશે.
સદર કાર્યક્રમ અંતર્ગત અમલમાં મુકાયેલા રૂટ ફેરફારો અને ડાયવર્ઝન કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યથાવત રહેશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તથા ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી સૂચના પ્રાપ્ત થતાં તમામ BRTS અને સિટી બસ રૂટો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
શહેરીજનોને સહકાર આપવા અને મુસાફરી પૂર્વે જરૂરી માહિતી મેળવવા ચકાસી લેવા વિનંતી.
🚨 સુરતીઓ માટે મહત્વના સમાચાર: ચાલો સુરતને બનાવીએ પ્લાસ્ટિક મુક્ત! ♻️🌍
માનનીય વડાપ્રધાનશ્રીના “સ્વચ્છ ભારત - વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા, સ્વચ્છ ભારત મિશન - અર્બન ગુજરાત દ્વારા “સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટીક ફ્રી ગુજરાત” અંતર્ગત એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં તારીખ: ૦૮ જૂન થી ૧૪ જૂન ૨૦૨૬ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઇવ શરૂ થઈ રહી છે.
આ સમયગાળા દરમ્યાન તમારા ઘર, ઓફિસ કે સોસાયટીમાં એકત્રિત થયેલો માત્ર રિસાયકલ થઈ શકે તેવો અને બિન-જોખમી પ્લાસ્ટિક કચરો, જેમ કે: 🍼 પાણી અને સોફ્ટ ડ્રિંક્સની PET બોટલો 🥛 દૂધની પ્લાસ્ટિક કોથળીઓ (LDPE) 🛍️ કેરી બેગ્સ અને પેકેજિંગ પ્લાસ્ટિક (HDPE/PP) 🍿 ચિપ્સ-વેફર્સના મલ્ટી-લેયર્ડ પેકેટ્સ 🥤 સિંગલ યુઝ પ્લાસ્ટિક, થર્મોકોલ અને ડિસ્પોઝેબલ આઈટમ જાહેરમાં ફેંકવા કે સળગાવવાને બદલે સુરત મહાનગરપાલિકાની નજીકની વોર્ડ ઓફીસમાં આપશો જેથી કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાય.
આવો, એક જવાબદાર નાગરિક તરીકે આ અભિયાનમાં જોડાઈએ અને સુરતને સ્વચ્છ અને પર્યાવરણ-મિત્ર બનાવવામાં આપણું યોગદાન આપીએ!
સુરત મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં જારી
પુનર્વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું...
માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાખડ મહોલ્લાના ૬૪ લાભાર્થીઓને વૈકલ્પિક આવાસોની ફાળવણી માટે ડ્રો ની પ્રક્રિયા તેમની હાજરીમાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી.
નાગરિકોને વધુ સારી રહેણાંક સુવિધા આપવા સુરત મહાનગરપાલિકાનું સતત આયોજન.
સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આવાસ તરફ સુરત મહાનગરપાલિકાનો વધુ એક પ્રયાસ.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Address
Surat Municipal Corporation, "Tapi Bhawan/Surat Mahanagar Seva Sadan" Gordhandas Chokhawala Marg, Tapipura, Surat/
Surat
395003
