હીરાઉધોગ ના રત્નકલાકારો ના બાળકો માટે સરકારે જાહેર કરેલી શિક્ષણ સહાય યોજના હેઠળ જે 26000 ફોર્મ નામંજૂર કરવા મા આવ્યા છે તેમાં મોટાભાગ ના રત્નકલાકારો ગરીબ અને ભાડે રહેતા લોકો છે અને સાચા હકદારો છે
સરકારે જે 50,000 હજાર બાળકો ને શિક્ષણ ફી ચૂકવી છે તેમાં ઘણા લોકો એવા છે જેને હીરાઉધોગ સાથે કાઈ લેવાદેવા નથી અને પૈસે ટકે સુખી સંપન્ન છે ત્યારે 26000 રત્નકલાકારો ના ફોર્મ કયા કારણોસર નામંજૂર કરવા મા આવ્યા છે
તેનુ કારણ જાણવા રત્નકલાકારો જ્યારે જિલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે ગયા તો તેમને યોગ્ય માહિતી નહોતી મળતી જેથી અમે ફોર્મ રદ કરવા નુ કારણ જાણવા (આર ટી આઈ) અભિયાન ચલાવ્યું હતું જેમાં છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 1000 હજાર આર.ટી.આઈ દાખલ કરવા માં આવી હતી
સાથોસાથ જે રત્નકલાકારો ના ફોર્મ નામંજૂર કરવા મા આવ્યા છે જે સાચા હકદારો છે અને જરૂરતમંદ છે એવા રત્નકલાકારો તેમના બાળકો ને શિક્ષણ સહાય યોજના હેઠળ 13500 રૂપિયા ની રકમ ચૂકવવા માં આવે અને ફોર્મ નામંજૂર કરવા ના નિર્ણય માં ફેરવિચારણા કરવા મા આવે એવી રજૂઆત પણ કરવા મા આવે છે
Bhavesh Tank
social worker
31/08/2025
રત્નકલાકારોને પોતાના અધિકારોની જ નથી ખબર, ભાવેશ ટાંક!
રત્નકલાકારોને પોતાના અધિકારોની જ નથી ખબર, ભાવેશ ટાંક! #news #gujaratnews #daimond 💎 રત્નકલાકારોના અધિકારો વિશે શું? 😔 સુરત ડાયમંડ વર્કર્સ યુનિયનના નેતા ભાવેશભાઈ ટાંક જાગો ઈન્ડિયા સાથેની વાતચીત.....
14/08/2025
અમેરિકાના ટેરીફ થી હીરાઉધોગમાં મોટી અસર થવાની શક્યતા
અમેરિકાના ટેરીફ થી હીરાઉધોગમાં મોટી અસર થવાની શક્યતા ! #diamond #terrif #surat #youtube અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટેરીફ લગાવવાથી ભારતના હીરાઉધોગમાં એક્સપોર્ટ અટકવાની પ્રોડક્શન ઓછું થઈ શકે ....
https://youtu.be/FlbGTF3dTRk?si=V0_K8dUZ3j3hhtjs
હીરાઉધોગ તેમજ લેબર કાયદાની ની બધીજ માહિતી જાણવા માટે અમારી youtube channel subscribe કરો
31/07/2025
જાણો બોનસ એક્ટ હેઠળ રત્નકલાકારો ને કેટલો ફાયદો
જાણો બોનસ એક્ટ શું કહે રત્નકલાકારો તેમજ અન્ય કામદારો માટે!! #diamond #news #youtube બોનસ ચૂકવણી અધિનિયમ, 1965 (The Payment of Bonus Act, 1965) એ ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલો એક મહત્વપૂર્ણ કાયદો છે, જેનો હેતુ ચોક્કસ આસ્....
હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો ને પણ બોનસ મળવાપાત્ર છે ભાઈઓ
તમે જાગૃત બનો અને તમારા અધિકાર જાણો અને આ વીડિયો ને વધુ મા વધુ શેર કરો.
શેર કરજો
સરકાર દ્વારા રત્નકલાકારો માટે શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ સ્કુલ ફી ભરવાના ફોર્મ ભરવા માટે અને સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા આપવામાં આવતું ભલામણ પત્ર મેળવવા માટે રત્નકલાકારો ને પડતી મુશ્કેલી કારણે રત્નકલાકારો ને ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે
સ્કુલ અને સુરત ડાયમંડ એસોસિયેશન વચ્ચે રત્નકલાકારો અસમંજસ માં મુકાઇ રહ્યા છે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તારીખ 19/06/2025 ના પરિપત્ર ની અમલવારી કરવા માટે જીલ્લા કલેકટર શ્રી કડક સુચના આપવામાં આવે એવી માગણી
શેર કરજો મિત્રો
હીરાઉદ્યોગના રત્નકલાકારોને સરકાર મદદ કરી શકે પણ રત્નકલાકારો રજિસ્ટર્ડ નથી
આવુ કહેવુ છે આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનુ હીરાઉદ્યોગ મા પહેલીવાર તેમણે સ્વીકાર્યું કે હીરાઉદ્યોગ ના રત્નકલાકારો ક્યાંય રજિસ્ટર્ડ નથી
હીરાઉદ્યોગ મા કામ કરતા રત્નકલાકારો કામદાર ની કેટેગરી મા આવે છે ત્યારે તેમને મજુર કાયદા હેઠળ ના લાભો આપવા એ તો દૂર ની વાત છે પરંતુ તેમની ક્યાંય નોંધણી પણ સરકારે કરી નથી આવો અન્યાય સરકાર રત્નકલાકારો સાથે કેમ કરે છે ??
અત્યારે તો શ્રી ગોવિંદભાઈ સરકાર ના રાજય સભા ના સાંસદ છે ત્યારે હવે તો તેમણે રત્નકલાકારો ની સરકાર નોંધણી કરે અને મદદ કરે તે બાબતે આગળ આવી રજૂઆત કરવી જોઈએ એવી અમને અપેક્ષા છે
સુરત ડાયમંડ એસોસિયેશન ઘણા સમયથી હીરાઉધોગનુ નેત્રુત્વ કરી રહ્યું છે પરંતુ ક્યારેક પણ રત્નકલાકારો માટે વિચાર નથી કર્યો કે સરકાર ને રજૂઆત નથી કરી રત્નકલાકારો નુ રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ આગળ નથી આવી સુરત ડાયમંડ એસોસિયેશન અને માલિકો સરકાર મિલિભગત થી રત્નકલાકારો નું વર્ષેથી શોષણ કરવામાં આવી રહ્યું છે
વાસ્તવિકતા સ્વિકારવા માટે પણ હિમ્મત ની જરૂર છે ત્યારે આજે હીરાઉધોગના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અને સન્માનનીય વ્યક્તિ રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ વાત સ્વિકાર કર્યો કે સરકાર પાસે રત્નકલાકારો નું રજીસ્ટ્રેશન નથી એટલે સરકાર મદદ કરવા આગળ આવતી નથી
સરકાર પાસે ભીખારી ની નોંધણી છે પરંતુ હીરાઉદ્યોગ મા કેટલા કારખાના છે અને તેમાં કેટલા રત્નકલાકારો કામ કરે છે તેની કોઈ જ નોંધણી નથી જેના કારણે રત્નકલાકારો મજુર કાયદા હેઠળ ના લાભો થી વંચિત રહે છે અને સરકાર ની યોજના થી પણ વંચિત રહે છે
શેર કરજો મિત્રો
હીરાઉધોગમાં રત્નકલાકારો નું સંગઠન મજબૂત નહીં થાય એવું આજના માલિકો કહે છે એનું કારણ જોવાં જોઈએ તો રત્નકલાકારો ની જ મુર્ખામી અને એની અંદર રહોલો ડર માલિકો પોતાની રણનીતિ બાબતમાં સફળ થયા મેનેજમેન્ટ સ્ટાફ ને આગળ કરીને રત્નકલાકારો ની અંદર એક ગોળ અને એક ને ખોડ આપવાની નીતિ સફળ બની અને માનીતા કારીગરો ને સારા હીરા આપે અને જે કારીગર સામે અવાજ ઉઠાવે એને કામ નહીં થવા દેવાની નિતિ મેનેજમેન્ટ સ્ટાફ એ આપવાની અને અંગ્રેજી નિતિ ના કારણે રત્નકલાકારો નું સંગઠન મજબૂત થવા નથી દિધું
આપણા સુરતમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને અલગ અલગ જીલ્લાઓમાં માંથી આજથી 15 થી 20 વર્ષ પહેલા રત્નકલાકારો ને એક નોકરીયાત વર્ગના નજરે જોતા હતા આજ રત્નકલાકારો જ્યારે સૌરાષ્ટ્ર પોતાના ગામડાંઓ ગાડી લઈને જતા ત્યારે આજુબાજુ રહેતા આડોશી પાડોશી ના લોકો કહેતા કે અમારા ભાઈ" ભાણીયા"ભત્રીજા" ને સુરત લઈ જજો ન હીરા ઘસવા પરંતુ અત્યારે હીરા ઘસવા નું નામ પણ નથી લેતા પહેલા આ હીરાઉધોગમાં દર વર્ષે 40 થી 50 હજાર રત્નકલાકારો પોતાની રોજગારી મેળવવા આવતા અત્યારે કોણ આવે છે જ્યારે આપણા અધિકારો ની વાત કોઈ આપણી વચ્ચે લઇ ને આવે ત્યારે રત્નકલાકારો એને શંકાની નજરે જોવા લાગે એના ફાયદા માટે આપણી પાસે આવ્યા છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ લોકો માંથી નથી એટલું માની લેજો હંમેશા રત્નકલાકારો ના અધિકારો અને સંગઠન મજબૂત કરવાની વાત ઉઠાવી છે અને ઉઠાવતા રહીશું
રત્નકલાકારો એ ક્યારેય એ બાબત ને વિચારી ને આગળ નથી વધ્યાં કે આપણી બરબાદી નું કારણ આપણે અને આપણે છીએ આપણે ક્યારેય એ વિચાર્યું નથી કે આપણા અધિકારો શું છે મજુર કાયદા નો લાભ શું નથી મળતો એનું એક જ કારણ હોય શકે આપણી અંદર સંગઠન મજબૂત કરવાનો વિચાર જ આવ્યો નથી વર્ષોથી આપણું શોષણ થાય છે છતાં આપણે જાગૃત થવાનો નિર્ણય તો શું વિચાર પણ નથી કર્યો આ સમય માં શો આપણે સંગઠિત થઈ ને આપણા અધિકારો ની વાત મજબૂત રીતે નહીં ઉઠાવી શકીએ તો આવનારા સમયમાં રત્નકલાકારો નું કોઈ નથી એ માની લેજો ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્નકલાકારો ના અધિકારો વિશે વાત કરી છે એને સંગઠન મજબૂત કરવાની વાત કરી છે ચાલો સંગઠન ની દિશામાં આગળ વધીએ આપણા અધિકારો ને ઉઠાવી જાગૃત બનીએ
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ગુજરાત સરકાર ને આવનારી ચુંટણી ને લઈને ચિમકી
રત્નકલાકારો ને મદદરૂપ નહીં થાય તો રત્નકલાકારો ને જાગૃત કરવામાં આવશે
આવનારી ચુંટણીઓ ને લઈને રત્નકલાકારો ને જાગૃત કરવામાં આવશે હાલ ની સરકાર વિશે પરિસ્થિતિ થી સમજાવવામાં આવશે રત્નકલાકારો હાથમાં હશે આખરી નિર્ણય કોને સપોર્ટ કરવો કોને નહીં
મંદી નાં કારણે રત્નકલાકારો ની હાલત કફોડી બની
આત્મહત્યા ના બનાવો પણ વધી રહ્યા છે છેલ્લા 4 દિવસમાં હીરાઉધોગમાં 3 લોકોએ કરી આત્મહત્યા
એક વર્ષ માં 45 કરતા રત્નકલાકારો એ સુરતમાં કરી લીધી આત્મહત્યા હત્યા
મોંઘવારી સામે રત્નકલાકારો ના પગાર ઘટી રહ્યા છે
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Varachha. Road
Surat
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |
